આજે ચૂંટણીપંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરે એ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલપ્રેસ કરીને દીવાળી પર ચૂંટણી ગિફ્ટ આપી હોય તેમ એક બાદ એક જાહેરાત કરીને લોકોને ખુશ કરવા પ્રયાસ કર્યો હતો. જેમાં વર્ગ 4ના કર્મચારીઓને 3500 લેખે બોનસ, ઔડાના રિંગ રોડ પર ટેક્સમાં પેસેન્જરને મુક્તિ અને સફાઈ કર્મીઓને કાયમી કરવા માટેના નિયમ તેમજ રહેમરાહે ભરતીની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્ય મંત્રીની પ્રેસ કોન્ફર્સમાં મહત્વની જાહેરાત
- અમદાવાદના ઓડાના રિંગ રોડ પર ટોલ ટેક્સ માફી
- .નાના વાહનોને ટોલ ટેક્સ ભરવામાં માફી
- .વર્ગ ચાર ના કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી 3500 બોનસ ચૂકવાસે
- .35000 પંચાયતના કર્મચારીઓ, બોર્ડના કર્મચારીઓને બોનસ ચૂકવામાં આવસે
- .સફાઈ કામદારોને કાયમી કરવામાં આવસે
- ચાલુ કામગીરી દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીના વારસદારને સરકારી નોકરી મળશે
- 8 લાખથી વધુ પેનસન કર્મચારીઓને 6 % વધારો અપાયો
- 8..82,07,64 મોઘવારી ભથ્થામાં 1 %નો વધારાનો લાભ મળશે
- 9..રાજ્યમાં હવે અલગ અલગ શહેરોમાં કેટેગરી મુજબ જીડીસીઆર લાગુ પડશે
- વહીવટી બાબતોમાં પારદર્શક્તા અને સુધારો લાવવામાં આવશે
- પાર્કિંગ સુવિધા વધારવા માટે કરાયા મહત્વના ફેરફાર
- પાટીદારો સમાજ પર થયેલા 136 કેસો પરત ખેચવાની કાર્યવાહી અઠવાડીયામાં શરૂ કરાશે..
- 8 મહાનગર પાલિકા 169 નગર પાલિકાના કર્મચારીઓને કાયમી કરાશે..
- .. 7049 વિધુત કર્મચારીઓના ગ્રેડ મુજબ વેતનમાં વધારો કરાયો