ઇમિટેશન જવેલરી એસોસિએશન દ્વારા 30 કારીગરોની મદદથી 30 કલાકની જહેમત બાદ તૈયાર કરાયું છે આ ખાસ પ્લેન
ઇમિટેશન જવેલરી એસોસિએશન દ્વારા 30 કારીગરોની મદદથી 30 કલાકની જહેમત બાદ ખાસ પ્લેન તૈયાર કરાયું છે. ડાયમંડથી જડેલું આ પ્લેન વડાપ્રધાનને ભેટમાં આપવામાં આવનાર છે.
રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશન દ્વારા 30 કલાકની મહાજહેમતથી એક ખાસ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. નિષ્ણાત 30 કારીગરોએ સખત મહેનત કરી ખૂબ સુંદરને અમૂલ્ય એવા ઇમીટેશનનુ વિમાન નિર્માણ કર્યું છે તે એસોસિએશનના કમિટી મેમ્બર આજે સાંજે રાજકોટના કલેક્ટરને આપવાના છે. જે વિમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન સમારોહમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ સ્વરૂપે આપવાના છે.
આ સાથે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશનની ખૂબ લાંબા સમય થી કરેલ ઇમિટેશન જ્વેલરી પાર્ક માટેની માગણી વહેલી તકે પૂર્ણ કરવા મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને રજુઆત ઇમિટેશન જવેલરી એસોસિએશન દ્વારા કરાશે.