બાલભવનમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને બાલભવન તથા શ્રીરંજન આર્ટસના ઉપક્રમે મંચ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય લોક સંસ્કૃતિની લુપ્ત થતી કલાઓ જેમ કે કઠપૂતળી , કાઠીયાવાડી મિશ્ર, મદારી (જાદુગર) આદિવાસી નૃત્ય, ભવાઇ અને તલવાર રાસ જેવી અનેકવિધ કૃતિઓએ મનુભાઇ વોરા સભાગૃહમાં ઉ૫સ્થિત બાળકોથી લઇને વડીલોને રસ તરબોળ કરી મનોરંજીત કર્યા હતા.
તેમજ બાલભવનના મંત્રી મનસુખભાઇ જોશીએ તમામ કલાકારોને અભિનંદન સાથે વધાવ્યા તો જીલ્લા રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા પણ કાર્યક્રમમાં ઉ૫સ્થીત રહીને કલાકારોને પ્રોત્સાહન બળ પુરુ પાડયું. કાર્યક્રમનું સંચાલન શ્રીરંજની આર્ટસ ના નીપા દવેએ કર્યુ હતું.