કોરોના મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં વેપાર ધંધા રોજગાર સહિતના ક્ષેત્રોના પુર્નગઠન ની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના
સંવેદનશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે કોરોના મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં વેપાર ધંધા રોજગાર સહિતના ક્ષેત્રોના પુર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના માટેની જાણકારી ટ્વિટ કરીને આપી છે જે નીચે મુજબ છે.
વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી જનજીવન તથા આર્થિક ગતિવિધિઓને ઝડપભેર પૂર્વવત બનાવવાનો ઉદ્દેશ્ય.
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા સમિતીના અધ્યક્ષ. વિવિધ આર્થિક ક્ષેત્રોના 6 તજજ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ.
સમિતી એકશન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ એક મહિનામાં સરકારને સોંપશે.
સમિતી સેકટરલ-સબ સેકટલ આર્થિક નુકશાનના અંદાજો મેળવી સેકટર સ્પેસીફીક પૂર્નનિર્માણની ભલામણો કરો, અંદાજપત્રની રાજકોષિય સ્થિતીની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવો તેમજ રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ માટેની વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે.
In an important decision, CM Shri @vijayrupanibjp announces to constitute a committee of experts, to be headed by former Union Finance Secretary Dr.Hasmukh Adhia, to provide comprehensive recommendations to the Gujarat Govt for post-COVID economic revival in the State. pic.twitter.com/GjVuYF5U6m
— CMO Gujarat (@CMOGuj) May 13, 2020