ભારતમાં ઘણી સંસ્કૃતિનો મેલ છે બધી જ સંસ્કૃતિની પોતાની માન્યતાઓ છે. પરંતુ બધા નો હેતુ પ્રેમ અને કરુણા છે. બસ તેને નીભાવવાનો તરીકો અલગ-અલગ છે. જેથી જ ભારતમાં વિવિધ તહેવાર મનાવાય છે. કેટલા બધા નવા વર્ષ આપણા દેશમાં ઉજવાય છે અને એક નહીં પરંતુ ઘણા બધા કેલેન્ડરને દેશમાં અનુસરાય છે.

બધા ધર્મના અલગ-અલગ મહિના છે. એમા ઘણી બધી પરંપરા પણ સામેલ છે. પરંતુ દરેકનો ઉદેશ્ય ખુશી અને એકતા છે. એવી જ રીતે રમઝાનનું એક અનેરું મહત્વ છે. જે મુસ્લિમ દેશોમાં જોર-શોરથી ઉજવાય છે અને ભારતએ બીનસાંપ્રદાયીક દેશ છે તેથી અહીં ઉત્સવરુપે ઉજવાય છે.

– રમઝાનનો મહીનો શું છે ?

ramzanઆ મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન મહિનો છે. તેમાં નિયમો બહુ જ કઠીન હોય છે. રમઝાનના મહીનાને બહુ જ પવિત્ર મનાય છે. જે મુસ્લિમ કેલેન્ડર મુજબ નવમો મહિનો છે. મુસ્લિમ ધર્મમાં ચાંદનું મહત્વ વિશેષ હોય છે. ઇસ્લામ કેલેન્ડર મુજબ મહિનાના દિવસોમાં ચાંદને અનુસરી ગીત  ગવાય છે. જે ૩૦ કે ૨૯ હોય છે. દર વર્ષ અંગ્રેજી કેલેન્ડર મુજબ રમઝાનનો મહિનો ગયા વર્ષ કરતા ૧૦ દિવસ અગાઉ આવે છે.

– રમઝાનના મહિનાને પવિત્ર મનાય છે આખો મહિનો મુસ્લિમ એરીયામાં ચમક-દમક અને શોર-શરાબો રહે છે. બધા જ અંદરો અંદર પ્રેમથી મળે છે. જૂના રાગ દ્વેશને ભૂલીને ભાઇની જેમ એકબીજાને ગળે મળી રમઝાન મહિનો મનાવે છે.

વર્ષ ૨૦૧૮માં રમઝાન ૧૫ મે મંગળવારથી સાંજેથી શરૂ થઇ ૧૭ જૂન ગુરુવાર સાંજે ખત્મ થશે.

– રમઝાનનો ઇતિહાસ :

આ પાક મહિનાને “शब ए कदर” કહેવાય છે. માન્યતા એ છે આ દિવસે અલ્લાહ એ તેમના અનુયાયોને ‘કુરાન શરીફ’થી નવાઝ્યા હતા. તેથી જ આ મહિનાને પવિત્ર મનાય છે. અને અલ્લાહ માટે રોઝા અદા કરાય છે. જેને મુસ્લિમ પરિવારનો નાનાથી લઇ મોટા સદસ્ય પુરેપુરી નિષ્ઠાથી નીભાવે છે.

– રમઝાનમાં રોઝા કેવી રીતે કરાય છે ?

રમઝાનમાં રોઝા અલ્લાહની ઇબાદત સમાન મનાય છે. રોઝા કરવાના નીયમ હોય છે.

સહરી : સહરીનું બહુ મહત્વ હોય છે. સાવરે સુરજ ઉગે તે પહેલા દોઢ કલાક અગાઉ ઉઠીને થોડુક જમવાનું હોય તો જ રોઝા ચાલુ થયા કહેવાય પછી આખો દિવસ બીજુ કઇ ખાઇ પીઇ શકાતુ નથી.

hym16Ramzanઇફ્તાર : સાંજે સુરજ ડુબે તેના  થોડા સમયના અંતરાલે થોડુક કાંઇક ખાઇને રોઝાને ખોલાય છે. જેનો સમય નિશ્ર્ચિત હોય છે.

તરાવીહ : રાત્રે એક નિશ્ર્ચિત સમયે તવારીહની નમાઝ અદા કરાય છે. લગભગ ૯ વાગે, સાંજે જ મસ્જીદોમાં કુરાન વંચાય છે. આવું આખો મહિનો ચાલે છે. અને ચાંદ મુજબ ૨૯ કે ૩૦માં દિવસે ઇદનો જશ્ન મનાવાય છે.

 

– રમઝાનના નિયમો :-

 

નિયમો બહુ જ કઠીન હોય છે, એવું મનાય છે. માણસ અને અલ્લાહ વચ્ચે રમઝાન થી દૂરી ઘટે છે. અલ્લાહમાં વિશ્ર્વાસ દદ્ર થાય છે.

૧. અલ્લાહનું નામ લેવાય છે. અને કલામ વંચાય છે.

૨. ખરાબ અને ગંદી આદતો દૂર રહેવું પડે છે. અને કોઇપણ પ્રકારનો નશો પ્રતિબંધ હોય છે. ખરાબ બોલવું, સાંભળવું અને જોવા પર સખ્ત પ્રતિબંધ હોય છે.

૩. મારકુટ કરવી કે ઝઘડો કરવો પણ નીયમોનું ઉલ્લંઘન મનાય છે.

૪. મહિલાઓ પ્રતિ સારી ભાવના રખાય છે. અને મહિલાઓને સેક્સીથી મુક્તિ અપાય છે. પરાઇ સ્ત્રીને જોવી કે અડવી પણ મોટુ પાપ ગણાય છે.

૫. દાનનું વિશેષ મહત્વ હોય છે. જેને ‘જકાત’ કહે છે. બધા શ્રધ્ધા કે સ્થિતી મુજબ દાન અને નેક કાર્ય કરે છે.

૬. अस्त्गफर કરે છે. લોકોને ગુનાહ માનવાનું કહેવાય છે. પોતાની ભૂલની માફી માંગી શકે છે. જેથી દિલ પર ભાર ઓછો થઇ જાય છે. ભૂલનો અહેસાસ થવાથી આગળ ભૂલ નથી કરતા.

૭. જન્નતની દુઆ કરે છે. જેને जन्नतुल फिरदोस ની દુઆ કહેવાય છે. જેને જન્નતનું સૌથી ઉંચુ સ્થાન કહેવાય છે.

-રોઝામાં છુટ :

1526536767 ramzan 1મુસ્લિમ મા પરિવારના દરેક વ્યક્તિ રોઝા રાખે છે. પરંતુ વિશેષ કારણો હોય તો તેમને છૂટ અપાય છે.

૧. ૫ વર્ષી નાના બાળકોને રોઝા માંથી છૂટ મળે છે.

૨. બહુ જ મોટી ઉંમરના વૃદ્ધોને છૂટ મળે છે.

૩. કોઇ બીમાર હોય તો છૂટ મળે છે.

૪. ગર્ભવતી અને બાળકને દૂધ પીવડાવતી મહિલાને રોઝાની મનાય હોય છે.

– રમઝાન મહિનાનું મહત્વ :

Jama Masjid PTIરમઝાન લોકોમાં પ્રેમ અને અલ્લાહને પ્રતિ વિશ્ર્વાસ જગાડવા માટે મનાવાય છે, સાથે જ ધાર્મિક રીતોથી લોકોને ખરાબ કાર્યોથી દૂર રખાય છે. દાનનું વિશેષ મહત્વ હોય છે. જેને ‘જકાત’ કહેવાય છે. ગરીબને પણ જકાત દેવી જરુરી છે.

ઇસ્લામ ધર્મ મુજબ મુસલમાનનો મતલબ “मुसल-ए-इमान” થાય છે. જેનો અર્થ છે, “જેનુ ઇમાન પાકુ છે તે”  જેના મુજબ તેમણે અમુક નીયમો સમય સાથે પુરા કરવાના હોય છે. ત્યારે તે સાચે જ મુસલમાન કહેવાય છે. તેમાં સામેલ છે. ૧. અલ્લાહનું અસ્તીત્વમાં વિશ્ર્વાસ ૨. નમાજ ૩. રોઝાં ૪. જકાત ૫. હજ, આ બધા જ દાયીત્વ નીભાવે ત્યારે જ તે વ્યક્તિને સાચો મુસલમાન કહેવાય છે. રમઝાન એ બરકતનો મહીનો છે. આ મહિનામાં ઘન આવે સાથે જ એકતાનો ભાવ વધે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.