એસી, ફ્રીજ, વોશિંગ મશીન અને હવાઇ મુસાફરી સહિતની ચીજ-વસ્તુઓ મોંધી થશે
સોના સિવાયની આયાતી વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડયુટી વધારવાથી ભારતમાં ૧૯ વસ્તુઓ મોંધી થશે. આમ હુંડીયામણની ખાદ્ય ઘટાડવા અને રૂપિયાના મુલ્યને વધારવા માટે કવાયત કરવામાં આવશે કેન્દ્ર સરકારે આજે ૧૯ ચીજ વસ્તુઓ પરની કસ્ટમ ડયુટીમાં ૨.૫ ટકાથી માંડીને ૧૦ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજથી એર કંડીશનર, ફ્રિજ, વોશિંગ મશીન, સ્પીકર્સ, કારના રેડીયેટર્સ, નોન ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ અને રસોડામાં વપરાતી વસ્તુઓ મોંધી થશે. મોટરના રેડીયલ ટાયર તથા પ્લાસ્ટિકની કેડપીક ચીજ વસ્તુઓની આયાત પરની કસ્ટમ ડયુટીમાં વધારો કરી દેવાયો છે. એસી અને ફ્રીજ ઉપરની ડયુટી વધતા બમણી કરી દેવામાં આવી છે.
આયાતની સામે નિકાસ વધુ ન હોવાને કારણે વિદેશી હુંડીયામણ વધુ ચુકવવુેં પડયુ હોવાને લીધે હુંડીયામણની આવક કરતા ખર્ચ વધતા તેને અંકુશમાં લેવા માટે ડયુટીમાં વધારો કરવામાં આવ્યો છે. કસ્ટમ ડયુટી હેઠળ આવરી લેવામાં આવેલી આ વસ્તુઓને કારણે ગયા નાણાંકીય વર્ષમાં ભારતે રૂ.૮૬ હજાર કરોડનું હુંડીયામણ ચુંકવવું પડયું હતું.
કસ્ટમ ડયુટીમાં વધારો કરવાથી આ વસ્તુઓની આયાતમાં ઘટાડો થશે તેની પાછળનો ખર્ચ સરભર કરી શકાશે. ફ્રુડ ઓઇલમાં વધી રહેલા ભાવને કારણ તેની આયાત કરવા માટે ભારત જંગી ખર્ચ કરવો પડી રહી હોવાથી ખર્ચ વધી રહ્યો છે.
પ્રિમાીસક ગાળામાં આયાત ખર્ચ વધી રહ્યો છે. આયાત ડયુટીમા વધારો થતાં પગરખા, રેડીયલ કાર ટાયર, એર કંડીશનર, રેફ્રીજરેટર્સ, વોશિંગ મશીન, ફ્રીજ એસીના કમ્પ્રેશર, સ્પીકર્સ, બીન ઔઘોગિક હીરા લેબમાં બનાવેલા હીરા, ધેસેલા જેમ સ્ટોન શાવર બાથ, વોશબેશિન, પ્લાસ્ટિક બોસક બોટલ્સ, ટેબલવેર, કિચનવેર, પ્લાસ્ટીક સ્ટેશનરી, ફર્નીચર ફિટીંગ્સ, ડેકોરેટીવ શિટસ, સ્યુટકેસ, એવિએશન ટર્બાઇન ફયુઅલ ઉપર આયાત ડયુટી લાગશે. છેલ્લા કેટલાક દિવસોથી બજાર સતત પડી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા થઇ રહ્યા છે. અને જેને કારણે ડોલરની સામે રૂપિયાનું મુલ્ય ઘટીને ૭૨.૯૧ ની સપાટીએ આંબી ગયો હતો પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા હોવાને કારણે આંતરરાષ્ટ્રીય હુંડીયામણ બજારમાં ભારતીય રૂપિયાના મુલ્યમાં ઓગસ્ટ ૨૦૧૮ થી ૨૬મી સપ્ટેમ્બર સુધીમાં ૬ ટકાનું ગાબડુ પડયું છે. સરકારનો આ નિર્ણય બુધવારે રાત્રે ૧ર વાગ્યાથી અમલી થઇ ચુકયો છે. આ નિર્ણયથી બીનજરુરી ચીજોની આયાત અટકશે. અને ડોલરની ખપત ઘટશે સાથે જ જોક ઇન ઇન્ડિયાના અભિયાનને પણ પ્રોત્સાહન મળશે ભારતના આ નિર્ણયથી ચીનની મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી પર પડશે જયાંથી ભારતમાં મોટા પાયે નિકાસ થાય છે.