કોરોના વાયરસનો ચેપ રોકવા
રાજકોટ સહિત રાજયમાં કોરોના વાયરસને અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે લોકોએ લોકડાઉનનાં સમયમાં જરૂરીયાતવાળા ના સમયમાં બહાર જવા માટે ‘રૂલ ઓફ વન’ એટલે કે એકનો નિયમ બનાવવો જોઈએ આ અંગે વિસ્તૃત સમજીએ.
એક વ્યકિત: ઘરની પુખ્ત વયની એક જ વ્યકિત ઘરની બહાર જાય.
એકડ્રેસ: જે બહાર જાય એ એક જ ડ્રેસ પહેરીને જાય આખું શરીર ઢંકાય એવા કપડા પસંદ કરો બહારથી આવીને એ કપડા અલગ રાખો અને અલગ રહો.
એક વોલેટ: એક જ પાકીટ વાપરો, જેમાં રહેલી વસ્તુઓને ઘરમાંની વસ્તુઓ સાથે મિકસ ન કરશો.
એક શોપિંગ બેગ: ખરીદીએ જવા માટે એક જ બેગ રાખો તેને અલગ રાખો.
એક વાહન: એક જ વાહન અને એની ચાવી રાખો જાહેર ટ્રાન્સપોર્ટેશન જરૂરી ન હોય તો ટાળો.
એક આંટો: જેટલું લેવાનું હોય એ એક જ વારમાં લઈલો.
એક હાથ: દરવાજો ખોલવા ડોર બેલ વગાડવા, લીફટના બટન પૂશ કરવા જે હાથ સામાન્ય સંજોગોમાં વાપરતા હો એ સિવાયનો હાથ અથવા શકય હોય તો કોણીનોઉપયોગ કરો.
એક રૂમ: સરકારી કે કોઈપણ હોસ્પિટલમાં કે વધુ લોકો સાથે મળવું પડે એવા વ્યવસાયમાં હોતો તમારી પોતાની જાતને પરિવારજનોથી અલગ (આઈસોલેટ)રાખો.
એક વાર ઘરમાં આવ્યા પછી: એક વખત ઘરમાં આવ્યા પછી કપડા, પાકીટ, ખરીદીથી થેલી, ચાવી, અલગ બેગમા રાખો, બીજા બધા સાથે મિકસ ન કરો કશું જ સ્પર્શ્યા પહેલા વ્યવસ્થિત રીતે હાથ અને પછી મોઢુ ધુઓ તમારા ફોનની સપાટીને સેનેટાઈઝરથી સાફ કરો.
મોબાઈલ ફોન સાથે ન રાખો અથવા બહાર એનો ઉપયોગ નહીવત કરો. ટોળા ટાળો અને કામ પતે એટલે તુરત ઘરમાં આવો.