ગીરગઢડા તાલુકામાં છેલ્લા ૨૧ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉભા પાકને માઠી અસર થવા પામી છે. ગીરગઢડા પંથકમાં ત્રણ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ સુધી અવિરત વરસાદથી લીલા દુષ્કાળની ભિતી ધરતીપુત્રોમાં સેવાય રહી છે. ત્યારે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની મુલાકાત લેતા બેડીયા ગામના સરપંચ તેમજ ખેડૂતો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ ગીરગઢડા તાલુકામાં સતત અવિરત વરસાદ પડવાથી કપાસ, મગફળી, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોને ભારે નુક્સાન થયું છે. વરસાદથી જમીન પણ રેસ થયેલ છે ત્યારે જમીનમાં પાણી પણ સુકાતા નથી અને ખેતર પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. જ્યારે ભુગર્ભ તળ ઊંચા આવતા કુવા-બોરમાંથી પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ખરીફ પાક પણ નીષ્ફળ જવાની પુરી સંભાવના છે. ગીરગઢડા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોમાં પણ માંગ ઉઠી રહી છે.
Trending
- SWAR પ્લેટફોર્મ: CMOની વેબસાઇટ પર ‘રાઇટ ટુ CMO’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ
- શિયાળામાં ઓછું પાણી પીવું સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક, થઈ શકે છે આ સમસ્યાઓ
- દેશને “આર્થિક સ્વતંત્રતા” તરફ દોરી જનાર ડો.મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલિન
- વાહ રે વિકાસ: દર કલાકે 50 લાખથી વધુની કિંમતની 6 લકઝરી કાર વેંચાઈ રહી છે!
- 26/11 હુમલાના માસ્ટર માઈન્ડ મક્કીનું મોત
- 2025માં ગ્રાહકો ટેક કંપનીઓથી આ બદલાવોની રાખે છે અપેક્ષા…
- ચેક બાઉન્સનાં 43 લાખ કેસનો ભરાવો!!
- પ.કચ્છ SPએ 189 પોલીસ કર્મચારીની જિલ્લામાં આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં ભૂકંપ