તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તો વધુ એક મગફળી કૌભાંડ બહાર આવેતેવી લોકચર્ચા
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના પેઢલામાં મગફળીના ગોડાઉનથી મગફળીની સાથે નાના ધુળના ઢેફા અને કાંકરાઓ નિકળતા આ મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે કેશોદ ખાતે પણ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદેલ છે. ત્યારે હાલમાં ગોડાઉન ભરાયેલી મગફળી વેચાણ અર્થે બહાર કાઢવામાં આવેલ અને નાફેડ દ્વારા જુનાગઢના વેપારીઓને આ મગફળી વેંચાણ કરવામાં આવી રહીયાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો.
અને મગફળી લેનાર વેપારીઓએ મગફળી ની ૬૭૬૫ ગુણી ની ખરીદી કરી છે. અને નાફેડ અમદાવાદની ઓફીસની ખરીદી કરી છે. અને નાફેડ અમદાવાદની ઓફીસની સુચના મુજબ જુનાગઢના ત્રણ વેપારીઓને આ મગફળીનું વેચાણ કરવામાં આવેલ છે.
ત્યારે કેશોદમાં પણ મગફળી ના ગોડાઉનમાં રખાયેલ મગફળીની તપાસ થાય તો કેશોદ ટેકાના ભાવથી ખરીદવામાં આવેલી મગફળી નું પણ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેવી લોક ચર્ચા જાગી છે. ત્યારે સરકાર દ્વારા કેશોદ મગફળીના ગોડાઉન ચેક કરાશે કે કેમ? તે એક પ્રશ્ન છે.