• રીયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદો: શોર્ટ ટર્મની જગ્યાએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટેનો તખ્તો તૈયાર
  • લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ માટે ટેકસ રેટમાં કોઈ ફેરકાર નહિ થાય તેવી શક્યતા

કેન્દ્ર સરકાર એકરૂપતા લાવવા માટે સ્થાવર મિલકતો જેવી કે સ્થાવર મિલકતો પર કેપિટલ ગેઈન ટેક્સની ગણતરી માટે હોલ્ડિંગ પિરિયડમાં ફેરફાર કરવા વિચારી રહી છે.  હાલમાં, 24 મહિના કે તેથી ઓછા સમય માટે રાખેલી સ્થાવર મિલકતના વેચાણથી ઉદ્ભવતા કોઈપણ મૂડી લાભને ટૂંકા ગાળાનો મૂડી લાભ ગણવામાં આવે છે.  તેનાથી વિપરીત, લિસ્ટેડ ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે હોલ્ડિંગ પિરિયડ મર્યાદા 12 મહિના છે.  દરખાસ્ત સૂચવે છે કે 12 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવેલી અસ્કયામતોને લાંબા ગાળાની અસ્કયામતો ગણવી જોઈએ, જે તેને ઈક્વિટી અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે સુસંગત બનાવે છે.

જો કે, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ બંને માટે કર દરોમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.  ફુગાવાને સમાયોજિત કરવા માટે ઇન્ડેક્સેશન લાભો સાથે પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20% છે.  કોઈપણ ટૂંકા ગાળાના મૂડી લાભ કરદાતાની આવકમાં ઉમેરવામાં આવે છે અને યોગ્ય સ્લેબ દરે કર લાદવામાં આવે છે.  જ્યાં લાગુ હોય ત્યાં વધારાના સેસ અને સરચાર્જ વસૂલવામાં આવી શકે છે.  કેન્દ્ર વ્યાપક ચર્ચા અને પરામર્શ પછી વધુ વિગતવાર કેપિટલ ગેઇન્સ ટેક્સ શાસનનું પુનર્ગઠન કરી શકે છે, વ્યક્તિએ જણાવ્યું હતું.

આ તબક્કે દરોમાં કોઈ મોટો ફેરફાર ન હોઈ શકે  કદાચ પછીથી,” ઉપર જણાવેલ વ્યક્તિએ કહ્યું.  વધુમાં, દરખાસ્તમાં વરિષ્ઠ નાગરિકો માટે હાલના ડિસ્કાઉન્ટ પર કેટલીક છૂટનો સમાવેશ થાય છે.  આમાં પૈતૃક મિલકત માટે મૂડી લાભની મર્યાદામાં વધારો અથવા જ્યારે વેચાણની આવકનો ઉપયોગ તબીબી ખર્ચાઓ અને વૃદ્ધાવસ્થાની સંભાળ માટે કરવામાં આવે ત્યારે મુક્તિનો સમાવેશ થઈ શકે છે.  બજેટમાં સમાવેશ સર્વોચ્ચ નિર્ણય લેનારાઓની અંતિમ મંજૂરીને આધીન રહેશે.  અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે હોલ્ડિંગ પિરિયડ ઘટાડવાથી માર્કેટમાં વધુ પ્રોપર્ટી આવી શકે છે અને કિંમતનું દબાણ ઓછું થઈ શકે છે.  કરવેરા નિષ્ણાતો પણ મૂડી લાભ કર વ્યવસ્થામાં કેટલીક છૂટછાટની અપેક્ષા રાખે છે, જે રોકાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ તરફ દોરી શકે છે.

  • લોકો અને રોકાણકારો માટે અત્યંત લાભદાયી નિવડશે: સીએ શરદ અનડા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શરદ અનડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ છે કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે કે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ની સમય અવધી 24 મહિનાથી ઘટાડી 12 મહિનાની કરવામાં આવે એટલે કે એક વર્ષ કરાય જો આ વિચારણા યથાર્થ ઠરે તો લોકોને રોકાણકારો માટે આ નિર્ણય અત્યંત લાભદાય નિવડશે. કારણ કે અત્યાર સુધી લોકોએ અને રોકાણકારોએ લોંગ ટર્મ કેપીટલ ગેઈન મેળવવા માટે 24 મહિના જેટલો માધવર સમય એટલે કે બે વર્ષ જેટલો સમયની રાહ જોવી પડતી હતી જે હવે એક વર્ષમાં જ મળવા પાત્ર રહેશે આનાથી બજારમાં તરલતા જોવા મળશે. સાથોસાથ રોકાણકારોની સાથે જે લોકો લોંગ ટર્મ ગેઈન મેળવવા માટે મહેનત કરતા હોય તેમને ટેક્સનો પણ મહત્તમ લાભ મળી રહેશે. કારણ કે અત્યારના લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટે 20.8% નો દર નક્કી કરવામાં આવ્યો છે પરંતુ આ દરનો લાભ બે વર્ષે મળતો હતો જે હવે એક વર્ષે મળી શકશે. ત્યારે જે કોઈ રોકાણકાર અથવા તો મિલકત ધારક જમીન સામે જમીન ની ખરીદી કરે તો તેને સંપૂર્ણ કરમુક્તિ મળે છે એવી જ રીતે ખેતીની જમીન સામે જો ખેતીની જમીન લેવામાં આવે તે કિસ્સામાં પણ સંપૂર્ણ કરમુક્ત એ વ્યવહાર બને છે પરંતુ અત્યારે જ શક્ય થતું જ્યારે બે વર્ષ જેટલો માતબર સમય થયો હોય હતો હવે જ્યારે સરકાર આ મુદ્દા અંગે વિચારણા કરતી હોય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 24 મહિના નહીં 12 મહિના થાય તો આ અત્યંત લાભદાયી નીવડશે અને સરકારનું આ એક મક્કમ પગલું પણ માનવામાં આવશે.

  • રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે લાભ જો આ માંગને સ્વીકારાઈ તો: સીએ ગૌરવ મહેતા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૌરવ મહેતાએ જણાવ્યું હતું કે આ વિચારણા કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટ મળે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે શેરબજારમાં લોંગ ટર્મ નો લાભ માત્ર એક લાખ રૂપિયા સુધી જ મળે છે. ત્યારે હવે આ સ્થાવર મિલકત ઉપર જો નિર્ણયની અમલવારી થશે તો આનું જે રોટેશન છે તે પણ તીવ્ર બનશે પરંતુ આ માંગણી અને પ્રપોઝલ અંગે જણાવ્યું હતું કે કદાચ આ કરવું એટલે અશક્ય છે કે હજુ બે વર્ષ જેટલો જ સમય વ્યક્ત થયો છે અને સરકારે 36 મહિના માંથી 24 મહિના કર્યા છે પરંતુ જો સરકાર આ અંગે મક્કમતાથી વિચારતી હોય અને આ રજૂઆત યોગ્ય સાબિત થાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણો ખરો ફાયદો મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે શેરબજારમાં હાલ સતત ઉથલપાથલ જોવા મળતી હોય છે બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તે તમામ ફંડ રિયલ એસ્ટેટમાં ડાયવર્ટ થાય તો રોકાણકારો ને લોંગ ટર્મ કેપિટલ ગેઈન નો ઘણો લાભ મળી શકે છે માટે સરકાર દ્વારા હવે 24 મહિનાની બાર મહિના કરવા માટે વિચાર કરતી હોય તો નવાઈ નહીં.

  • બિલ્ડરોને સીધો ફાયદો નહીં પરંતુ રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આશિર્વાદરૂપ નિવડી શકે છે: અમિત ત્રાંબડીયા

લોંગ ટર્મ કેપીટલ ગેઈન ની અવધી 24 મહિનાથી ઘટાડી 12 મહિના કરવાની જે સરકાર વિચારણા કરી રહ્યું છે તેના પરિપેક્ષમાં બિલ્ડર તથા ડેવલોપર અમિત ત્રામડીયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી બિલ્ડરોને કોઈ સીધો ફાયદો થતો નથી પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ નિર્ણય આશીર્વાદરૂપ નિવડશે કારણ કે હવે રોકાણનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે સાથોસાથ લોકોને તથા રોકાણકારોને ટેક્સનો મહત્તમ લાભ મળશે કારણકે અત્યારે ટેક્સનો લાભ લેવા માટે બે વર્ષ જેટલો સમય રાહ જોવી પડતી હતી જે હવે માત્ર એક વર્ષમાં જ મળવાપાત્ર થશે જે ખરા અર્થમાં આવકાર્ય છે. બિલ્ડરોને સીધો ફાયદો એટલે નહીં થાય કારણ કે કોઈ પણ પ્રોજેક્ટ બને તેને માર્ગ પર બેથી અઢી વર્ષનો સમય લાગતો હોય ત્યારે જો જે કોઈ પ્રોજેક્ટ સીધા એક વર્ષમાં જ પૂર્ણ કરી દેવામાં આવે એટલે કે બાર મહિનામાં જ કોઈ પ્રોજેક્ટ પૂરો થાય તો લોંગ ટર્મ કેપિટલ ગેમ નો લાભ બિલ્ડરો લઈ શકશે પરંતુ તે ઘણા ખરા અંશે અઘરું છે.

  • લોંગ ટર્મ કેપિટલ ગેઇનો લાભ એક વર્ષમાં જ મળે તો કોમર્શિયલ રોકાણમાં જબરો ઉછાળો જોવા મળશે: દિલીપ લાડાણી

રીયલ એસ્ટેટ ક્ષેત્રે આગવી છાપ ધરાવનાર દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા જે વિચાર કરવામાં આવી રહ્યો છે કે લોંગ ટર્મ કેપીટલ ગેઈન નો લાભ 24 મહિનાને નહીં પરંતુ બાર મહિના જ મળી રહે તે નિર્ણય રિયલ એસ્ટેટ માટે ખૂબ આવકાર્ય છે કારણ કે જો આ નિર્ણયની અમલવારી થાય તો કોમર્શિયલ રોકાણમાં ખૂબ ઉછાળો જોવા મળશે એટલું જ નહીં જે લિક્વિટી નો પ્રશ્ન રહેતો હતો તે પણ ભૂતકાળ બની શકે છે. તરફ તેઓ જણાવ્યું હતું કે જે રોકાણકાર રોકાણ કરતો હોય તેને ઘણી ખરી રીતે ચોખવટ પણ મળી રહેશે અને તેમના રોકાણ કરેલા રૂપિયાનું પૂરેપૂરું વળતર પણ મળશે. તે ઉમેર્યું હતું કે આ નિર્ણયથી ક્ષેત્રને ખૂબ વ્યાપ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં વળતર રોકાણકારોને ખૂબ વધુ મળે છે પરંતુ અત્યાર સુધી અહીં રોકાણ કરતા રોકાણકારોને બે વર્ષ જેટલો સમયની રાહ જોવી પડતી હતી પરંતુ હવે તે લાભ તેઓને એક વર્ષની અવધિમાં જ મળશે જે ખૂબ મહત્વનું પુરવાર થઈ શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.