સીને જગતને સતીશ કૌશિકની વિદાઈ થી મોટી ખોટ પડી છે તો બીજી તરફ મુદ્રાસ્થિતિ વિષે અને આભાસી મુદ્રા પર અત્રે લખ્યા મુજબ ક્રિપ્ટો કરન્સી પર પણ મની લોન્ડરિંગ કેસ લાગુ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આભાસી મુદ્રા પર બુધ અને રાહુ બંનેનો અમલ હોય છે અને અત્રે લખ્યા મુજબ દંડનાયક શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી રાહુને જોઈ રહ્યા છે જયારે મુદ્રાના કારક બુધ, શનિની સાથે જ છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ઘણો સૂચક છે અને આગામી દિવસોમાં પણ આભાસી મુદ્રા પર સરકારની ચાંપતી નજર રહેશે વળી આભાસી મુદ્રાને લગતા કૌભાંડો પણ સામે આવતા જોવા મળશે. આ સમયમાં શેરબજારને લગતા કૌભાંડો પણ સામે આવતા જોવા મળે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે.
બીજી તરફ ૧૨ માર્ચને રવિવારે કલા શૃંગાર ભોગ વિલાસ ના ગ્રહ શુક્ર મહારાજ મેષમાં પ્રવેશ કરી રહ્યા છે અને સેનાપતિ મંગળ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેથી આપણી કલા વિદેશોમાં વધુ પ્રખ્યાત થતી જોવા મળશે અને લક્સરીએસ કારનું અને ગેઝેટ્સનું વેચાણ વધશે તેની આયાત પણ વધુ થશે જયારે મંગળના મિથુનમાં આવવાથી સેનાપતિ એટલે કે અલગ અલગ દેશના સેનાના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરતા અને તેના થી ઉકેલ લાવવાની કોશિશ કરતા જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨