ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ ની ‘ઈફેક્ટ’, જોવા મળી છે . સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે . સેન્સેક્સ 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો અને નિફ્ટી પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી છે .
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલાઈ ગયો.
યુદ્ધની અસર ભારતીય શેર બજારમાં મોટા પ્રમાણમા જોવા મળી છે .