દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે. ‘વાયુ’, ‘ક્યાર’ અને ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતુ.ત્યારે ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તોકતે નામ આપવામાં આવ્યું છે. ઘણી વખતે લોકોના મનમાં સવાલ થાય છે કે, આ વાવાઝોડાનુ નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. જો કે લોકોના મનમાં તે પ્રશ્ન ઉઠતો જ હશે કે આ નામો રાખે છે કોણ? તો આવો જાણીએ તે વિશે વધુ માહિતી.
વાવાઝોડાના નામકરણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?
અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથા 17 વર્ષ પહેલા એટલે કે 2004થી શરૂ થઈ હતી. તે માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડનો એમ આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે.
ગુજરાત પર ક્યારે ત્રાટકશે આ ‘તોકતે’ વાવઝોડું ?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, નઆ વાવાઝોડું આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ટૌકાતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે. એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 14 મેના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરમિયાન આજે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જાણો ‘તોકતે’ વાવઝોડાનો મતલબ
દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાયા બાદ ચક્રવાતનું નામ ‘તૌકાટે’ રાખવામાં આવ્યું છે. આનો અર્થ છે વધુ અવાજ કરતી ગરોળી. આ નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરુ થનાર ચોમાસુ સારુ રહેવાની આગાહી થઈ છે અને દેશી પધ્ધતિ મૂજબ વરતારો પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સીઝનમાં પ્રથમ વાવાઝોડુ અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાનું હવામાન બંધાય તેવી શક્યતા છે.