દરેક ગુજરાતીના ઘરે સરળતાથી મળી આવતી આ સામગ્રી જે તમારા સ્વાસ્થયને ખાસ લાભ આપી શકે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેનો ઉપયોગ દરેક પવિત્ર પ્રસંગોપાત લેવાતી આ સામગ્રી. તેવું આ દહીં. જો ઇતિહાસ પ્રમાણે જાણવામાં આવે તો દહીં આશરે ૫૦૦૦ વર્ષ સૌ પ્રથમ વખ્ત કરવામાં આવ્યું હતું. દહીં તે અનેક રીતે આહાર સાથે ખૂબ સરસ રીતે જોડાય જાય છે. તેમાં સલાડ તેમજ મીઠાઇ. સાથે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક શુભ આરંભમાં ખાસ કરી લેવાતું આ દહીં. ભારતમાં અનેક વાનગીમાં વપરાતું અને ગુજરાતી ઘરે આહાર સાથે લેવાતું. તો શું તમને દહીં ભાવે છે? જો તમે આહારમાં દરરોજ દહીં લેતા હશો તો તમારા સ્વાસ્થ્યને થશે વિશેષ ફાયદા.
દહીં અને સ્વાસ્થ્યનો સંબંધ :-
- દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ તેમાં ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
- તેને રોજિંદા આહાર સાથે લેવાથી તમારી પાચન ક્રિયા પણ સુધરે છે.
- દહીં આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડનું ઉત્પાદન વધારે છે, જે બદલામાં આપણા પાચન, ખનિજ અને વિટામિન શોષણને સુધારે છે.
- શરીરમાં કોલોસ્ટ્રોલની માત્રને તે નિયંત્રણમાં રાખે તેવું આ દહીં.
- દહીં તે વિટામિન સી તેમજ વિટામિન ડીથી ભરપૂર હોય છે, તેનાથી અનેક રોગોને તેમજ ત્વચાની દરેક સમસ્યાને પણ સમાધાન મળશે.
તો જો તમે દહીં ના લેતા હોય તો આજથી તમારા આહારમાં કરો તેને શામિલ તે આપશે તમારા સ્વાસ્થ્ય ખાસ ફાયદા અને તમને કેટલું દહીં લ્યો છો તે કોમેન્ટ જણાવો.