આરોગ્યની સંભાળ અને શરીરની દેખરેખ માટે લોકો કસરત કરતા હોય છે જીમ જતા હોય છે અને અનેકવિધ પ્રવૃતિઓ કરતા હોય છે પરંતુ આરોગ્યની સંભાળ માટે ક્યુ ભોજન ક્યારે લેવુ, કેટલા વાગે લેવુ તેની માહિતી હોવી ખૂબ જ જરુરી છે. કોઇપણ સ્કૂલ હોય કે સંસ્થા બ્રેક ટાઇમ રોજ એક જ રહેતો હોય છે. સ્કૂલમાં પણ તમે નોંધ્યુ હશે કે એક નિયમિત સમયે જ બ્રેક પડે છે માટે સમયસર ભોજન લેવાનો અનેરો મહત્વ છે.
ભોજનનો સમય ખૂબ જ મહત્વ ધરાવે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત શિલ્પા અરોરા જણાવે છે કે આપણું શરીર ઇચ્છે છે કે આપણે ગમે ત્યારે ખાય શકીએ પરંતુ આપણે જે જમવવું હોય તેનું પોષણ મેળવવું પણ જરુરી છે. તમારા ખોરાક તમારી આદતોની ઝાંખી દર્શાવે છે. જો તમે નિયમિત એક જ સમયે દરરોજ ભોજન લેતાં હોય તો તેનાથી સ્વાસ્થ્યને તંદુરસ્તી મળે છે માટે જમવા બાબતે સમયની કાળજી રાખવી જોઇએ.
જ્યારે તેમ જમતા હોય ત્યારે શાંતિ જાળવો કારણ કે જ્યારે તમે ઉઠો છો ત્યારે શરીરમાં મેટાબોલિક રેટનું પ્રમાણ વધુ હોય છે સવારમાં ઉઠીને શરીરને નાસ્તાની ખૂબ જ આવશ્યકતા હોય છે માટે સવારમાં બંને તેટલું વહેલી ઉઠીને નાસ્તો કરવો જોઇએ કારણ કે આખા દિવસના થાક, કામ અને કસરત બાદ શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.
જમવામાં ૪ કલાકનો અંતર તો હોવો જ જોઇએ કારણ કે શરીરને મળેલું ખોરાક પચવુ જરુરી છે આ ઉપરાંત મિલ કોર્ષ સાથે હળવો નાસ્તો તેમજ ફ્રૂટ્સ પણ ખાય શકો છો આપણા શરીરમાં બપોરના બાર વાગ્યાથી લઇને ૨ વાગા સુધી પાચનશક્તિ દમદાર હોય છે માટે જ જો તમે ભરપૂર ભોજનનો લ્હાવો લેવા માંગતા હોય તો આ સમય દરમિયાન લેવું હિતાવહ છે. નાસ્તા અને જમવા વચ્ચે ૪ થી ૫ કલાકનો અંતર હોવો જોઇએ જો તમે સવારમાં ૯ વાગ્યે નાસ્તો કરતા હોય તો બપોરનું ભોજન ૧ વાગે લઇ શકો છો. શરીરમાં એક ઘડીયાળ ફીટ થયેલી હોય છે. જે સમયસર કામ કરે છે ઘણી વખત આપણે સમયની ભાન નથી હોતી પરંતુ શરીરમાં ચાલી રહેલું ચક્ર જણાવે છે કે શરીરને ખોરાકની જરુર છે.