જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક રોજગારી માટે એકમાત્ર આધાર એવા પર્યટન ઉદ્યોગ પર અલગાવવાદી પ્રવૃત્તિઓથી મરણતોલ ફટકો પડતો આવ્યો છે. કાશ્મીર યુવાનો રોજગારીનો મુખ્ય આધાર પ્રવાસીઓના આવાગમન પર રહેલો છે.ત્યારે પાક પ્રેરીત આતંકના ઓછાયાની અસર આગામી ઉનાળાના પ્રવાસન સીઝન ઉપર પડે તેવું મનાય રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે ઉનાળાની સીજનમાં ગુજરાતીઓ સહિત પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરવા જાય છે. કાશ્મીરમાં ઘણી એવી જગ્યાઓ છે જયાં સવિશેષ ગુજરાતી પ્રવાસીઓનું મોટા પાયે બુકીંગ થાય છે. આ વર્ષે પણ અમદાવાદનાં બુકીંગ સેન્ટર પર ઘણા બુકીંગ થયા હતા પરંતુ પૂલવામાના આત્મઘાતી હુમલા બાદ કાશ્મીરની પ્રવાસન આવક પર મોટો ફટકો પડે તેવી દહેશત ઉભી થઈ છે.
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે મળતી હોય છે. પરંતુ કાશ્મીરની પરિસ્થિતિના કારણે આ વખતે ૩૦% ઓછુ બુકીંગ થયું છે.આ ઉપરાંત ઘણી એજન્સીઓએ કાશ્મીરનું ટયુરીંગ પેકેજ અગાઉ જ કેનશલ કરી દીધું છે. ઘણા ગ્રાહકો એ માર્ચ અને એપ્રીલના બુકીંગ રદ કરાવી દીધા હોવાનો ટુર ઓપરેટરએ જણાવ્યુંહતુ.
જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓ ઉનાળામાં સહપરિવાર ફરવા જાય છે. ત્યારે અત્યારની પરિસ્થિતિમાં ગ્રાહકોની સલામતીની કોઈ બાહેધરી આપતુ ન હોવાથી જમ્મુ કાશ્મીર જવાની યોજનાઓ પડતી મુકવામાંવતી હોવાની ટુર ઓપરેટર એસોસીએશનના પંકજ ગુપ્તાએ જણાવ્યું હતુ.
જમ્મુ કાશ્મીરમાં ફરવા જવા માટે દર વર્ષે પ્રવાસીઓ બે ત્રણ મ હિના પહેલા જ બુકીંગ કરાવી લે છે. પહેલગામ અને ગુલબર્ગ ગુજરાતીઓનાં પ્રિય સ્થળ છે વૈષ્ણવદેવી અને અમરનાથ પણ મોટી સંખ્યામાં લોકો જાય છે. લેહલડાક જોવા વાલા ગુજરાતીઓની સંખ્યામાં આ વર્ષે ખૂબજ મોટો ઘટાડો આવ્યો છે.
આતંક્વાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરની ટુર કેન્શલ કરાવનારાઓની સંખ્યામાં ખુબ મોટો ઉછાળો આવતા જમ્મુ કાશ્મીરનું પ્રવાસનઉદ્યોગ આ વખતે ભયંકર મંદીમાં સપડાઈ જતુ દેખાય રહ્યું છે.
ગુજરાતી પ્રવાસીઓ પ્રવાસમાં થતા ખર્ચ સામે કયારેય જોતા નથી પરંતુ તે સલામતી અને સુરક્ષામાં કોઈ બાંધછોડ કરતા નથી અત્યારથી જ અનેક પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરની ટ્રીપ કેન્સલ કરાવી રહ્યા છે.