એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે એમઓયુ થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા છે.
આ એમઓયુ અન્વયે આગામી પાંચ વર્ષમાં રૂ. રપ0 કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીકસ સોલ્યુશન્સ રાજ્યમાં 1પ00થી ર હજાર જેટલા યુવાઓને આઈટી અને આઈટીઈએસ સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં આઈટી અને આઈટીઈએસ પોલિસી ર0રર-ર7 જાહેર કરેલી છે. આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બેય ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા એમએસએમઈ દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે.
એટલું જ નહિ, એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ, હેલ્થકેર, એવી એન્ડ ઇ.એસ.એસ, એચ.આર, ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ઈંઝ અને ઈંઝઊજ નો મહત્તમ ઉપયોગ કરવામાં આપણે આ નવી પોલિસીમાં પ્રોત્સાહનો જાહેર થયેલા છે.
ગુજરાત સરકાર સાથે કરેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને આઈટીઈએસ સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલીંગ કરશે.
આ એમઓયુ ર1મી સદીમાં ગુજરાતે આઉટ સોર્સીંગ અને નોલેજનું મોટું હબ બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે
. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી ,શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીન્ડોર,મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને કંપની ના એમ.ડી સતીષ પટેલની ઉપસ્થિતીમાં આ એમઓયુ પર રાજ્ય સરકારના સાયન્સ-ટેક્નોલોજી સચિવ વિજય નહેરા એ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વતી કંન્ટ્રીહેડ અને પ્રેસિડેન્ટ રાજીવ ભાટિયાએ હસ્તાક્ષર કર્યા હતા*