સ્વાદિષ્ટ, શકિતવર્ધક સરળ, ઘેર બેઠા બનાવીએ અને શરીરની રોગ પ્રતિકારક શકિત વધારીએ
કોરોના સંક્રમણ દિવસે ને દિવસે રેકોર્ડ સર્જી રહ્યું છે ત્યારે આ સમયમાં સાવધાની રાખવાની સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવાનો પ્રયત્ન પણ ઘેર બેઠા કરવામાં આવે તો આ સંક્રમણથી ચોકકસ દૂર રહી શકાય છે. રોગ પ્રતિકારક શકિત વધારે મજબૂત હશે તો માત્ર કોરોના વાયરસ જ નહીં પણ એના સિવાય અન્ય બીમારીઓ અને વાયરલ ઇન્ફેકશનથી બચી શકાય છે. આયુર્વેદમાં રોગો સામે લડવાની ક્ષમતાને મજબુત બનાવવાના કેટલાંક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ રસોઇ ઘરમાં મોજુદ કેટલાક ઉપાયો આ જયુસ ઘેર બેઠા બનાવવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બનાવી શકાય છે.
દહીં અથવા છાશ
સૌના પ્રિય એવા દહીં-છાશ બેવડા ગુણો ધરાવે છે. અત્યારે ગરમીનો પારો પણ વધતો જાય છે. એવામાં શરીરને અંદરથી પણ ઠંડુ રાખવું જરુરી છે. દરરોજ 1 કટોરી દહીં અથવા 1 અથવા ર ગ્લાસ છાશ પીવાથી રોગો સાથે લડવાની ક્ષમતાને મજબુત બનાવી શકાય છે. અને ગરમીમાં શરીરને ઠંડક પણ પહોંચાડી શકાય છે.
પાલક અને ટમેટાનું જયુસ
કેલ્શિયમ, વિટામીન-સી અને આયર્નથી ભરપુર પાલક સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદેમંદ છે. એ સૌ જાણે છે. તેવી જ રીતે વિટામીન-સી, બાઇકોપીન અને પોટેશિયમથી ભરપુર ટમેટા પણ સૌથી હેલ્ધી શાકભાજી પૈકીના એક છે. એવામાં અડધો કપ પાલક અને અડધો કપ ટમેટાનો રસ અન સાથે થોડું આદુ મિકસ કરીને પીવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બને છે. અને દરેક પ્રકારના સંક્રમણથી બચી શકાય છે.
હળદરવાળુ દૂધ
છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. એવામાં અત્યાર સુધીમાં હળદરવાળા દૂધનું સેવન કરવાના લાભો વિશે દરેક લોકો અવગત થઇ ચૂકયા છે. ત્યારે આનાથી દૂર રહેતા લોકોને જણાવી દઇએ કે એન્ટી સેપ્ટીક અને એન્ટીબાયોટીક ગુણોથી ભરપુર હળદર શરીરની ઇમ્યુનીટીને મજબુત બનાવવામાં મદદ મળે છે. એજ એક માત્ર કારણ છે કે નેચરલ ઇમ્યુનીટી બુસ્ટર ડ્રીંક તરીકે હળદરયુકત દૂધન સૌથી બહેતર માનવામાં આવે છે.
બીટ અને ગાજરનું જયુસ
બીટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કૈરોટીન અને અલ્ફા જેવા પોષકતત્વો રહેલા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી છે. એવામાં બીટ અને ગાજરને મિકસ કરીને જયુસ બનાવી લેવું, તથા તેમાં થોડા લીંબુનો રસ મિકસ કરીને પીવાથી શરીરની ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબુત બને છે. અને શરીરમાં રહેલા ઝેરી (વિષાકત) પદાર્થો પણ બહાર નીકળી જાય છે.