વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવાથી વિવિધ લાભો થાય છે. કસ્તુરીનું શિવલીંગ બનાવી તેનું પુજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે. પુષ્પના શિવલીંગથી ભૂમિ લાભ થાય છે. પલાળેલી અનાજના શિવલીંગ બનાવી પૂજન કરવાથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે રક્ષા (વિભૂતિ) ના શિવલીંગથી શાંતિ મળે છે.

ફળના શિવલીંગથી ઇચ્છીત ફળની પ્રાપ્તી થાય છે  માખણ શિવલીંગ અથવા ઘીના શિવલીંગથી યશ, કીર્તિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.ઘણા બ્રહ્મદેવો પોતાને હાથે રોજ માટીનું શિવલીંગ બનાવી તેનું પુજન કરે છે. જેને પાર્થેશ્ર્વર કહે છે. અને તેની પૂજા કરી જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. આનાથી અકાળ મૃત્યુ થતું નથી તથા મોક્ષની પ્રાપ્તી થાય છે. અકાળ મૃત્યુ નિવારણ માટે આ શ્રેષ્ઠ ફળ છે.શિવલીંગ પર વેદોકત પુરૂ ખસૂડતથી અભિષેક, પૂજન, અર્ચન પણ થાય છે. જેને મહાપૂજન કહેવામાં આવે છે. આ ઉ૫રાંત શ્રાવણ માસમાં રૂદ્રાભિષેક થાય છે, જેને પણ મહાપૂજા કહેવાય છે ઘણા લોકો અધિક માસમાં પણ ઉપર મુજબ પૂજા અભિષેક કરે છે.

દરરોજ મૃત્યંજય મંત્ર સાથે કાળા તલ શિવલીંગ પર ચડાવવાથી પનોતીથી પીડા નડતી નથી.નર્મદા નદીનાં દરેક કંકર એટલા શંકર મનાય છે. એ માટે એક લોકવાયકા એવી છે કે નર્મદાના જળમાંથી કંકર (પથ્થર) મળે તેને ભારોભાર અક્ષત (ચોખા) થી તોલવામાં આવે અને બે ત્રણ વખત તોલતા ચોખાના ઘણા વતા ઓછા થતા રહે છે તો તે શિવલીંગ ખુબ જશુકનવંતુ મનાય છે.

સુવર્ણના શિવલીંગથી મુકિત મળે છે. અષ્ટાધાતુના શિવલીંગમાં પૂજનથી સર્વ સિઘ્ધિ પ્રાપ્ત થાય છે.દ્રાક્ષને નિચોવી એના મસ્કાના શિવલીંગ બનાવવાથી લક્ષ્મી મળે છે.આયુષ્યની વૃઘ્ધિ માટે હિરાના શિવલીંગની પુજા થાય છે. ઘરમાં રોગ ચાલતો હોય અથવા તો વ્યકિતગત કે કૌટુંબિક અશાંતી છવાયેલ હોય તો મોતીના શિવલીંગની પૂજા કરવામા: આવે છે. હિત શત્રુના નાશ માટે પ્રવાસનાં શિવલીંગની પૂજા થાય છે.જે લોકોના ધંધામાં લાખો કરોડોનો બીઝનેસમાં પૈસાની હેરાફેરીમાં કયારેય મોટા આર્થિક ફટકાઓ પડે છે. લક્ષ્મી સ્થિર રહેતી નથી આથી લક્ષ્મીને સ્થિર રાખવા તથા તેની વૃઘ્ધિ માટે સોનાના શિવલીંગની પણ પૂજા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.