રાજકોટ જુનાગઢ,જામનગર,જેતપુર સહિત વિવિધ સંઘોના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિWhatsApp Image 2018 10 22 at 11.06.02 AM

ગઈકાલે ગોંડલમાં ત્રણ-મુમુક્ષુ આત્માઓના અભિવાદન કાયેક્રમ ગોંડલ નવાગઢ સનકવાસી જૈન સંઘના ઉપક્રમે ગોંડલ સંપ્રદાય દ્રારા આયોજીત કરવામાં આવેલ.

આગામી  સમયમાં રાજકોટ ખાતે પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરવાના શુભ ભાવ ધરાવનાર મુમુક્ષુ મોનાલીબેન દિલિપભાઈ સંઘવી તા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષિત નાર મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ તા મુમુક્ષુ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા એમ કુલ ત્રણેય હળુ કર્મી આત્માઓનું દાદાગુરુ ડુંગરસિંહજી મ.સા.ઉપાશ્રય,નાની બજાર ગોંડલ ખાતે રજત શ્રીફળ,શાલ વગેરે અપેણ કરી ભવ્ય અને શાહી સન્માન કરવામાં આવેલ.આ અવસરે પૂ.તરુબાઈ મ.સ.આદિ તા સંઘાણી સંપ્રદાયના પૂ.ઉષાબાઈ મ.આદિ સતિવૃંદનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયેલ.

આ અવસરે રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ સહિત વિવિધ સંઘોના અગ્રણીઓ તા વિશાળ પ્રમાણમાં ભાવિકો ત્યાગ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરવા ઉપસ્થિત રહેલ.

અભિવાદન સમારોહમાં ગોંડલ સંઘના મંત્રી દિલીપભાઈ પારેખે ઉપસ્થિતિ દરેકનું ભાવવાહી શબ્દોથી સ્વાગત કરેલ.ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર તથા દિલીપભાઈ પારેખ સમિતિના પાંચેય સદ્દસ્યોએ મુમુક્ષુ આત્માઓને આજ્ઞા પત્ર અપેણ કરતાં કહ્યું કે ગોંડલ સંપ્રદાય અને જિન શાસનનું નામ ઉજ્જવળ કરજો.ગોંડલ લુક એન લનેના બાળકોએ નૃત્ય દ્રારા સુંદર મજાના ભાવોની પ્રસ્તુતિ કરેલ.મહિલા અગ્રણી જયશ્રી બેન શાહ તથા વીણાબેન શેઠે પોતાના ભાવો વ્યકત કરેલ.ઈન્દ્રપ્રસ્નગર સ.જૈન સંઘના અગ્રણીઓએ પ્રવિણભાઈ કોઠારી તથા નવકારશી અને સ્વરૂચિ ભોજનના દાતાઓનું બહુમાન કરવામાં આવેલ.

ત્રણેય મુમુક્ષુ આત્માઓએ પ્રભુ મહાવીરના ત્યાગ માગેની મહત્તા સમજાવી સંયમ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરવા તા દીક્ષા પ્રસંગમાં પ્રત્પક્ષ ઉપસ્થિતિ રહેવા નિમંત્રણ પાઠવેલ. પૂ.તરૂબાઈએ ફરમાવ્યુ કે જે સંયમ ધમેને દેવલોકના અસંખ્ય દેવો ઝંખે છે.દેવતાઓને પણ દૂલેભ એવો મહા મૂલો સંયમ ધમે આ ત્રણેય મુમુક્ષુઓને મળી રહ્યો છે.દાદા ગુરુ ડુંગર દરબારમાં પ્રવેશ મેળવી જિન શાસન,ગોંડલ ગચ્છની ગરીમા અને ગૌરવ વધારજો.ગુરુની  આજ્ઞા પાળશે કોણ? દીક્ષાર્થી… દીક્ષાર્થિ, ગુરુકૂળને શોભાવશે કોણ ? પૂ.મહાસતિજીએ મંગલ પાઠ-માંગલિક માંગલિક ફરમાવેલ. રઘુવંશી પરિવારના ગોંડલ નિવાસી ઉદાર દિલા અનિલભાઈ ઉનડકટ પ્રેરિત શાતાકારી સ્વરૂચિ ભોજનનો અનેક ભાવિકોએ લાભ લીધેલ.સમગ્ર અભિવાદન સમારોહનું રસાળ શૈલીમાં કાબિલેદાદ સંચાલન મનોજ ડેલીવાળાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.