મંત્ર-તંત્ર ચમત્કાર વિદ્યા-વિદ્યાન વગરની ક્રિયાકાંડ: વિપશ્યના
બુધ્ધ જયંતી નિમિતે વિપક્ષના ચિંતન : બુધ્ધ પૂર્ણિમા એટલે વૈશાખી પુનમ , ભગવાન બુધ્ધનો જન્મદિન , બુધ્ધત્વ પ્રાપ્તિનો દિન અને બુધ્ધના નિવાણનો દિન પણ એ જ ! આપણા દેશમાં અને ખાસ કરીને ધર્મ ચર્ચામાં ભગવાન બુધ્ધ વિષે અનેક ગેરસમજ પ્રવર્તે છે. બુધ્ધ, બૌધ્ધ ધર્મ અને વિપશ્યના વિષે થોડું સમજીએ .
ભગવાન બુધ્ધ બુધમ્ શરણમ ગચ્છામિ , ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ , સંઘમ્ શરણમ્ ગચ્છામિ ” ત્રણ મહાસુત્રો આપ્યા. છે જે જીવન ઉપયોગી રહે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન સુધારી શકાય છે.
બુધ્ધ ભગવાનને બૌધીવૃક્ષ ” નીચે સમાધિ થતા બૌધ્ધત્વ પ્રાપ્ત થયું હતુ. પરંતુ અધ્યાત્મ માર્ગના યાત્રીઓ જાણતા હોય છે કે બુધ્ધત્વ કે નિવાણ મેળવવા માટે કેટલી સાધના – તપસ્યા કરવી પડતી હોય જેમાં અનેક વર્ષોની કહો કે અનેક જન્મોની સતત અવિરત સાધના બાદ આ સ્થિતિની અનુભૂતિ થતી હોય છે બુધ્ધ ભગવાને વિપશ્યની નજીક આવ્યા હતા.
બુધ્ધ ભગવાનની બીજી વિશેષતા એ રહી કે એમણે ધર્મચર્ચા અર્થે શાસ્ત્રાર્થમાં પડીને સમય બરબાદ કરવાને બદલે ટૂંકી અને સીધી સાદી સમજવાળી વિપશ્યના સાધનાનો માર્ગ બતાવી એટલું જ કહયું કે આ માર્ગે ચાલશો તો મુક્તિ મળશે કયાંય કોઈ મંત્ર-તંત્ર, ચમત્કાર, વિધિ-વિધાન કે ક્રિયા કાંડની જરૂર નથી.
પોતાના જીવનકાળ દરમ્યાન ભગવાન બુધ્ધ પ્રાપ્ત કરેલી – વિપશ્યના સાધનાના માર્ગે અનેક બિનુ તેવાર કર્યા અને અનેકાઅનેક લોકોને પ્રેર્યા , જે સમય જતા સંખ્યાબળ વધતા સંઘના રૂપે અને બાદમાં બૌધ્ધ ધર્મ ” ના નેજા હેઠળ એક સાંકળે જોડાયા . બુધ્ધ ભગવાને બૌધ્ધ ધર્મ સ્થાપ્યો જ નહોતો .
વિપશ્યનાના ત્રણ અંગ છે , આનાપાન , વિપશ્યના અને મૈત્રી , શરૂઆતના સાડાત્રણ દિવસ ” આનાપાન ” રૂપે વ્યક્તિના પોતાના જ શ્વાસ દૃષ્ટાભાવે જોવાની પ્રેક્ટીસ કરવાની . ચોથે દિવસે વિપશ્યના આપ્યા બાદ સમગ્ર શરીરની સંવેદનાઓ જોવાની , અને છેલ્લા દિવસે મૈત્રી ” બાદ મૌન પૂર્ણ થતુ હોય છે . શિબિરાર્થીએ દસ દિવસ દરમ્યાન આર્યમૌન પાળવાનું હોય છે . સૂચનાઓ મુજબ બધુ જ સ્વયંભુ સંચાલન થાય . સંપૂર્ણ રેસિડેન્સીયલ કોર્સ છે . રહેવા , જમવાની વ્યવસ્થા મળે છે . ટીચર માર્ગદર્શન માટે સતત હાજર હોય છે .
રોજ સાંજના આચાર્ય શ્રી સત્યનારાયણ ગોએન્કાજીનું વિડીયો પ્રવચન હોય છે . જેમાં વિપશ્યનાની સૈદ્ધાંતિક સમજ આપવામાં આવે છે . શિબિર દરમિયાન પાંચ શીલ ; સત્ય , અહિંસા , બ્રહ્મચર્ય , ચોરી ન કરવી અને વ્યસનથી મુક્તિ પાળવાના હોય છે . એકાગ્રતા દ્વારા સમાધિ અને વિપશ્યના દ્વારા પ્રજ્ઞાની જાગૃતિ કેળવાય છે . જે મુક્તિનો માર્ગ ખોલે છે.
ભગવાન બુધ્ધ ” વિપશ્યના ” નામે આ સાધના પ્રણાલી સમગ્ર વિશ્વને ભેટ આપી , જે ગુરૂ – શિષ્ય પરંપરા દ્વારા શુધ્ધ સ્વરૂપે મ્યાનમારમાં ભેળસેળ વિના ટકી રહી . વર્તમાનમાં શ્રી સત્યનારાયણ ગોએન્કાજીએ ભારત વર્ષથી શરૂ કરી . અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કરી અનેકને આ માર્ગ દ્વારા ” મુકિત ” નાં પંથે આગળ વધવાની પ્રેરણા આપી .
વિશ્વભરમાં 140 થી વધુ વિપશ્યના સાધના કેન્દ્રો કાર્યરત છે . ગુજરાતમાં નવસારી , અમદાવાદ મહેસાણા ધર્મજ , રાજકોટ , પાલીતાણામાં સાધના કેન્દ્રો કાર્યરત છે . મહુવા અને જૂનાગઢમાં શરૂ થવા જઈ રહ્યા છે . રાજકોટનું ધમ્મકોટ કેન્દ્ર કોઠારીયા રોડ પરના ખોખડદડથી શિફ્ટ થઇ પડધરી રોડ પર ન્યારી – ર ડેમની નીચેના ભાગે રંગપર માં શરૂ થઈ ગયું છે . જે વિશ્વનું શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન મેળવશે . અહીં 10 દિવસથી શરૂ કરી . સતિષઠાન , 20,30,45 અને 20 દિવસ સુધીની શિબિરો યોજાશે . ભાભા ગેસ્ટ હાઉસ વાળા અને વિપશ્યનાના સમર્પિત ટીચર રાજુભાઇ માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર કાર્યરત થયું છે અને વિપશ્યના સાધના નિ:શુલ્ક હોય છે.