બોલીવુડની ફિલ્મ જેમ ચોરોએ મુંબઇના નિવૃત કર્મચારીને ત્યાં 36 લાખ રૂપિયાની ચોરી કરી
હાલના સમયમાં ચોરી-ચપાટીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે ફિલ્મી ઢબે અને બોલીવુડ ફિલ્મની જેમ ચોર હોય એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીનો સ્વાંગ રચી નિવૃત્ત કર્મચારીના ઘરે રેઇડ કરી હતી અને બઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ તરીકે પોતાની જાતને સંબોધિત કર્યા બાદ 6 આરોપીઓએ નિવૃત્ત કર્મચારીના ઘરે રેડ કરી હતી. જે અંગેની સત્ય હકીકત બહાર આવ્યા બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાય છે.
નોંધાયેલી ફરિયાદ અનુસાર 21 જુલાઈ ના બપોરના સમયે છ નકલી એસીબીના અધિકારીઓ કાંતિલાલ યાદવના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના નિવાસ સ્થાનની તલાસી લીધી હતી જેમાં સર્વપ્રથમ તેઓએ કાંતિલાલ યાદવ તથા તેમના ધર્મપત્ની નો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો હતો સાથોસાથ તેમની કબાટ ની ચાવીઓ પણ એકત્રિત કરી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી કુલ 36 લાખ રૂપિયા નો માલ સામાનની ચોરી કરી તેવો નાસી છૂટ્યા હતા.
આ વાતની જાણ થતાં અને સત્ય સામે આવતા નિવૃત્ત સરકારી અધિકારીએ પોલીસ ફરિયાદ આ છ આરોપીઓ સામે નોંધાવી હતી અને પોલીસે તેની શોધખોળ પણ શરૂ કરી દીધી છે.
3.80 લાખ રૂપિયાનો સોનાનો ચેઇન, 4.20 લાખની વીંટી અને બ્રેસલેટ, મંગળસૂત્ર, ઘરીયાળ સહિત અનેક ચીજ વસ્તુઓની ચોરી કરી ગયા હતા. કુલ 36 લાખ રૂપિયા ના માલ સામાનની ચોરી થઈ હોવાનું નિવૃત્ત સરકારી અધિકારીએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.