અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા, પાલીતાણાની જેમ હવે વડતાલનો પણ પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે
સ્વામીનારાયણ સંપ્રદાયના હાદ સમાન વડતાલ સ્વામીનારાયણ મંદીરને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પવિત્ર યાત્રાધામની યાદીમાં સમાવવાની જાહેરાત કરી છે. ગુજરાતના મહત્વના યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, પાલીતાણા અને દ્વારિકાની જેમ જ વડતાલને પણ પવિત્ર યાત્રા ધામ બોર્ડ અંતગત વિકાસ થશે.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં વડતાલ ધામનું ખુબ જ મહતવ છે. ભગવાન સ્વામીનારાણે આ મંદીર તેમની ઉ૫સ્થિતિમાં જ બનાવડાવ્યું હતું અને એવું કહેવામાં આવે છે કે જે મંદિરો સ્વામીનારાણે બાંઘ્યા છે તેમાં તેમનો વાસ છે. વડતાલ ધામને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પવિત્ર યાત્રા ધામમા સમાવેશ કરાતા હવે વડતાલનો વિકાસ પણ થશે.
પવિત્ર યાત્રાધામ દ્વારકા, પાલીતાણા, સોમનાથ, અંબાજીમાં જે તીરે પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતગત વિકાસ થઇ રહ્યો છે. તેવી જ રીતે પવિત્ર યાત્રાધામ વડતાલનો પણ વિકાસ થશે મહત્વનું છે કે ગત વર્ષે વિધાનસભાની ચુંટણી સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડતાલ ધામની મુલાકાત લીધી હતી અને હરીકૃષ્ણ મહારાજના દર્શન કર્યા હતા અને સત્સંગ સભામાં પણ ભાગ લીધો હતો. તે સમયે જ તેમણે પવિત્રયાત્રા ધામોમાં વડતાલનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી રૂપાણીએ તે સમયે વડતાલના અંગ્રેજી સત્સંગ મેગેઝીનનું નામકરણ અને લોકાર્પણ પણ કર્યુ હતું. અને તેને સત્સંગરત્ન નામ આપ્યું હતુ. વડતાલ ધામના સંતો દ્વારા વિજયભાઇ રૂપાણીને શિક્ષા પત્રી આપવામાં આવી હતી. આ સાથે જ સાધુ સંતો દ્વારા વિજય રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલનો પણ આભાર માન્યો હતો. પવિત્ર યાત્રાધામ વડતાલમાં હવે માળખાકીય સુવિધાઓની વિકાસ થશે અને યાત્રાળુઓને પણ સારી સુવિધા પ્રાપ્ત થશે.