ધર્મશાસ્ત્રમાં યજ્ઞોના પાંચ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. દેવયજ્ઞ એટલે કે હવન પિતૃયજ્ઞ એટલે માતા પિતા અને પરિવારજનોની સેવા અને સન્માન.
અતિથિયજ્ઞ અતિથિઓનો આદરસત્કાર. બલિવૈશ્યદેવ ય એટલે કે પશુ પક્ષીઓને અન્ન પાણીની વ્યવસ્થા ચબૂતરો બનાવવો, પાણી પીવાના હવાડા બનાવવા અને પાંચમો યજ્ઞ નૃપજ્ઞ માનવ માત્રાની સાથે સમાનતા અને સહાનૂભૂતિના ઔદાર્યભર્યા વ્યવહારો !
આ યજ્ઞ શું છે ? ઘણી વખત યજ્ઞની ચર્ચાઓ થતી સાંભળવામાં આવે છે. કહેવાય છે કે, અમુક જગ્યાએ નિર્ધારિત કરેલા સંકલ્પો માટે યજ્ઞો કરાવવામાં આવતા એમ પણ દાવાપૂર્વક કહેવાયું છે. આ યજ્ઞ કરવાથી નિર્ધારિત કરેલા સંકલ્પો ફળીભૂત થાય છે. તો શુ યજ્ઞનો માત્ર આટલો જ અર્થ કહી શકાય ! હવનકુંડમાં નિશ્ર્ચિત આહુતિઓ હોમીને અને યજ્ઞ અંગેના ખાસ મંત્રોચ્ચાર ઉચ્ચારીને આ સંબંધે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે પ્રજાપતિએ યજ્ઞના માધ્યમ દ્વારા પ્રજાને ઉત્પન્ન કરી અને આદેશો આપ્યા કે તમારો વિસ્તાર વધારો અને વિકાસ સાધો ! આ યજ્ઞ તમારી સઘળી મનોકામનાઓ પૂર્ણ કરશે.પ્રથમ તો આ આદેશ અતિશયોકિત જેમ લાગતો હતો. પણ જો યજ્ઞનો વાસ્તવિક અર્થ અને તેમના ભાવોને જોવામાં આવે તો સંદેહ દૂર થઈ જાય છે. આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે, યજ્ઞ સંબંધે માત્ર હવનમાં માંગલિક ક્રિયા પૂરતું આપણા સઘળા જીવન વ્યવહારો સાથે ગૂંથાયેલ છે.
યજ્ઞ સૃષ્ટિના જનક અને સંચાલક છે. માનવનાં સાંસારિક અને આધ્યાત્મિક વિકાસમાં પણ યજ્ઞનું યોગદાન મહત્વપૂર્ણ છે. વેદોએ ઉપયોગમાં લીધેલા શબ્દોનાં અર્થને બતાવ્યા અને તેમની વ્યાખ્યા માટે રચાયેલા ગ્રંથોમાં યાસ્કાચાર્યનું નિરૂકત સૌથી વધુ સ્વીકાર્ય થયું છે. તે પ્રમાણે યજ્ઞ શબ્દ યજ્ ધાતુથી અને ‘નડ્’ પ્રત્યય લગાડવાથી બન્યો છે. તેના ત્રણ અર્થો બતાવવામા આવ્યા છે. દેવપૂજા, સંગિતકરણ અને દાન ! દેવપૂજાનો અર્થ દેવોનું સન્માન સંગતિકરણનો ભાવ છે. હળીમળીને રહેવું અને દાન એટલે કે જરૂરિયાતવાળી વ્યકિતઓને, સમાજની ગરીબમાં ગરીબ વ્યકિતઓને આપણા તરફથી આપવામાં આવતી સહાય અથવા તો તે અંગેના કરવામાં આવતા પ્રયત્નો.
યાસ્કાચાર્ય પોતાના નિરૂકત ગ્રંથમાં વધુ સ્પષ્ટ કરતા એક અન્ય શબ્દ પર પ્રકાશ ફેંકયો છે. દેવ કોણ છે? આ અંગે માર્ગદર્શન આપતા કહે છે દેવ એ છે જે આપણને કંઈક આપે છે. આપણા માર્ગદર્શન બને છે. ખાસ એવા કાર્યો કરવા અંગે પ્રેરણા આપે છે. આ રીતે આયુષ્ય વિધા અને જ્ઞાનના વિષયોમાં અગ્રતાક્રમે રહેલા લોકોને દેવ માનવામાં આવ્યા છે. દેવોનાં સન્માનના સીમિત અર્થા છે.