સૌથી વધુ સોનાની ખરીદી કરતું વિશ્ર્વનું બીજા નંબરનું દેશ બન્યું ભારત

સોના કિતના સોના હૈ…

વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો સોના, ચાંદી, કાચા માલ, ઈલેકટ્રોનીકસ આઈટમો જેવી વસ્તુઓ માટે અન્ય દેશ પર આધારીત રહેતા હોય છે. એવામાં દાણચોરીની ઘટનાઓ પણ થતી જોવા મળે છે. જેને પગલે સરકારે સોના સિવાયની આયાતી વસ્તુઓ ઉપર ટેકસ વધારવાનો નિર્ણય લીધો છે.

માટે અમુક પ્રકારના સ્ટીલ, ઈલેકટ્રોનિકસ આઈટમો અને કિંમતી ધાતુ તેમજ પથ્થરોની આયાત માટે ભારતીઓએ ઉંચો ટેકસ ભરવાનો રહેશે. ઈમ્પોર્ટ ડયુટી પરના ટેકસ વધારામાંથી સોનાને બાકાત રાખવામાં આવ્યું છે. તેથી વિદેશથી મંગાવાતા સોનાની આયાત માટે હાયર ટેકસના નિયમો લાગુ પડશે નહીં.

સરકારે આયાતી વસ્તુઓ ઉપર ટેકસનું ભારણ ચીન અને અમેરિકા વચ્ચે મંગાવાતી વસ્તુઓ ઉપર નિયંત્રણ મેળવવા માટે લગાવ્યું છે પરંતુ બંને દેશો દ્વારા લગાવેલા ટેરિફને કારણે આયાતી વસ્તુઓ પર અસર પડી શકે છે. મોટાભાગના સોની ઘરેણા બનાવનાર લોકો વિદેશથી કાચા માલ મંગાવી ભારતમાં તેનું વેચાણ કરતા હોય છે.

આયાત ડયુટીમાંથી સોનાને બાકાત રાખતા જવેલરોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતીયો સૌથી વધુ રોકાણ સોના તેમજ જમીન મકાનમાં કરતા હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે.

મુંબઈ-દિલહી સહિતના રાજયોમાં સોનામાં રોકાણો વઘ્યા છે. અત્યારે તો સોનાની આયાતમાં ટેકસ વધારવામાં આવ્યો નથી પરંતુ તહેવાર અને લગ્નની સિઝન નજીક આવતા જો કોઈપણ પ્રકારનો ટેકસ સોના ઉપર વધશે તો તેની અસર ખરીદી અને ઘરેણાની માંગ ઉપર થવાની ભીતિ જવેલરોને છે.

તાજેતરમાં જ નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકાર ગોલ્ડ ડિપોઝીટ પ્રોગ્રામનું નિર્માણ કરવાની વિચારણા કરી રહ્યું છે. ભારતને સોને કી ચિડીયા પણ કહેવામાં આવતું હતું પરંતુ દેશભરમાં સોનાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સરકાર નિર્ણયો લઈ રહી છે.

ગત સપ્તાહે હાઈ લેવલની મીટીંગમાં મંદિરોના ટ્રસ્ટમાં રહેલી ગોલ્ડ ડિપોઝીટને આકર્ષવા માટેની પ્લાનીંગ કરવામાં આવી હતી. ડિપોઝીટ પ્રોગ્રામ અંતર્ગત કિંમતી ધાતુઓ ઉપર લાગતી આયાત ડયુટી કાપવા માટે ભારતમાં જ સોનાનું રિસાઈકલ કરવામાં આવી શકે છે.

વિશ્વમાં ચીન બાદ ભારત સૌથી વધુ સોનાની ખરીદી કરતુ દેશ છે. રૂપીયાની સ્થિતિ સુધારવા માટે સરકાર સોના સિવાયની ઈલેકટ્રોનિક આઈટમો અને સ્ટીલ ઉપર આયાત ડયુટી વધારીને રૂપીયાની સ્થિતિ મજબુત કરવા તરફ આગળ વધી રહ્યું છે. ફ્રુડ અને ઈંધણનો ભાવ પણ સતત આસમાને છે ત્યારે ભારતીય ઓઈલ રિફાઈનરો પણ આયાત ડયુટી ઉપર કેન્દ્રીત થયા છે અને સસ્તા ઈંધણની ખરીદી અંગે પ્લાનીંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.