ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬નું નવું સ્વરૂપ હશે આ કાયદો : ગ્રાહક હિતની રક્ષા માટે મોદી સરકારે કમર કસી

ભારતીય અર્થતંત્રમાં ગ્રાહકને રાજા ગણવામાં આવે છે. પરંતુ કાયદામાં રહેલી છટકબારીઓ અને અમુક વેપારીઓ-ધંધાર્થીઓ તેમજ મસમોટી કંપનીઓની લાલચવૃતિના કારણે રાજા સમાન ગ્રાહક સાથે ખુબ છેતરપિંડી થતી હોય છે. સ્વાસ્થ્યને હાનીકારક માલ આપી દેવો, કિંમત કરતા વધુ રૂપિયાની વસુલી અને ભેળસેળવાળો માલ આપવા સહિતની છેતરપિંડી ગ્રાહક સાથે થાય છે. આ મુદ્દે મોદી સરકાર વધુ ગંભીર બની હતી અને નવો ગ્રાહક સુરક્ષા ધારો ઘડી કાઢવામાં આવ્યો હતો. જેની અમલવારી આગામી ૨૦મી જુલાઈથી થશે.

આ કાયદાની સાથો સાથ ગ્રાહકને સાકળતી બાબતોનો વિભાગ હવે પગાર, ભથ્થા અને શરતો સહિતની બાબતોને પણ ધ્યાનમાં લેશે. ગત વર્ષે સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ પારિત કરવામાં આવ્યો હતો. આ કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૬૮નું નવું સ્વરૂ પ છે. જે ગ્રાહકોના હિતમાં ઘડવામાં આવ્યો હોવાનું સરકારનું કહેવું છે. આ કાયદામાં ગેરમાર્ગે દોરતી જાહેર ખબરો, સેલીબ્રીટીની જવાબદારી તેમજ કંપનીઓની જવાબદારીની વ્યાખ્યાનો વ્યાપ વધારવામાં આવ્યો છે.  આ ઉપરાંત ક્ધઝયુમર એક્ટ હેઠળની કલમ ૧, ૩, ૨૮, ૫૮ તેમજ કલમ ૭૪ થી ૮૧, કલમ ૮૨ થી ૮૭, કલમ ૯૦ અને ૯૧, કલમ ૯૫,૯૮,૧૦૦માં નવી જોગવાઈ થઈ છે. આ કાયદાઓ મુજબ હવેથી જો ગેરમાર્ગે દોરતી જાહેરાતો થઈ હોવાનું સામે આવશે તો રૂ .૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે. અથવા તો ૫ વર્ષની સજાની પણ જોગવાઈ છે.  નવા કાયદામાં કંપનીઓ વતી જાહેર ખબર કરતા સેલીબ્રીટીઓની પણ જવાબદારી ફીકસ કરવામાં આવી છે. આવા કેસમાં રૂ .૧૦ લાખ સુધીની પેનલ્ટીના જોગવાઈ છે.

ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે મોદી સરકારએ પોતાની કમર કસી લીધી છે. અવાર નવાર ગ્રાહકો સાથે નવી-નવી રીત વડે છેતરપિંડીના કેસ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯ના રોજ ૨૦ જુલાઇથી લાગૂ કરી દેવામાં આવશે. નવો કાયદો  ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬નું નવું સ્વરૂપ હશે.

  • નવા કાયદાની આ છે વિશેષતાઓ
  1.  નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.
  2.  ગ્રાહકો દેશના કોઇપણ કંઝ્યૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.
  3. નવા કાયદામાં ઓનલાઈન અને ટેલિશોપિંગ કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં
  4. આવી છે.
  5.  ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જોગવાઇ છે.
  6.  કંઝ્યૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.
  7.  પીઆઈએલ અથવા જનહિત અરજી હવે કંઝ્યૂમર ફોરમમાં ફોરમમાં ફાઇલ કરી શકાશે. પહેલાંના કાયદામાં આમ ન હતું.
  8.  કંઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે.
  9. સ્ટેટ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.
  10. નેશનલ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં દસ કરોડથી ઉપરના કેસોની
  11. સુનાવણી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.