આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ… ની ચોમાસાના વરસાદ ની સમર્થ હતા બતાવવામાં આવી છે પરંતુ ચોમાસાના ચાર મહિનામાં ભાદરવા મહિનાના વરસાદના પાણીનું મહત્વ જ કઈ ઓર જ છે, ચાલુ વર્ષે જ ચોમાસાએ આરંભે શૂરાની જેમ શરૂઆતમાં ભારે પાણી વરસાવી દીધું પછી ખેંચાયેલા વરસાદ થી લોકોના જીવ અધ્ધર ચડી ગયા હતા અને મોલાતો મુરજાવા લાગી હતી ત્યાં જ સમયસર આવેલા વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું ભાદરવા મહિના નું ધાર્મિક મહત્વ છે તેવી જ રીતે વરસાદની સાઇકલમાં પણ ભાદરવાની પીઢ જિદ્દીઅને ચોમાસાના છેવટના મહીના ના કારણે વૃદ્ધગણાય છે અને કહેવત છે કે ભાદરવોપડે ત્યાં અનરાધાર પડે વળી ભાદરવા ને ચોમાસાના તમામ મહિનામાં વડીલ નો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે આ રૂપક મુજબ જ ભાદરવા નો વરસાદ જ આગામી વર્ષ માટે નું ભાથું બની રહે છે સૌરાષ્ટ્રમાં પણ ભાદરવા નો વરસાદ રામ મોલમાટે તો સંજીવની બની રહ્યો છે પરંતુ મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ જતા યુવાનના પાણીની સમસ્યા પણ ઉકેલાઈ જવા પામી છે ભાદરવાના વરસાદથી જ આવતા વર્ષ નું પાણી અને સિંચાઇની જરૂરિયાત પૂરી થાય છે ભાદરવાના પાણીને જ સાચી સંપત્તિ નું રૂપક આપવામાં આવ્યું છે
ચોમાસાની વરસાદની ખેંચ ભાદરવામાં જ પૂરી થઈ જાય અને ભાદરવાના તમામ નક્ષત્રો જ્યાં પડે ત્યાં ભરપૂર પાણી વરસાવે છે ભાદરવા નું પાણી જ ચોમાસુ મોલાત, શિયાળુ મોલાત, જળાશયો નું પૂરેપૂરું પેયજળ ઉપરાંત વરસાદના પાણીથી તરબતર થયેલી આખું વર્ષ પાણીથી તરશી રહેલી નદીઓ જળાશયો અને જમીન માં ભાદરવા નું પાણી જ ઊતરતું હોવાથી ભાદરવા નો વરસાદ બે વર્ષનું તરભાણું ભરનાર ગણાય છે. આ વર્ષે પણ પ્રારંભિક વરસાદના હાએકલાઅને લાંબા સમયનાં વિરામથી ઊભી થયેલી ચિંતા ભાદરવાના વરસાદે અંતે દૂર કરી દીધી છે ભાદરવા માં વરસેલો વરસાદ જ પાણીની જરૂરિયાતો પૂરી કરી શકે..