- ખેત, ખેતરને પાણી લાવે સમૃઘ્ધિ તાણી
- જૂનાગઢ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ નિષ્ણાંત રમેશભાઇ રાઠોડની ખેડુતોને અવશ્ય જમીન ચકાસણીની ભલામણ
- ખેડ, ખાતરને પાણી લાવી સમૃઘ્ધિ તાણી ખેડુતો માટે ખેડુતની આવક વધારવા ખાતર ખેતી બીયારણની જેમ જમીન ચકાસણીનું ખુબ મહત્વ છે.
ખેડૂતો પોતાના જમીનમાં ઘટતા ઉત્પાદન અથવા તો કોઈ એક જગ્યાએ થતા વધારે ઉત્પાદનને લઈને જમીનની ચકાસણી કરવા માંગતા હોય છે કે જમીનમાં કઈ પ્રકારના પોષક દ્રવ્યો છે જમીનમાં કઈ પ્રકારની પોષકદ્રવ્યો ની જરૂરિયાત પરંતુ ખેડૂતો પાસે આવી કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી કે આ ચકાસણી કઈ રીતે કરવી અને તેના માટે કઈ જગ્યાએ જવું જોઈએ. આ તમામ પ્રકારની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી છે.
જમીનનું પૃથકરણ કઈ રીતે કરવું તેનો નમૂનો લેવાની રીત કઈ ?
જમીનનો નમુનો લેવાની એક પદ્ધતિ નક્કી છે. તેના સિવાયની અલગ પદ્ધતિથી જો જમીનનો નમૂનો લેવામાં આવે તો જમીનના પોષક તત્વો વિશે યોગ્ય રીઝલ્ટ મળતું નથી. ખેતરનો જે ભાગ પ્રતિનિધિત્વ કરતો હોય તે ભાગમાંથી જમીનનો નમૂનો લેવો , પ્રથમ ખેતર વિસ્તાર છે એ જમીનનું બંધારણ , એ જમીનનો રંગ , અગાઉ લીધેલા પાકો , જમીનમાં આપેલા ખાતરો વગેરેને ધ્યાને લઈ અને આપણે સમાનતાના ધોરણે અલગ અલગ ભાગમાં વહેંચણી કરી અને જમીનનો નમૂનો જુદી જુદી જગ્યાએથી એક પૃથક્કરણ માટે લેવો જોઈએ. જમીનનો નમૂનો લેવા માટે જે જમીન ઉપર ઘાસ , કાંકરા હોય તો આ બધા પ્રકારના અવશેષો દૂર કરી જમીનનો નમૂનો લેવો જોઈએ. આ માટે ખાસ પ્રકારનું સાધન જેને ઓગર કહેવાય છે તેનાથી પણ નમૂનો લઈ શકાય અને જો આ પ્રકારનું સાધન ન હોય તો કોદાળી થી 25 સેમીનો અંગ્રેજી ટ આકારનો ખાડો કરવો પડશે. આ ખાડાની સાઈડમાં જે બે થી ત્રણ જાડાઇનો જે થર આવે તે નમૂના માટે લેવાનો છે.આવી જ રીતે અલગ અલગ 10 જગ્યાએથી એક જ ખેતરમાંથી નમૂનો લેવો પડશે.
જમીનનો નમુનો લીધા બાદ કઈ રીતે રાખવું
500 ગ્રામ માટી જે જમીન ચકાસણી માટે મોકલવાની છે તે માટીને પોલીથીન અથવા કાપડની મજબૂત થેલીમાં ભરી અને જમીન ચકાસણીની પ્રયોગ શાળામાં મોકલવાની રહે છે. તેમાં પોતાની વિગત ભરીને મોકલવી તે ખાસ કાળજી લેવી. જેમાં વિગતોમાં ખેડૂતોનું નામ, ગામ, તાલુકો, જીલ્લો, મોબાઈલ નંબર, સર્વે નંબર, પહેલા કયો પાક વાવેતર કર્યો હતો, હવે કયા પાકનું વાવેતર કરવાનું છે , નમુનો કઈ તારીખે લીધો તે સહિતની વિગતો ભરવી જરૂરી છે.
જમીન ચકાસણી ક્યા કરવી
જમીન અને પાણીના પૃથ્થકરણ માટે જે તે ખેતીવાડી વિભાગ દ્વારા જમીન અને પાણીના ચકાસણી માટેની એક લેબોરેટરી હોય છે. જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં , જો માર્કેટિંગ યાર્ડની અંદર સુવિધા હોય તો ત્યાં, આ સિવાય રાજ્યમાં ૠખઋઈ, ૠગઋઈ , ઈંઋઋઈઘ, સાથે જે ખાતરોની કંપની છે તેની પણ પોતાની જમીન પૃથ્થકરણ માટેની પ્રયોગશાળા હોય છે. આ સાથે કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ રસાયણ અને જમીન વિભાગમાં પણ જમીનનું પૃથ્થકરણ થઈ શકે છે.
તેની ફી કેટલી હોય છે
જમીનની અંદરથી તમારે શું પૃથ્થકરણ કરવું છે તે નક્કી હોવું જરૂરી છે કારણ કે તે પ્રકારે જમીન પૃથ્થકરણના ચાર્જ નક્કી થતા હોય છે. જેમાં મુખ્યત્ત્વોનું પરીક્ષણ , સૂક્ષ્મ તત્વોનું પરીક્ષણ કરવું તેના પર આધાર રાખે છે. ઘણી વખત રાજ્ય સરકારની યોજનામાં ફ્રીમાં પૃથ્થકરણ થતું હોય છે. મુખ્ય તત્વોનું પરીક્ષણ 60 રૂપિયાથી 400 રૂપિયા સુધી થાય છે. સૂક્ષ્મ તત્વનું 800 થી 900 રૂપિયા સુધીનું પૃથ્થકરણ થતું હોય છે.
આ પૃથકરણની ઉપયોગીતા શું છે
જ્યારે આ પૃથ્થકરણ કરવામાં આવે છે તો તેના પાછળની ઉપયોગીતા શું છે તે જાણવું હોય તો એક વખત આપણી પાસે સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીનના પૃથકરણના પરિણામો પરથી જમીનની તંદુરસ્તી , જમીનની ફળદ્રુપતા નું પ્રમાણ , જમીનની ઉત્પાદકતા વધારવાના ઉપાયો કરી શકીએ. જમીન પૃથ્થકરણના પરિણામો પરથી કોઈપણ કૃષિ પાકને ક્યા પ્રકારના પોષક તત્વો આપવાના છે તે પણ નક્કી થાય છે. જેમાં ક્યાં પોષક તત્વો ની જરૂર છે અને ક્યાં પોષક તત્વો વધારે પ્રમાણમાં છે તે નક્કી કરી શકાય છે. જમીનની ભૌતિક સ્થિતિ મુજબ યોગ્ય પાકની પણ પસંદગી થઈ શકે છે. ઉત્પાદન વધારવા માટે જમીન સુધારણાના પગલાં પણ ભરી શકાય છે.