બજારમાં સિંગ ચીકી, રાજભોગ ચીકી, બટર બદામ ચીકી, પીનટ બટર ચીકી, ચોકલેટ ચીકી, કાજુ બદામ ચીકીની અલગ અલગ ફ્લેવરમાં ચીકીનો ખજાનો આરોગ્ય સાથે સ્વાદની પણ આપે છે “મજા”
ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી તહેવાર અને આહાર નો સમન્વય કરવામાં આવ્યો છે તેમજ દેશના દરેક રાજ્યમાં આજે ચીકી નું અલગ મહત્વ છે ગુજરાતમાં મકરસંક્રાંતિએ ઘરે ઘરે લોકો સહ પરિવાર ચીકી નો આનંદ માણતા હોય છે તેમજ ઘણી વખત એવું પણ બને છે કે ચીકી એ સંબંધોની મીઠાશ વધારતી હોય છે છેલ્લા ઘણા સમયથી કોરોના જેવી મહામારીએ દેશને જનજોળી નાખ્યું છે
ત્યારે લોકોને તેમના જીવનનું મૂલ્ય સમજાવ્યું છે આરોગ્ય અને સ્વાસ્થ્યની ખૂબ જાળવણી કરવી એનું મહત્વ સમજાવ્યું છે લોકો આજે ઇમ્યુનિટી શરીરમાં કેવી રીતે વધે તેમજ રોગપ્રતિકારક શક્તિને ટકાવી રાખવા વિવિધ આહાર નું સેવન કરે છે ત્યારે ચીકી એકમાત્ર એવી વસ્તુ છે કે જે વર્ષો થી માનવીય શરીરને ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિનો અખૂટ સ્ત્રોત આપે છે ત્યારે બીજી તરફ લોકોએ જાણ્યું કે આજે શરીરમાં પ્રોટીન કેટલું મહત્વનું છે
ત્યારે સિંગ ચીકી ઇમ્યુનિટી અને પ્રોટીનનું ભરપૂર સ્ત્રોત છે દર વખતની જેમ આ વર્ષે પણ લોકો ચીકી ની મજામાણતા ભરપૂર ઇમ્યુનિટનો સ્ત્રોત મેળવી ૮ મહિના રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખશે આજે બજાર માં ચીકી ની વિવિધ ફ્લેવર સાથે ની ગુણવત્તા બજાર માં ઉપલબ્ધ છે
ચીકી એ માનવી ના શરીર માં ખૂટતા તમામ તત્વો ને પુરા કરે એવી હાલ માર્કેટમાં આવી ચૂકી છે ત્યારે ચીકી પરનો સંપૂણ ચિતાર મેળવા અબતક દ્વારા ખાસ એહવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં શહેર ની પ્રખિયાત ચીકીના વ્યવસાયની પેઢી ની મુકલાત લેવામાં આવી હતી.