હળવદ તાલુકાના ચરાડવાના ચૈતન્યનગરમાં પોતાની નોકરી પૂરી કરી ઘરે પરત ફરતી વેળાએ આઈસર ચાલકે એકટીવાને ઠોકર મારતા એકટીવામાં સવાર પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ આજે સાંજના પાચેક વાગ્યાની આસપાસ નીરાલીબેન નિમાવત (ઊ.વ.૨૩) નામની પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં ટીચિંગ, લર્નિંગ, ફેસીલીટરનો હોદો ધરાવતા શિક્ષિકા નોકરી પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચરાડવા નજીક આવેલ ચૈતન્યનગર પ્રાથમિક શાળા પાસે એકટીવાને આઈસર ચાલકે અડફેટે લેતા નીરાલીબેન નુ ઘટનાસ્થળે જ શિક્ષિકાનું કરૂણ મોત નીપજયુ હતુ બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
નિરાલીબેન નિમાવત મૂળ સરા નજીકના વીરપરના વતની છે જેવોથોડા સમય પહેલાજ નોકરીમાં જોડાયાતા જેમના કુટુંબમાં બે બહેન અને બે ભાઈ હતા, પરીવારની લાડક વાઈના મોતના સમાચાર થી પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે અકસ્માત અંગે નીરાલીબેનના દાદા દિનેશભાઈ દયારામભાઈ નિમાવતે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.