ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોરોનાનો વાયરો મુશ્કેલીનો વિષય બની ગયો છે ત્યારે આ મહામારી માટે અમોધ શસ્ત્ર તરીકે શરીરની રોગપ્રતિકારક શક્તિ અનિવાર્ય છે. કોરોના થતો અટકાવવા અને થઈ ગયા પછી ઉથલો ન મારે તે માટે શરીરની રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા ખુબજ મહત્વની બની રહે છે ત્યારે શરીરની આ શક્તિના સંચય માટે શરીરની તૈયાર કરવા માટે અત્યારે શિયાળાનો સમય આશિર્વાદરૂપ બની શકે તેમ છે.
ભારતીય સમાજ જીવન અને સ્વાસ્થ્ય જાળવણી ની સાથે સાથે આરોગ્યવર્ધક ખોરાક અને શરીર સૌષ્ઠવ માટે વર્ષ દરમિયાન શાળાની મોસમ ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે શાળા વિશે એવું કહેવાય છે કે જે જમો તે જમાવટ કરાવે શરીરની દૈનિક પ્રક્રિયા અને અંત:સ્ત્રાવો નું ચક્ર શાળામાં ભરયુવાનીમાં વ્યક્તિ ની તાજગી જેવું પ્રફુલ્લિત હોય છે ગમે તેવો ભારે ખોરાક પેટમાં જાય તો તે સંપૂર્ણ પડે રક્તમાં પરાવર્તિત થઈ જાય છે આખા વર્ષ માટે જરૂરી રોગ પ્રતિકારક શક્તિ અને નવી માસપેશીઓના સર્જનની પ્રક્રિયા માં શિયાળો ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે આ વર્ષે વૈશ્વિક રોગચાળાના સમયમાં અત્યારે દરેક વ્યક્તિ માટે રોગ પ્રતિકારક શક્તિ ની આવશ્યકતા ઉભી થઇ છે ત્યારે ધીરે-ધીરે શરૂ થઈ રહેલા શિયાળાના ાફલફિદ ના આ સમયગાળા દરમિયાન આરોગ્ય વર્ધક પ્રવૃત્તિ ને વેગવાન બનાવી ફાયદાકારક બની રહે અગાઉના સમયગાળામાં ભારત અને ખાસ કરીને ગુજરાતના સામાજિક જીવનમાં ઘરેલુ ધોરણે શાળા માટે ખાસ યોગ્ય વર્ધક ખોરાક અને તેમાં પણ વિવિધ પાકની વાનગી ઓ દ્વારા શરીર બનાવવા નો આખો એક સમયગાળો મુકરર કરવામાં આવતો હતો અગાઉના સમયમાં ઘી ખજૂર ગુંદર ઘઉંની થૂલી અને ચરબી અને પ્રોટીન યુક્ત ખોરાક ની વિવિધ વાનગીઓ નું શિયાળામાં ખાસ પ્રમાણમાં ચલણ હતું શિયાળાના અડદિયા ગુંદર પાક એ દરેક પરિવાર માટે પોતાની હેસિયત મુજબ બનાવીને પરિવારના દરેક સભ્યોને જમાડવાનો એક આગવો સામાજિક રિવાજ હતો ગુંદર પાક અને અડદિયા માં ગોળ અથવા ખાંડ ચોખ્ખું ઘી અડદનો લોટ ટોપરું સૂંઠ સુવા કાળી મરી ઉપરાંત કેટલાક ઔષધીય ગુણ ધરાવતા તત્વો દ્વારા ખાસ શિયાળા માટે આરોગ્યવર્ધક વ્યંજનો બનાવવાની આપણી પરંપરા જોકે આજે ફાસ્ટ ફૂડ અને ફોઇલ પેક નાસ્તાના ચલણ ના આ યુગમાં જુના અને રૂઢિવાદી માનવામાં આવે છે પરંતુ અત્યારના યુગમાં જ્યારે દરેક વ્યક્તિ માટે રોગ પ્રતિકારક શક્તિ અનિવાર્ય બની છે ત્યારે એવું અવશ્યપણે માનવું જ જોઈએ કે આ વખતનો શિયાળો આરોગ્યની જાળવણી માટે ખૂબ જ અગત્યની ઋતુ બની રહી છે અત્યારે સમગ્ર વિશ્વમાં કુવિડ ૧૯ મહામારી નો સકંજો પ્રવર્તી રહી છે તેવા સમયમાં શિયાળા ની જૂની પરંપરા સ્વાદ રસ અને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા વિવિધ પ્રકારના પકવાન ઘરમાં જ તૈયાર કરીને ખોરાકમાં લેવાની સાથે સાથે હળવી અને ભારે કસરત ની સાવચેતી આ રોગચાળાના સમયમાં દરેક માટે ખૂબ જ ફાયદારૂપ બની રહેવાની છે તેમાં બેમત નથી શિયાળાની ઋતુમાં ફળફળાદી અને શાકભાજીની પણ બમ્પર અને તરોતાજા આવક કુદરતી રીતે થાય છે તેના ચાર મહિના ની આ મોસમ અંગે એવું અવશ્યપણે કહી શકાય કે કુદરતના બાર મહિનાના આ ઋતુચક્રમાં શિયાળાની સીઝન માનવ સમાજ માટે શરીર બનાવવા ના ટંકશાળ જેવી ગુજરાતી બનાવી છે શિયાળામાં લેવાતો ખોરાક સરળતાથી પચી જાય છે વળી શરીર માટે ઉપાધિ ઉભી કરનાર વાયુ કફ અને પિત્ત ની સમસ્યાનો શિયાળામાં સારી રીતે ઉકેલ લાવી શકાય છે ભલે હાડ થીજાવતી વાતાવરણ થી શિયાળો ઠંડીની મોસમ ગણવામાં આવતો હોય પરંતુ શાળામાં જો ખાનપાન અને જીવનશૈલીમાં સ-શ્રમ તકેદારી રાખવામાં આવે તો વાયુ પિત્ત અને કફ ને શરીરમાંથી સરળતાથી દૂર કરી શકાય છે ખોરાક ના માધ્યમથી શરીરમાં ઉર્જા ની પ્રાપ્તિ અને વાયુ અને કફનું મા રણ કરી શકવાની ક્ષમતા ધરાવતા શિયાળો હવે જ્યારે શરૂ થવામાં છે ત્યારે દરેક પરિવાર ના સભ્યો અને ખાસ કરીને મોભીઓ અને પારિવારિક અન્નપૂર્ણા ગણાતા રસોડું સંભાળતા મહિલા સભ્યોએ પરિવારના સભ્યોની આરોગ્ય જાળવણી અને વધુ સુદ્રઢ બનાવવા માટે પૌષ્ટિક વાનગીઓ બનાવીને રોગ પ્રતિકારક શક્તિ અને શરીર સૌષ્ઠવ અંગે તકેદારી માત્ર રાખવાથી શિયાળો ખરા અર્થમાં ફાયદારૂપ બની રહેશે.