પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ તથા સામાજીક અગ્રણી વિનોદભાઇ વાલાણીની ઉચ્ચકક્ષાએ રજુઆત
વિછીયા ગામે તાત્કાલિક કોવિડ હોસ્પિટલ ચાલુ કરાવવા તેમજ રેમડેસીવર ઇન્જેક્શન ફાળવવા સરકારમાં રજૂઆત કરતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ તથા સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણીઍ પત્રમાં જણાવ્યા પ્રમાણે વિછીયા તાલુકાના ગામડા ઉપરાંત ચોટીલા સાયલા વિસ્તારના આંતરિયાળ વિસ્તારના લોકો વિછીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહેલ છે કોરોના મહામારી અંતર્ગત વિછીયા તેમજ ગ્રામ્ય પંથકમાં બહોળા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસો સતત સામે આવી રહ્યા છે અને ઘેર ઘેર કોરોના ના લક્ષણો ધરાવતા તેમજ તાવ શરદી ઉધરસ ખાંસી જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે સરકારી તેમજ પ્રાઇવેટ દવાખાના દર્દીઓથી ઉભરાયા છે.
આ વિસ્તારમાં ભયંકર ગંભીર સ્થિતિ નિર્માણ પામેલ છે વિછીયા સરકારી હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર ઓક્સિજન જેવી અદ્યતન સુવિધાઓ ન હોવાથી બહારગામ સીટી ઓમ દર્દીઓને રીફર કરવામાં આવે છે અને કોરોના જેવી ગંભીર બિમારીથી સપડાયેલ લોકોને રસ્તામાં જીવ ગુમાવવાનો વારો આવે છે વિછીયા હોસ્પિટલ ખાતે કોવિંડ ટેસ્ટ થોડે ઘણે અંશે થાય છે તેમાં પણ સો ટકા રિઝલ્ટ નથી જો અહીં હોસ્પિટલમા આર ટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને પુરતા પ્રમાણમા સારવાર મળી રહે તો આ વિસ્તારમાંથી દર્દીઓને રાજકોટ – અમદાવાદ સુધી જવાનાં ધક્કા ના થાય અને ઘણા બધા લોકોના જીવ બચી શકે છે તેઓએ પત્રમા વધુમાં જણાવ્યુ હતું કે વિછીયા માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે હાલ કોરોના મહામારી ના કારણે બંધ પડેલ છે આ શાળામાં 40 બેડની હોસ્પિટલ તાત્કાલિક ધોરણે મંજૂર કરી હતી શરૂ કરવામાં આવે અને હોમકોરોનટાઇન થયેલ દર્દીઓને રેમડેસીવર ઈન્જેકશન આપવામાં આવે તો ઘણી માનવ જીંદગી બચી શકે તેમ છે અને ગરીબ લોકોને વિંછીયામાંજ કોવિંડની સારવાર મળી શકે તેમ હોય તાત્કાલીક વિંછીયામા કોવીડ સેન્ટરની 40 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિંનંતી કરી છે