ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુન ત્રિમાસિકની ખાદ્ય વધી જીડીપીના ૨.૪ ટકાએ પહોંચી
ચાલુ ખાતાની ખાદ્ય ઘટાડી, ઘટતા જતા રૂપીયાના મૂલ્યને નિયંત્રિત કરવા સરકારનો નિર્ણય
સરકારે જેટ ઈંધણ, એસી, ફ્રીઝ, ટીવી અને મોબાઈલ ફોન સહિત ફુટવેર, વોશિંગ મશીન, ડાયમંડ જેવી ૧૯ આયાતી વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડયુટી વધારી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર અનાવશ્યક વસ્તુઓની આયાત ઘટાડવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે વિશ્ર્લેષકોનું માનવું છે કે, આયાતી વસ્તુઓ પરની ડયુટી વધતા માર્કેટની ડામાડોળ સ્થિતિને નિયંત્રિત કરી શકાશે અને ચાલુ ખાતાની ખાદ્ય ઘટાડી શકવામાં પણ મદદ મળશે.
ખાદ્ય એટલે આયાત અને નિકાસમાં રહેલો તફાવત. આ તફાવને ઘટાડવા સરકારે ઈમ્પોર્ટ ડયુટી વધારી છે અને આપણું ડુંડીયામણ વધુમાત્રામાં વિદેશમાં ન જવા દેવાના તપાસોને પણ આ નિર્ણયથી મદદ મળશે. જોકે, ઈમ્પોર્ટ ડયુટી વધતા વધુ વિદેશી હુંડીયામણની આવક થશે જેથી રૂપીયાને મજબુત બનાવવામાં પણ મદદ થશે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુન સુધીના ત્રિમાસિકમાં ખાદ્ય વધીને જીડીપીના ૨.૪ ટકાએ પહોંચી ગઈ છે. જે વર્ષના અંત સુધીમાં ૨.૮ ટકા થઈ જશે તેવી ધારણા છે. આ વધતી જતી ખાદ્યને પુરવા સરકાર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.
સરકારે જે ૧૯ વસ્તુઓ પર આયાત કર વધાર્યો છે. જેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, મોબાઈલ ફોન, એસી, ફુટવેર, ડાયમંડ, સ્પીકર, રેડિયલ કાર ટાયર, ટેબલ વેચર અને શુટકેશ તેમજ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો સમાવેશ છે. જે મોંઘી થશે. નાણામંત્રાલય મુજબ આ બધી ચીજ વસ્તુઓનું આયાત બીલ ગયા વર્ષે રૂપીયા ૮૬૦૦૦ કરોડનું રહ્યું હતું જે ઘટાડયા ઈમ્પોર્ટ ડયુટી લદાઈ છે.