ચારેય સોમવારે મહાદેવની પુજા કરવાથી સંસારના બધા જ સુખોની પ્રાપ્તિ થાય છે
શ્રાવણ મહિનાના ચારેય સોમવારે મહાદેવજીની પૂજામાં ‘શિવમુષ્ઠિ’ અને‚ મહત્વ રહેલું છે આ વર્ષે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવશે. તા.૫ ને પ્રથમ સોમવારે મહાદેવજીને ચોખા ચડાવી પૂજન કરવાથી સર્વ મનોકામના સિધ્ધ થાય છે. એક મુઠી ચોખા ચડાવવા તા.૧૨ને બીજા સોમવારે કાળાતલ ચડાવી પૂજન કરવું સર્વગ્રહ શાંતી થશે. તા.૧૯ને ત્રીજા સોમવારે એકમુઠી મહાદેવજીને મગ ચડાવી પૂજન કરવું સંસારીક સુખોમાં વધારો થશે. તા.૨૬ને ચોથા સોમવારે એકમુઠી મહાદેવજીને જવ ચડાવી પૂજન કરવુ આરોગ્ય સારૂ થશે.
આમ ચારેય સોમવારે અનુક્રમે ચોખા, કાળાત, મગ અને જવ ચડાવી પૂજન કરવું આ શિવ પૂજનને શિવમુષ્ઠિ કહેવામાં આવે છે. એટલે કે એક મુઠી એક દ્રવ્ય ચડાવવું ચારેય સોમવાર મહાદેવજીની પૂજા કરવાથી સંસારના બધા જ સુખોની પ્રાપ્તી થાય છે.
શિવલિંગનું મહત્વ
આપણા સમાજમાં શિવ લિંગ વિશે અલગ અલગ ગેર માન્યતા પ્રવૃતિ રહી છે. પરંતુ શ્ર્લોક પ્રમાણે જોઈએ તો શિવલિંગનું મહત્વ આ પ્રમાણે છે.
મૂલતો બ્રહ્મ રૂપાય એટલે કે શિવલિંગ ત્રણ ભાગમાં વહેચાયેલ છે. મૂળમાં કે જે ભાગ જમીન અંદર છે તો નીચેના ભાગમાં આધાર સ્વરૂપે બ્રહ્માજી છે. મધ્યે તો વિષ્ણુ રૂપાય શિવલિંગના બે ભાગ પૂજા માટે જમીન ઉપર રહે છે. જેમા મધ્ય ભાગમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે.
અગ્રત શિવ રૂપાય શિવલિંગનો ઉપરનો ભાગ સ્વયં મહાદેવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોની પૂજા આવી જાય છે.