હાર્ટ અટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટ બનેમાં ઘણો તફાવત છે.આજે જ્યારે હૃદય હુમલાનો હાહાકાર છે.તેની સામે સડન કાર્ડિયાક અરેસ્ટના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે.ખાસ કરીને યુવાનોમાં સડન કાર્ડિયાક અરેસ્ટ વધુ જોવા મળે છે.
છેલ્લા ઘણા સમયથી કાર્ડિયાક અરેસ્ટના કેસ દેશ દુનિયામાં સામે આવ્યા છે.સડન કાર્ડિયાક અરેસ્ટ લોકોએ સમજવું અગત્યનું છે. ધબકતું હૃદય અચાનક ધબકતું બંધ થયા તેને સડન કાર્ડિયાક અરેસ્ટ કહે છે.મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે મોટી ઉંમરના વ્યક્તિ જેમને બીપી,ડાયાબિટીસ સહિતની બીમારીઓ હોય છે તેમને હૃદયની બીમારી થતી હોય છે.આ પ્રકારની કોઈપણ બીમારી વ્યક્તિમાં ન હોવા છતાં જે વ્યક્તિને હૃદયનો હુમલો આવે એને સડન કાર્ડિયાક અરેસ્ટ કહી શકાય.સેક્ધડ ટુ મિનિટમાં અકસ્માત બને છે.
પહેલેથી ઓળખોવો થોડોક મુશ્કેલ છે.હુમલો કોઈ વ્યક્તિની સામે આવે ત્યારે પહેલા તેનું ઓળખવો હુમલો આવેલ વ્યક્તિની નજીકમાં જવું નાડીના ધબકારા ચેક કરવા શ્વાસની ગતિ જોવી સૌપ્રથમ સીપીઆર આપવાનું શરૂ કરવાનું હોય છે રીતમિક રીતે સીપીઆર આપવાનું શરૂ કરવું.સીપીઆર યોગ્ય રીતે મળતા હુમલા અને અટકાવી શકાય છે વ્યક્તિનું હૃદય ફરી ધબકતું થતું હોય છે.
હુમલો આવેલ વ્યક્તિને સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક ધોરણે નજીકના હોસ્પિટલે પહોંચાડવી જરૂરી છે.હુમલો કયા કારણે આવ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે હૃદયની નળીઓમાં ચરબી જાંબલી નળીઓ ગંઠાઈ જવાની હુમલો નું એક કારણ છે વાલી તકલીફ હૃદયની દીવાલો જાડી હોવાના કારણે હુમલો આવી શકે છે.હૃદય રોગના હુમલા અને નળી બંધ થઈ હોય તેમાં સારવાર એન્જિયોગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે સમયગાળો 45 મિનિટ થી ઓછો હોય તો દર્દીનો જીવ બચાવી શકાય છે. પિકો કાર્ડિયોગ્રામ કરી હૃદયની દિવાલ જાડી છે અથવા નળીઓમાં ચરબી ભરાઈ ગઈ છે.
સર્જરી દ્વારા અથવા વાલ બદલાવીને સારવાર પૂરી પાડવામાં આવે છે.ડ્રેસમાં અને શ્રમ વાળા કામમાં હૃદયને તકલીફ ન પડે એને તંદુરસ્ત હૃદય કહેવાય છે.
ઇસીપી સારવારથી કોઈપણ કાપકૂપ વગર હૃદય સુધી લોહી પહોંચાડે:ડો.નીરવ મહેતા
બ્લેસ્ડ હાર્ટ ક્લિનિકના પ્રિવેન્ટીવ કાર્ડિયોલોજિસ્ટ ડો.નીરવ મહેતાએ જણાવ્યું કે,છેલ્લા પાંચ વર્ષની અંદર હૃદયના એવા દર્દીઓને સારવાર પૂરી પાડી છે.જેમને બાયપાસ સર્જરી અને સ્ટેન ફેલ થયા હતા.જેમના હૃદયના પંપિંગ ખૂબ ઓછા થયા છે. 20 ટકા 15 ટકા હાર્ટના પંપિંગ વાળા વ્યક્તિઓને સારવાર પૂરી પાડી છે.આવા દર્દીઓને સફળતાપૂર્વક કોઈ પણ સર્જરી વગર માત્ર ટ્રીટમેન્ટથી સાજા કરેલા છે.હુમલામાં સીપીઆર મહત્વનો રોલ છે.દર્દીને સમય સીપીઆર મળતા પ્રાથમિકતાની સારવાર મળી જતા વ્યક્તિનો જીવ બચી શકે છે.ઇસીપી સારવારથી કોઈપણ કાપકૂપ વગર હૃદય સુધી લોહી પહોંચાડવામાં આવે છે.ડેવલપ ક્ધટ્રીમાં ઇસીપીનું મહત્વ ઘણું છે. દર્દીને બેડ પર સુવડાવવામાં આવે છે મશીન દ્વારા દર્દીના હૃદય સુધી લોહી પહોંચા ડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. કોલેટ્રોલ વેસલ થી હૃદય સુધી લોહી પહોંચતું થઈ જાય છે.
દર્દીના ઇસીજી તમામ રિપોર્ટ સમયસર કરાવી સમસ્યા અટકાવી શકાય:ડો.નિકુંજ કોટેચા
પ્લેક્સસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડો.નિકુંજ કોટેચા જાણવ્યું કે,સડન કાર્યડીયાક અરેસ્ટ આવ્યા બાદ પ્રાથમિક સારવાર દરમિયાન દર્દીના એસીજી અને તમામ રિપોર્ટ કરાવવા જરૂરી છે.હુમલો આવ્યા એનું કારણ જાણવું ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં ફરી વખત દર્દીને આ સમસ્યાનો શિકાર બનવાની ટાળી શકે છે.30 મિનિટનો વ્યાયામ કરવો જે તંદુરસ્ત હૃદયમાં તે જરૂરી છે.35 વર્ષ પછી દરેક વ્યક્તિએ હેલ્થ ચેકઅપ કરાવું અનિવાર્ય.બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ના રિપોર્ટ રેગ્યુલર કરાવવા જરૂરી.
સીપીઆર જનજાગૃતા વધુ ફેલાવી:ડો.મિહિર તન્ના
ઓલમ્પસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડો.મિહિર તન્ના જાણવ્યું કે,ધબકતું હૃદય અચાનક ધબકતું બંધ થાય તેને સડન કાર્ડિયાક અરેસ્ટ કહે છે.યુવાનોમાં વધવાના કારણો લાઈફ સ્ટાઇલ,સ્મોકિંગ તમબાકું વ્યસન,વ્યક્તિને સડન કાર્યડીયાક અરેસ્ટ હુમલો આવે છે.ત્યારે સીપીઆર આપવાનું શરૂ કરવું જરૂરી છે.એઇડી શોક આપવાનું ડિવાઇસ વડે દર્દીને આપવાનું જરૂરી છે.બાળકો યુવાનો સોસાયટી સમાજના દરેક વર્ગને સીપીઆર માટે જાગૃત કરવા જરૂરી છે.સીપીઆરને વિષય તરીકે શિક્ષણમાં ઉમેરવો જરૂરી છે.કોલેજથી સીપીઆરની ટ્રેનિંગ આપવી જરૂરી.
સડન કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો જણાવતા : ડો.વિશાલ સદાતીય
ગિરિરાજ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.વિશાલ સદાતીય જણાવ્યું કે,થોડા ઘણા લક્ષણો હુમલા પહેલા જોવા મળે છે,જેમ કે અતિશય છાતીમાં દબાણ,ભીસ આવી, સામાન્ય ગેસ એસીડીટી કરતા વધારે હોય.અતિશય પરસેવો વળવો, ગભરામણ થવું અતિશય ઉલટી થવી પેટમાં દુખાવો, વચ્ચેના ભાગમાં દુખવું, ચક્કર આવવા તથા કોઈ પણ અસર ન થાય અને સીધું જ એક જ મિનિટમાં છાતીમાં દુખાવો થતા સડન કાર્ડિયાક અરેસ્ટ હુમલો આવે છે.આવા સમયે આસ પાસની વ્યક્તિએ તુરંત સડન કાર્ડિયાક અરેસ્ટ આવેલ વ્યક્તિને સીપી આર આપવાનું શરૂ કરવું જરૂરી.