અમેરિકાની બેવડી નીતિની ટીકા કરતું ઈરાન: અણુ કાર્યક્રમો આગળ વધારવાની ઈરાન સરકારે આપી લીલીઝંડી
અફઘાનિસ્તાનનાં વિકાસમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા
ઈરાન પરનાં પ્રતિબંધનાં કારણે ભારતની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. કારણકે ઈરાનથી ક્રુડની આયાત અને અફઘાનિસ્તાન માટે સ્ટ્રેટેજીક મહત્વ ભારત માટે ખાંડાની ધાર સમાન સાબિત થયું છે. ભારત દેશ દ્વારા અફઘાનિસ્તાનનો વિકાસ ખુબ જ સારી રીતે થયો છે તેમ યુ.એસ. સ્થિત અફઘાનિસ્તાનનાં રાજદૂતે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતે હરહંમેશ તમામ ક્ષેત્રે કુટનીતિમાં વિજય પ્રાપ્ત કર્યો છે જેની વિશ્વ આખાએ નોંધ પણ લીધેલી છે. ચાબહાર પોર્ટ હોય કે ઈરાન પાસે તેલની ખરીદી કે પછી અફઘાનિસ્તાનનો વિકાસ આ તમામ ક્ષેત્રે ભારતની ભૂમિકાએ અમેરિકાને ઝુકાવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે.
૨૦૧૪માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે અફઘાનિસ્તાનને ઓફિશીયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હતું તે એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારત તેનાં સંબંધો અફઘાનિસ્તાન, ઈરાન સાથે સુમધુર રાખવા માટે પ્રયત્નશીલ છે જેની વિશ્વ આખામાં નોંધ પણ લેવાઈ છે. હાલ ઈરાનમાં ક્રિશ્ચિન અને મુસ્લિમ વચ્ચેનો વિવાદ ખુબ જ વકર્યો છે તેમાં પણ અમેરિકી સૈન્ય ઈરાનમાં તૈનાત થઈ જતાં કયાંકને કયાંક ઈરાનમાં શાંતી હણાઈ ગઈ હોય તેવું વાતાવરણ પણ ઉદભવીત થઈ રહ્યું છે. આ સ્થિતિને જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, આ તમામ મુદ્દે ભારતનું વલણ કેવું રહેશે. કારણકે કયાંકને કયાંક ભારતનું દબાણ પણ અમેરિકાને ઝુકવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
અમેરિકાએ ઈરાન પર મુકેલા આર્થિક પ્રતિબંધોથી ઈરાનનું તેલ કારોબાર એકાએક ઠપ્પ થઈ રહ્યું છે ત્યારે ઈરાન પણ અમેરિકા સામે ઝુકવાને બદલે વધુ આક્રમક તેવરમાં આવી ગયું હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી અણુપ્રસાર સંધી માંથી હટી જવાની તૈયારી કરી રહ્યું હોય તેવું સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ પ્રમુખ ગત વર્ષમાં અણુપ્રસાર સંધી માંથી દુર થવાની જાહેરાતનાં બરોબર એક વર્ષ બાદ ઈરાને પણ અણુસંધીમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે.
ઈરાનનાં રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીને ટાંકતા જણાવાયું હતું કે, બ્રિટેન પ્રમુખ, ફ્રાંસ અને જર્મનીનાં નેતાઓને અને ઈરાન અણુસંધીમાંથી શા માટે ખસી જવું પડયું છે. ઈરાનનાં વિદેશમંત્રી જાવેદ જરીફે યુરોપીયન સંઘને પત્ર પાઠવી ઈરાનની ઈચ્છાશકિત વ્યકત કરશે. ઈરાન તેનાં યુરેનીયમ સવર્ધનનો કાર્યક્રમ ફરીથી શ‚ કરશે જેમાં અમેરિકાએ ઈરાન ઉપર દબાણ વધારવા અમેરિકા દ્વારા યુદ્ધ જહાજો રવાના કરવાના બીજા જ દિવસે ઈરાને તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સંયુકત રાષ્ટ્ર મહાસંઘનાં અધિકારીઓએ ખાતરી આપતાં જણાવ્યું હતું કે, ઈરાન હજુ ૨૦૧૫માં થયેલી અણુપ્રસારસંધીને વળગી રહ્યું છે તેને પોતાનાં અણુકાર્યક્રમોને પણ સ્થગિત કરી દીધા છે. અમેરિકા દ્વારા મુકવામાં આવેલા ઈરાન પરનાં પ્રતિબંધથી ઈરાન આર્થિક કટોકટીની દિશામાં ધકેલાઈ રહ્યું છે. ઈરાને અમેરિકાનાં પ્રતિબંધો નિયમ વિરુઘ્ધનાં હોવાનું જણાવી પોતાનાં કાર્યક્રમો ઘણાં સમયથી બંધ હોવાનું જણાવ્યું હતું.ગત અઠવાડિયામાં અમેરિકાએ ઈરાન પાસેથી માલ મંગાવવાની મનાઈ ફરમાવી દીધી હતી. ઈરાને રશિયા સાથે વેપાર અને યુરેનીયમનાં વિકાસ માટે નજર દોડાવી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા સરકારની ઈરાન સાથેની સંધીને ખારીજ કરી દીધી હતી. બીજી તરફ અમેરિકાનું યુદ્ધ જહાજને અખાતનાં દેશો તરફ રવાના કરી દેવામાં આવ્યું છે અને કેટલીક યુદ્ધ પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ઈરાનનાં સુરક્ષા સલાહકારે અમેરિકાની બેવડી નીતિની ટીકા કરી છે. ઈરાન હવે અણુ કાર્યક્રમો આગળ વધારવા પણ તૈયાર થયું છે. સાથોસાથ યુદ્ધ વિમાનો પણ તૈયાર કરી રહ્યું છે. ટ્રમ્પ સરકાર ઈરાકમાં પડેલા ૫૨૦૦ સૈનિકોને સાબદે કરવામાં આવ્યા છે. હાલ ઈરાકમાં અત્યારે આઈએસનાં લોકો સામે અમેરિકાનાં જવાનો લડી રહ્યા છે ત્યારે ટ્રમ્પને ઈરાકનાં સતાવાળા સાથે પણ અત્યારે ઈરાન મુદ્દે વાકુ પડયું છે.
અમેરિકા કોઈપણ રીતે ઈરાન પર દબાણ વધારવા પુરેપુરી તાકાત લગાડવાના મુડમાં છે ત્યારે તેની સામે ઈરાન પણ ઝુકવવા માંગતું ન હોય તેમ અણુપ્રસાર પ્રતિબંધમાંથી હટી જવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની સરકારે ઈરાન સાથેનાં સંબંધો શાંતીપૂર્ણ બનાવવાનું વલણ અપનાવ્યું હતું અને ઈરાન સાથે અણુકાર્યક્રમો સ્થગિત કરવા સંધી પણ કરી હતી ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારતની આ અંગેની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. કારણકે અફઘાનિસ્તાનનું સ્ટ્રેટેજી મહત્વ એટલું જ મહત્વનું છે. અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલો વિકાસ પણ એટલો જ ચર્ચામાં છે.
અફઘાનિસ્તાનમાં શાંતીનું વાતાવરણ બનાવી રાખવા માટે ભારત સહિત યુ.એસ., રશિયા અને ઈરાન પણ કાર્યરત છે ત્યારે અમેરિકા સ્થિત અફઘાનિસ્તાનનાં રાજદુત જલમય ખલીલઝાદે ભારતને આવકાર્યું હતું અને તેમનાં દ્વારા કરવામાં આવેલા વિકાસને પણ એક મહત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો હતો.