-
ઈમિટેશન જવેલરીમાં ડિઝાઈન્સની નથી કોઈ લીમીટેશન
-
ગલ્ફ અને આફ્રિકાના દેશોમાં પણ થાય છે નિકાસ: યંગસ્ટર્સમાં જબરો ક્રેઝ
-
અનેક લોકોને રોજગારી આપે છે ઈમીટેશન જવેલરીનો બિઝનેસ
હર એક માણસને પોતાને બીજાથી અલગ દેખાવુ ગમે છે તે પછી હેર સ્ટાઈલથી હોય, કપડાથી હોય કે આભુષણોથી હોય. માણસોને પોતાને શણગારવા આભુષણોનો ઉપયોગ કરે છે. ઘરેણાઓ પહેરી લોકો પોતાની અલગ છાપ ઉપજાવે છે પરંતુ હર એક લોકો માટે સોના-ચાંદીના ઘરેણા લેવા પોશાય તેમ નથી ત્યારે તેનો પર્યાય મળી જાય તો ? અને આજના આપણા અહેવાલમાં સોના-ચાંદીના પર્યાય ધરેણા એટલે કે ઈમીટેશન જવેલરીની બનાવટો વિશે તો જાણીશું જ સાથે આ વેપાર બજારમાં કેવી ઘુમ મચાવે છે અને વેપારની સાથે સાથે ઘણા લોકોની જીવાદોરી તેમાં પણ ખાસ ગૃહિણીના રોજગારી બાબતે ઈમિટેશન જવેલરીનો વેપારનો વ્યાપ કેટલી હદે કારગર સાબિત થયો છે તેના વિશે પણ જાણીશું.
અબતક સાથેની વાતચીત દરમિયાન મારૂતિ ઈમીટેશનના માલિક અમર પટેલે જણાવ્યું કે, ઈમીટેશનની શરૂઆત આશરે ૩૫ વર્ષ પહેલા થઈ હતી. ઈમીટેશનની વાત કરીએ તો પહેલા લોકો સોનું-ચાંદી અફોર્ડ કરી શકતા હતા તો તેઓ ઈમીટેશનથી દુર હતા. જેમ જેમ ચોરીના કેસ વધતા ગયા તેને લીધે સોના-ચાંદીને મુકીને બધા ઈમીટેશન બાજુ હળતા વધુ થયા. હું છેલ્લા ૧૫ વર્ષથી આ ધંધામાં કાર્યરત છું. મારી શોપને ૮ વર્ષ થયા ઈમીટેશન કાચી મેટલમાંથી લઈને અલગ-અલગ ૧૦ થી ૧૫ પ્રોસેસ થઈને એક વસ્તુ તૈયાર થવામાં ૧૫ થી ૨૦ દિવસ લાગે છે. રો-મટીરીયલ મોટાભાગનું રાજકોટમાંથી જ મળી જાય છે. બાકી મુંબઈમાંથી મંગાવીએ છીએ. અમારી ખાસીયત અમે પગની માછલી એટલે બહાર તેને વિંછીયા કહેવાય છે. તેને અમે બનાવીએ છીએ. આમા અલગ-અલગ ૨૦૦ થી ૨૫૦ અલગ અલગ ડિઝાઈનની રેન્જ અમારી પાસે હોય છે. એક ડિઝાઈન બનાવતા ૧૫ દિવસ લાગે છે. અલગ અલગ સિઝન પ્રમાણે જેવી કે શિયાળામાં નાની સાઈઝની વિછીયા ઉનાળામાં મોટી સાઈઝ વગેરે અલગ-અલગ ચાલતી હોય. ૧૫ થી ૨૦ દિવસમાં ડિઝાઈન ફરી જતી હોય. એકને એક વસ્તુ ચાલતી હોય તેની કિંમત ૪ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીની હોય છે. સુસ્તછે તેથી જ ચાંદીના મુકાબલે ચાલે છે. લગભગ ૬૦ થી ૭૦ ટકા સ્ત્રીઓ કામ કરે છે. અમારા ધંધામાં હેવી મશીનરી ઉપયોગ નથી થતી. સ્ત્રીઓનું જ બધુ કામ હોય છે. અમે ૪૦ થી ૫૦ લોકોને રોજગારી આપી છીએ. બજારના પ્રમાણે જેમ સોના-ચાંદીના બજાર ઉંચી નીચી થાય છે તેવી જ રીતે આમાં ઉપર નીચે થાય છે. મેટલમાં ભાવ વધે તો ઉપર નીચે થાય છે પરંતુ જોજો ફરક ન હોય. અમારે હોલસેલનો બિઝનેસ છે. તેથી સ્ત્રીનો ડાઈરેકટ કોન્ટેકટમાં ન હોય અમારી પાસે મોટા વેપારીઓ જ આવતા હોય તેથી બોકસ ટુ બોકસ જ વેચવાનું હોય. અમારી મોટાભાગની ડિઝાઈનો ગુજરાત બહાર પહેરાય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજ સેલ્સના માલિક આશિષ પટેલે જણાવ્યું કે, છેલ્લા ૧૫ વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો છું. ઈમીટેશનની જવેલરીમાં અમારી ખાસીયતમાં અમે ઓકસોડાઈઝના ઝુમર અને ડાઈમન્ડ સેટ બનાવીએ છીએ. તેમાં અમે બહારથી કાસ્ટીંગ કાઢવીએ તેની અલગથી પ્રોસેસ હોય. કાસ્ટીંગથી આવે ઝુમરને નાચક આપવાનું તો અમારી લેડીઝ સ્ટાફ છે તે કામ જોબવર્કથી અમને કરી આપે ત્યાંથી આવે પછી તેમાં ઘણી બધી પ્રોસેસ થાય જેવી કે ડાયમંડ ચિપકાવવા વગેરે કામ છોકરીઓ લેડીસો અમારે ત્યાંથી ઘરે લઈ જાય. આપણે બધુ બહાર દઈએ છીએ. આપણે પોતે નથી કરતા અમારી પાસે દરરોજ નવી ડિઝાઈનો ઉપલબ્ધ હોય છે અત્યારે તો કાયમી નવું જ બનાવું પડે છે. જુનુ બહુ ઓછુ ચાલતું હોય છે જો કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે કોનટેટી હોય તો બની શકે થોડી હોય તો ન બની શકે. ઝુંમરીની વાત કરીએ તો તેની રેન્જ ૩ રૂ. થી શરૂ થઈ ૫૦ થી ૬૦ રૂપિયા સુધીની છે. સેટમાં ૧૦ રૂ. થી શરૂ થઈ ૧૦૦ થી ૧૫૦ રૂ. સુધીની રેન્જ હોય છે. અમે ગુજરાત બહાર સેલ કરીએ છીએ. અમારું ટોટલી કામ સ્ત્રીઓ ઉપર જ થાય છે. નાનાથી લઈને મોટી બધી જ લેડીઝો ઘરે કામ લઈ જાય છે. ૨૦૦ થી ૩૦૦ બાયો છે કે જેને આપણે કામ આપીએ છીએ. એક મહિને અંદાજે એક હજારથી પાંચ હજાર સુધીનું કામ કરી લેતા હોય છે. એક ડિઝાઈન બનાવવામાં તેની પ્રોસેસ અલગ અલગ આવે તેથી ડિઝાઈન બનવામાં એક પીસ બનાવવામાં અંદાજે ૩ થી ૪ કલાક જોઈ. પરંતુ રેગ્યુલર બનતી હોય તો ઓછા ટાઈમમાં બની જાય. દિવસેને દિવસે ઈમીટેશનનું કામ વધતું જાય છે અત્યારે ડિમાન્ડ પણ સારી છે સોનાના ભાવ વધારા હિસાબે ઈમીટેશનની વસ્તુઓ સસ્તામાં મળી જાય અને અત્યારે ડિમાન્ડ પણ સારી છે સોનું મોઘું છે અને દિવસેને દિવસે સોનાના ભાવ વધતા જાય છે તો આ વસ્તુઓ તેના બજેટમાં મળી જાય અને ખોવાય જાય કે ચોરી થાય તો કોઈ ઉપાધી રહેતી નથી. બહુ લો બજેટમાં મળી જાય છે.
ઈમિટેશનના વેપારીઓને લઈ તા ઈમિટેશનના વધતા જતાં ક્રેઝ અને તેના વેંચાણ અંગેની માહિતી આપતા કે.પી.ક્રિએશનસના માલિક પ્રકાશ શેઠે જણાવ્યું હતું કે, વીસ કે બાવીસ વર્ષ પહેલા મેં ઈમિયેશનના વેપારની શરૂઆત કરી હતી. જયારે પ્રકાશભાઈ એમની શરૂઆતના સમયગાળાથી વર્તમાન સમયગાળા વચ્ચેના તફાવતનું પુછવામાં આવ્યું તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાના સમયગાળામાં જે જવેલરી બનતી તે ખૂબજ લીમીટેડ ડિઝાઈનમાં બનતી હતી. જયારે વર્તમાન સમયમાં ટેકનોલોજીના વ્યાપને આધારે અઢળક જવેલરી અને અલગ અલગ ઘણી બધી ડિઝાઈનોની જવેલરી બની રહે છે. કારણ કે હાલના સમયમાં ઈમિટેશન જવેલરીનો પ્રોગેશ, ગ્રો પણ વધી રહ્યો છે. પહેલાના સમયમાં લોકોને એવું માનવું હતું કે, ખોટી વસ્તુ ન પહેરવી પરંતુ હાલના સમયગાળામાં લોકો સોના-ચાંદી ઘરેણા હોવા છતાં ઈમિટેશનમાં અલગ-અલગ ડિઝાઈનો મળવાથી પહેરવાનું પસંદ કરે છે. જયારે આ ઈમિટેશન જવેલરી બનાવવા માટે ઓછામાં ઓછી સાત અને વધુમાં વધુ વીસ જેટલી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. પછી કેવી ડિઝાઈન અને તેની બનાવટ પર આધાર રહે છે. રોજગારીને લઈને જયારે વાત કરવામાં આવે તો રાજકોટનો ઈમિટેશનનો વેપાર અને રાજકોટ ઈમિટેશન એસોસિએશન ગૃહિણીઓ અને લોકોને રોજગારી પુરી પાડવામાં ગર્વ અનુભવે છે.
કારણ કે હજારો લોકો આ ઉદ્યોગ સો સંકળાયેલા છે ત્યારે નાનામાં નાના કારીગરોથી લઈ પ્રોડસન કરનાર વ્યક્તિ સુધી આ વિકાસ પહોંચ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં આજુબાજુના ૧૦૦ કિ.મી.નો ક્રાઈટ એરિયા સુધી આ વેપાર પરાયેલો છે. ઘરઘરાવ કામ કરતી બહેનોથી માંડી દરેક પ્રોસેસ યુનિટો સુધી આ રોજગારી પુરી પાડે છે. રાજકોટ હાલ ઈમિટેશન વેપારમાં હબ ગણાય છે અને પહેલા મહારાષ્ટ્ર, મદ્રાસ અને કલકત્તા સુધી સીમીત હતું. જેનું સન રાજકોટ લઈ ચૂકયું છે તે ગુજરાતભરના લોકો માટે એક ગર્વ અનુભવવા જેવી વાત છે. ખાસ દર્શકમાં યુવાનોને ટાર્ગેટ કરી એટલું કહેવા માગીશ કે આજના યુવાનો જે એજયુકેશન લઈ રહ્યાં છે તો તેના પ્રોપર એજયુકેશનને પ્રેકટીકલ એજયુકેશન તરફ વાળે અને પછી કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવે તો દરેક ઉદ્યોગ એટલા સફળ રહેશે કે ગુજરાત હોય સૌરાષ્ટ્ર કે રાજકોટનો યુવાન બેકાર નહીં રહે.
સાથો સાથ ઈમિટેશનમાં મળતી ગૃહીણીઓને રોજગારી ભવિષ્યમાં વધતો જતો વેપારનો પણ ક્રેઝ અને રાજકોટ બજારની પરિસ્થિતિની વાત કરતા ઉષા કોસ્ટીંગ અને જવેલરીના માલિક અલ્પેશભાઈ દૂધાત્રા જણાવે છે કે, ઈમિટેશનના વેપારની અનુભવતી વાત કરીએ તો આ અમારી બીજી પેઢી છે જે આ વેપાર સો જોડાયેલી છે અને પોતાને સાત થી આઠ વર્ષ આ વેપાર ધંધામાં છે. ઈમિટેશનની વાત કરીએ તો તે મધ્યમ વર્ગના લોકો માટે ઈમિટેશનની જવેલી સોનાથી ઓછી નથી. હાલનાં સમયગાળાને જોતાં કહીં શકાય ઈમિટેશન ફકત સોનાનું પર્યાય ની પરંતુ તેમાં વધતી જતી અવનવી ડિઝાઈનોએ લોકોને આકર્ષવા સફળ સાબિત થયું છે. ભૂતકાળ અને વર્તમાનકાળના સમય ગાળાનાં તફાવતની વાત કરતા અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ફીનીસીંગને લઈને પહેલા લોકો ઓળખ પાડતા હતા. પરંતુ ટેકનોલોજીનો વ્યાપ વધતાં હાલનાં સમયગાળામાં એવું ફીનીસીંગ આપવામાં આવે છે કે, સોનાની વસ્તુને પણ ટક્કર આપી શકે છે. સાથે રાજકોટમાં મળતી ફીનીંસીંગ ચાઈનાની વસ્તુને પણ પછાડી શકે તેવું ઉત્પાદન થાય છે અને ઈમિટેશનના ઉત્પાદનમાં વસ્તુ બનાવા માટે પાંચ દિવસી લઈ એક મહિના સુધીનો સમયગાળો લાગી શકે જે ડિપેન્ડ ઓન આઈટમ હોય છે અને સાથો સાથ ઈમિટેશનની ચીજ વસ્તુઓ ખૂબ સસ્તી મળી રહે છે. હોલસેલના વેપારમાં ૧ રૂપિયાથી માંડી ૨ હજાર, ૩ હજાર અને મુંબઈમાં તો ૧૫ હજાર સુધીની વસ્તુ મળી રહે છે અને ઈમિટેશનની વસ્તુઓ બનાવવા માટે મશીનરી ઓછી વપરાય છે. જયારે હસ્તકલાનો ઉપયોગ વધુ થાય છે. એટલે જ કહેવાય છે કે ઈમિટેશન મશીની નહીં પણ માણસોથી જ બનતી વસ્તુ છે. ટેકનોલોજીના સમયમાં પણ આ વેપાર ઘણા ગૃહ ઉદ્યોગને આગળ ધપાવવા ઘણો સફળ થયો છે. કારણ કે મહિલાઓ માટે અને ખાસ ઘરે રહેતી મહિલાઓ માટે આ વેપાર રોજગારી પૂરી પાડે છે. રાજકોટમાં બનતી ઈમિટેશનની વસ્તુઓ ફકત રાજકોટમાં જ નહીં પરંતુ રાજકોટના આજુબાજુ ગામોમાં પણ રોજગારી પૂરી પાડે છે જે લગભગ બે થી ત્રણ લાખ લોકોને આ ઉદ્યોગ રોજગારી પૂરી પાડે છે અને રાજકોટમાં ઉત્પાદન થતી ઈમિટેશનની ચીજવસ્તુઓ ભારત સાથે ગલ્ફના દેશોમાં, દુબઈ અને આફ્રિકાનાં દેશોમાં પણ એકસ્પોર્ટ કરવામાં આવે છે. ગલ્ફના દેશો અને દુબઈ જેવા દેશોની ઈમિટેશન જવેલરીની ખરીદી માટે રાજકોટ પહેલી પસંદગી છે અને ઉષા કાસ્ટીંગ અને જવેલરીની હાથ બનાવટ વસ્તુ વધુ બનાવામાં આવે છે અને આ બધી બનાવટોનું ઉત્પાદન એટલુ સારી રીતે થાય છે કે તેને આપણે ચાઈનાની વસ્તુઓના અવેજમાં પણ મુકી શકાય છે.
ઈમિટેશન જવેલરીનો ક્રેઝ મહિલાઓમાં દિવસે ને દિવસે વધતો જાય છે. પરંતુ હાલ વિંછીયામાં થોડુ ડાઉન જોવા મળી રહ્યું છે તો સામે મહિલાઓમાં ફીંગરરીંગ કે જે સસ્તી પ્રોડકટ કહી શકાય એવી વસ્તુઓ મહિલાઓ વાર-તહેવારોમાં અને શુભ પ્રસંગોમાં પણ ખરીદી કરે છે એના હિસાબે જ હજારોમાં નહીં પરંતુ લાખો કરોડોમાં આ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં વીંટી, વિછીયા, પેન્ડલ, નેકલેસ જેવી વસ્તુ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને જો આ વેપાર આટલી મહિલાઓ ઘણા લોકોને રોજગારી આપે છે તો ગર્વમેન્ટ તરફી સહાયનું જણાવતા અલ્પેશભાઈએ કહ્યું હતું કે, આમ તો સરકાર તરફી અમને ઘણી બધી સહાય મળી છે અને મળતી પણ રહે છે. જયારે ટેકસીસમાં વેટનો કાયદો લાગુ પડયો ત્યારે સરકારે પાંચ વેટ નક્કી કર્યું હતું જે અમને હાલ એક ટકા પર કરી આપ્યો છે. ત્યારબાદ જી.એસ.ટી.માં ૫,૧૨ અને ૧૮ ટકા સ્લેબ હતા. તેમાં પણ રાહત કરી ૩ ટકા સ્પેશિયલ સ્કિમ કરી આપી છે જે બિરદાવા જેવું છે. દર્શકોને સંદેશો આપતા કહ્યું હતું કે, ઈમિટેશન જવેલરી ધીમે ધીમે ફેશન જવેલરી બની રહી છે. ખાસ યંગ જનરેશનમાં નવી-નવી ડિઝાઈનને લઈ યંગસ્ટરોમાં ઈમિટેશન જવેલરીનો ક્રેઝ વધતો દેખાય છે.