આજના યુગમાં ચેપનાં સુક્ષ્મમાં સુક્ષ્મ વિષાણુંને પકડી પાડનાર નેટ પરિક્ષણનો જમાનો છે: ટેસ્ટીંગના આધારે જ ખામીને પકડતા સારવારમાં ઘણી સુગમતા રહે છે: સ્ટુલ, યુરીન અને બ્લડની સાથે ઘણી અદ્યતન મશીનરી દ્વારા પણ શરીરની વિવિધ તપાસ કરાય છે
શકળ સૃષ્ટિના સર્જનહારની જીણામાં જીણી દેણગી એક મોટી કરામત જેવી હોય છે. સજીવ સૃષ્ટિમાં લોહીનું મહત્વ ખૂબ જ હોય છે. માનવીના અંગ, ઉપાંગો અને પ્રત્યાર્પણ સુધી પહોંચી ગયેલું વિજ્ઞાન હજુ લેબોરેટરીમાં રક્ત બનાવી શક્યું નથી. કુદરતની અણમોલ ભેટ રક્તનું બનવું અને તેનું ગંઠાઇ જવું છે. રક્તનું કામ જ શરીરમાં વહેવું છે, શરીરમાં રક્ત બને તો જ જીવન ટકે અને બનેલું લોહી વહેતું રહે તો જ જીવન ધબકતું રહે છે. સાથે સાથ લોહી જામે નહી તો પણ જીવન શક્ય નથી. ઇશ્ર્વરના આશિર્વાદ કહેવાય નહીતર લોહી અકસ્માતે કે લાગવા બાદ નીકળે ત્યારે ગંઠાઇ જતું ના હોત તો શુ થાત? શરીરમાં ફરતાં લોહીને કારણે જ આપણું હૃદ્ય ધબકતું રહે છે અને આપણે પણ !!
નાનું બાળક કે મોટેરા ગમે ત્યારે માંદા પડે ત્યારે ડોક્ટર પ્રથમ ટેબલેટ આપીને રોગ અંકુશ કરવા ટ્રાય કરે છે, પણ જો લાંબો સમય તકલીફ ચાલું રહે તો તે દર્દીની લોહી, સ્ટુલ કે યુરીનની પ્રથમ તપાસ કરીને પછી રીપોર્ટ જોઇને દવા કે સારવાર કરવામાં આવે છે. દર્દીની બીજી કોઇ મુશ્કેલી જણાય તો એકસરે, સોનાગ્રાફી, ઇસીજી, સ્કેન જેવી અદ્યતન મશીન દ્વારા થતી તપાસ કરવામાં આવે છે. આજકાલ મેડીકલ ટ્રીટમેન્ટમાં વિવિધ તપાસનું મહત્વ બહું જ વધી ગયું છે. રીપોર્ટના આધારે થતી સારવારને કારણે દર્દીની ફાસ્ટ રીક્વરી થતી જોવા મળે છે. આજકાલ કોમ્પોનેન્ટ પધ્ધતીને કારણે શરીરમાં જે ઘટકની ઉણપ જણાય તે જ ઘટક બ્લડમાંથી છુટું પાડીને ચડાવાથી ઝડપી રાહત થાય છે જેમ કે ઠઇઈ, અઇઈ, પ્લાઝમા વિગેરે આજે તો એક જ હોલ બ્લડમાંથી ચારથી વધુ દર્દીઓને સારવાર મળી રહે છે.
આજે તો રક્તની વિવિધ સાત હજારથી વધુ તપાસ થાય છે, ત્યારે દર્દીની સમસ્યાને ઓળખવા આ ટેસ્ટીંગ મહત્વનો ભાગ ભજવે છે. શરદી, તાવ, ઉધરસ કે ડાયેરીયા જેવી સામાન્ય તકલીફ જો લાંબો સમય રહે તો પણ ડોક્ટર છેલ્લે વિવિધ તપાસનો જ આશરો લે છે. રક્તનાં દર્દો અને તેની ઉણપ જેવી સમસ્યામાં પણ તેની તપાસ દ્વારા જ ચોક્કસ ખ્યાલ આવી શકતો હોવાથી એનીમિયા, રક્તકણોની અપૂરતી ઉત્પતિ, લોહીમાં ઘટાડો, રક્તકણોનો વધુ પ્રમાણમાં નાશ, હિમોલીસીસ, હિમોફિલીયા, થેલેસેમીયા જેવા વિવિધ સમસ્યામાં આવી તપાસ જ યોગ્ય સારવારના દ્વારા ખોલે છે. બ્લડ બેંકમાં એચઆઇવી ગુપ્તરોગ જેવી વિવિધ તપાસ કરીને જ બ્લડ બીજાને અપાય છે, ઘણીવાર તેમાં પણ ટેસ્ટીંગની કીટની ખામી કે વીન્ડો પિરિયડની સમસ્યાને કારણે દૂષિત લોહી ચડી જવાની ઘટના બની શકે છે પરંતુ હવે અદ્યતન કીટને કારણે 24 કલાકના જ સુક્ષ્મમાં સુક્ષ્મ વિષાણું પકડાઇ જાય છે.
1981થી વિશ્ર્વમાં ઇંઈંટ વાયરસની આજે પણ 2022માં રસી શોધાય ન હોવાથી રક્તમાં તેની તપાસ સૌથી અનિવાર્ય અને ફરજીયાત બને છે. જેને કોઇને બ્લડ ચડે તેને સંપૂર્ણ શુધ્ધ અને સંપૂર્ણ તપાસ સાથેનું બ્લડ ચડેએ જરૂરી છે. આજના યુગમાં મેડીકલ સાયન્સ પ્રગતિ સાથે કરોડોની કિંમતના ચોક્કસ નિદાન કરતાં મશીનોને કારણે તપાસમાં નવો યુગ પ્રવેશી ગયો છે. વિશ્ર્વનાં અદ્યતન દેશોની સાથે જ આપણાં દેશમાં વિવિધ તપાસો, રિપોર્ટ થઇ રહ્યા છે. શરીરની સુક્ષ્મ બિમારી કે સમસ્યાને લોહીની તપાસ પકડી પાડે છે. આપણાં શરીરમાં તત્વોની સામાન્ય રેન્જ હોય તેના કરતાં વધારે કે ઓછું થાય ત્યારે મુશ્કેલી પડતી હોવાથી આ રીપોર્ટ દ્વારા જ ચોક્કસ ખ્યાલ આવી શકતો હોવાથી તબીબ તે રીપોર્ટ કરાવીને જોયા બાદ જ સારવાર આપે છે. મેડીકલ સાયન્સમાં રોજેરોજ નવા સંશોધનો થતાં હોવાથી અને અદ્યતન ટેસ્ટીંગ સુવિધા આવવાથી ડોક્ટર પણ ઝડપથી દર્દીનો રોગ પકડીને તાત્કાલીક સારવાર શરૂ કરતાં ફાસ્ટ રીક્વરી મળતાં પહેલા કરતાં હવે મૃત્યુંદર ઘટવા લાગ્યો છે.
આજે તો રક્તની વિવિધ સાત હજારથી વધુ તપાસ થાય છે ત્યારે અદ્યતન મેડીકલ સારવારમાં ટેસ્ટીંગનું વિશેષ મહત્વ છે: બ્લડ બેંકમાં પણ રક્તદાતા રક્ત આપે પછી તેની વિવિધ તપાસો કરીને પછી જ જરૂરિયાતમંદોને ચડાવાય છે
ન્યુકિલક એસિડ એમ્પિલ ફિકેશન ટેસ્ટીંગ (ગઅઝ) ચેપનાં અતી સુક્ષ્મ જીવાણું પકડી પાડે છે. જે રક્ત ચડાવતા લાગી જતા ચેપનું જોખમ ઘટાડે છે, અને રક્ત મેળવનારને સલામતી બક્ષે છે. વિષાણુઓથી લાગી જતું ચેપ નિવારણ માટેનું નેટએ અત્યંત સંવેદનશીલ રક્ત પરીક્ષણ છે. આ પરીક્ષણથી રક્તમાં જન્મતા અને છુપા રહેતા વિષાણું પકડી શકાય છે. એક્સરે બ્લડ ઇરડિએટરને કારણે રક્ત અને તેના ઘટકો વધુ સલામત બને છે. રક્તદાતાએ આપેલા રક્તમાં ખાસ પ્રકારનાં શ્ર્વેતકણને તે નિષ્ક્રિય બનાવે છે, જેથી તે વધુ સલામત બને છે. નજીકના સ્વજનનું રક્ત ચડાવવાથી ટી.એ., જી.વી.એચ.ડી. જેવા ટ્રાન્સફ્યુઝન સાથે સંકળાયેલા ઘાતક પ્રતિક્રિયાનો ભય પણ ઓછો થાય છે કે દૂર થાય છે. આ તપાસ ખાસ તો ઓછી પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરનાં દર્દી, અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને એક્સ-રે ઇરેડિએટરથી પ્રક્રિયા પામેલું રક્ત ચડાવવું સલામત છે. ગઅઝએ અતિશય સંવેદનશીલ એવી લોહીના નમૂનાની તપાસ પધ્ધતી છે. આ પધ્ધતી ઇંઈંટ-1, અને 2, હિપેટાઇટીસ બી અને સી વાયરસ તથા ઇંઈઅ વાઇરસ લોહીમાં વહે છે કે નહી તેની તપાસ માટે વપરાય છે.
આ અદ્યતન તપાસ લો લેવલના વાઇરસ જીનેટીક મટીરીયલ્સને નેટ પરીક્ષણ તરત જ ઓળખી જતું હોવાથી વિન્ડો પીરીયડના ગાળાને ટુંકો કરી દે છે. આ તપાસના ફાયદાઓમાં વાયરસનો લાગેલો ચેપ 72 કલાકમાં જ કે ચેપ લાગ્યાના દિવસથી ઓળખી કાઢે છે. હાલમાં ઉત્તમ ગુણવત્તાવાળું લોહી પુરૂ પાડવા માટે ગઅઝ એ વૈશ્ર્વિકસ્તરે ઉચ્ચત્તમ ધારા ધોરણને અનુસરે છે. કેટલીક વ્યક્તિનું લોહી યોગ્ય રીતે ગઠ્ઠો બનાવતું નથી જેને કારણે હિમોફિલીયા નામની ગંભીર પરિસ્થિતી ઉભી થાય છે. જ્યારે હૃદ્યની માંશપેશીઓને પોષણ આપતી ધમનીઓમાં લોહી ગંઠાઇ જાય ત્યારે કોરોનરી થ્રોમ્બોસીસ નામે ઓળખાતી હૃદયની અતી ગંભીર બિમારી થાય છે.
ચાર-પાંચ દિવસમાં બિમારીમાં ફેર ન પડે તો બ્લડ રિપોર્ટ કરાવી લેવા હિતાવહ
આજકાલ માનવીઓ વિવિધ બીમારીમાં સપડાય ત્યારે સેલ્ફ મેડીસીન લઇને તાત્કાલીક સારવાર પોતે જ કરી લેતો હોય છે પણ તે અતી જોખમવાળું છે, ડોક્ટરની સલાહ, સારવાર બાદ તેને લખેલી દવા લેવી હિતાવહ છે. જો ચાર-પાંચ દિવસમાં બીમારીમાં કોઇ ફેર ન પડે તો ડોક્ટરને બનાવીને તેની સલાહ મુજબનાં વિવિધ બ્લડ ટેસ્ટ, યુરીન, સ્ટુલ રિપોર્ટ કરાવી લેવા જરૂરી છે. રિપોર્ટ આધારે અપાતી દવા દર્દીને ઝડપથી સાજા કરી દે છે. આજના યુગમાં, મેડીકલ સાયન્સમાં વિવિધ તપાસોનું મહત્વ વધારે છે ત્યારે દર્દીઓએ પણ ડોક્ટરને સાથ આપીને જરૂરી ટેસ્ટીંગ અવશ્ય કરાવી લેવું જે તેના હીતમાં છે. લેબોરેટરી પરીક્ષણો તમારા લોહી, પેશાબ કે ઝાડા જેવી વિવિધ તપાસ કરે છે, તમારા પરિણામો સામાન્ય શ્રેણીમાં આવે છે કે કેમ તે જોવા માટે ટેકનીશિયન તમારા રક્તનું પરીક્ષણ કરે છે. સામાન્ય વ્યક્તિ કરતાં અલગ પડતા પરિબળો ક્યા છે તેની નોંધનો રિપોર્ટ તૈયાર કરે છે. અમુક કિસ્સામાં લેવલ વઘ-ઘટ જોવા દર ત્રણ મહિને કે છ મહિને પણ ફરી રીપીટ જોઇ લેવામાં આવે છે. રિપોર્ટમાં સુધારો જોવા મળતાં ડોક્ટર દવામાં ફેરફાર કરે છે.