- ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવનિયુક્ત હોદેદારો અબતકની શુભેચ્છા મુલાકાતમાં આપી માહિતી
ઇન્ડિયન મેડિકલ એસોસિયન રાજકોટના નવ નિયુક્ત ટીમની રચના કરવામાં આવી છે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે ડો. જયેશ ડોબરીયા, સેક્રેટરી તરીકે ડો. કૃપાલ પુજારા, આઈ.પી.પી. ડો. કાંત જોગાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, ઉપપ્રમુખ તરીકે ડો. તુષાર પટેલ, ડો. અમીત અગ્રાવત, એડિટર ડો. અમીષ મહેતા, ટ્રેઝરર ડો. રૂકેશ ઘોડાસરા, જોઈન્ટ સેક્રેટરી ડો. ચિંતન દલવાડી, ડો. બિરજુ મોરી, જોઈન્ટ ટ્રેઝરર ડો. રાજન રામાણી, ડો. ચિંતન કણસાગરાની નિમણૂંક કરવામાં આવી છે. એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપા ગોંડલીવા, ડો. નિશાંત ચોટાય, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો. રાજેશ સાકરીયા, ડો. દર્શન સુરેજા, ડો. સંજય ટીલાળા, ડો. વિશાલ પોપટાણી, ડો. ગૌતમ માકડીયાની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્ટ મેમ્બર તરીકે ડો. દર્શન જાની, ડો. પાર્થ કટારીયા, ડો. નિકેત દોમડીયા, ડો. અજય ચરણ, ડો. ભૂમી પટેલ, ડો. ઉદય ડોબરીયા, ડો. દિવ્યાંશી પટેલ, ડો. ત્રીશાંત ચોટાય તથા એડીટોરીયલ બોર્ડમાં ડો. મયંક ઠક્કર, ડો. સંકલ્પ વણઝારા, ડો. કાર્તિક સુતરીયા, ડો. ધર્મેશ શાહ, ડો. નિલેશ દેત્રોજાની નિમણૂંક કરવામાં આવી છે. યંગ એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. ઝલક ઉપાધ્યાય, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઘટના કથીરીયા, ડો. અંકુર વરસાણી, ડો. ડેનીશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. પ્રવીણ ગોજીયા, ડો. યશ કાકડીયા, ડો. ધ્રુવ કોટેચા, ડો. હાર્દિક વેકરીયા, ડો. જવલંત ચગની વરણી કરવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાકડીયા હાજર રહ્યા હતા અને ઈન્સ્ટોલેશન ઓફીસર તરીકે ડો. પારસ શાહ દ્વારા નવી ટીમને પોતાની ફરજો સમજાવી શપથવિધિ કરાવવામાં આવી હતી. શપથવિધિ સમારોહના ભાગ રૂપે કો. કાંત જોગાણી, ડો. અમિષ મહેતા, ડો. રાખોલીયા સહિત તેમની ટીમના માર્ગદર્શનમાં તબીબ પરીવારો દ્વારા નાટક, ડાન્સ, સંગીત, મિમિકી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં.
આ તકે પ્રમુખજયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે
વિશ્વમાં દિવસે દિવસે વૃધ્ધોની વસ્તી વધી રહી છે તેની સાથે ભારતમાં પણ વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને હવે માણસનું આયુષ્ય વધ્યુ હોય અત્યારે યુવાનોનો ગણાતો આપણો દેશ પણ વૃધ્ધોની સંખ્યા વધવાના કારણે વૃધ્ધોનો દેશ બનશે ત્યારે વૃધ્ધો માટે શારીરિક અને માનસીક અનેક સમસ્યાઓ હોય છે તેના પ્રત્યે સમાજને જાગૃત કરવા અને વડિલો વૃધ્ધો પણ સારી રીતે તંદુરસ્ત રહી જીવન પસાર કરી શકે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા લોક જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે
એકલા રહેતાં વડિલોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વર્તમાન સમયમાં જોઈએ તો એક કે બે સંતાન વાળા પરિવાર જ જોવા મળે છે અને એમાં પણ કારકીર્દી માટે સંતાનો મોટા શહેરોમાં કે વિદેશ જતા રહેતા હોય છે અને વડિલો ગ્રામ્ય વિસ્તારમાં કે નાના શહેરોમાં પોતાના મૂળ રહેઠાણ પર રહેતા જોવા મળે છે. કુદરતી રીતે ઉંમરની સાથે અમુક બિમારી આવતી હોય છે, બધાને નહી પણ મોટા ભાગના વડિલો વૃધ્ધોને ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, ભૂલી જવુ, કંપવા, હાડકા નબળા નડી જવાના કારણે ફ્રેકચર, મણકા ઘસાઈ જવાના કારણે કમર કે પગના દુ:ખાવા, પાચન યોગ્ય ન થવાના કારણે પેટને લગતા વિવિધ દર્દી, યુરીનને લગતી અમુક સમસ્યાઓ, હલન-ચલનમાં પ્રોબ્લેમ વગેરે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આઈ.એમ.એ.-રાજકોટની નવ નિયુક્ત ટીમને આઈ.એમ.એ. ગુજરાતના ઉપ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઝોનલ સેક્રેટરી ડો. જય ધીરવાણી, ટ્રસ્ટી અને રાષ્ટ્રીય અગ્રણી ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. એમ. કે. કોરવાડીયા, ડો.ભાવેશ સચદે, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલસેતા, ડો. સંજય ભટ્ટ, ડો. પારસ શાહ, પેટ્રન કો. પ્રકાશ મોઢા, ડો. કીર્તિ પટેલ, ડો. નિતીન ટોલીયા, ડો. અમીત હપાણી, ડો. રશ્મી ઉપાધ્યાય, આમંત્રીત મહાનુભાવો ડો. દર્શીતા શાહ, ડો. દર્શના પંડયા, ડો. નિતીન લાલ, ડો. ગૌરવી ધ્રુવ, ડો. પ્રફુલ કમાણી, ડો. વસંત કાસુંન્દ્રા સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
ડોક્ટર અને દર્દી વચ્ચે અતૂટ વિશ્ર્વાસ હોવો જરૂરી: પ્રમુખ ડો જયેશ ડોબરીયા
અબતકની શુભેચ્છા મુલાકાતમાં આવેલા આઈ.એમ.એ ના નવનીત પ્રમુખ જયેશ ડોબરીયાએ અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલનું હબ ગણાય છે ખાસ કરીને ટ્રાન્સ પ્લાન્ટની માં રાજકોટ પાછળ છે તો એ માટે વધારે ને વધારે સારામાં સારું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટમાં થઈ શકે તેમજ આપણે સાંભળ્યું હશે કે લીવર અને કિડનીનું જ ટ્રાન્સપ્લાન્ટ પણ હૃદય અને બોન ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે આવી અધતન સારવાર પણ રાજકોટમાં મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરવાની જરૂર છે, વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર અને દર્દી વચ્ચે અતૂટ વિશ્વાસ હોવો જરૂરી છે દર્દી પ્રત્યે ડોક્ટરને લગાવ તેમજ દર્દીને જીજીવીશા હોય છે અત્યારે ડિજિટલ પ્રસારણ ને લીધે કયાકને ક્યાંક ક્યારેક ખોટી વિગત પસાર થતી હોય છે એટલા માટે દર્દીઓને અવરનેસની વધારે જરૂર છે અત્યારે હોસ્પિટલમાં અધતન સારવાર માટે અધતન ટેકનોલોજી તેમજ બિલ્ડીંગની જરૂર છે એટલા માટે થી ક્યાંકને ક્યાંક હોસ્પિટલ ક્ષેત્ર હવે કોર્પોરેટ બનતું ગયું છે આઈ.એમ.એ ટીમમાં અઢીસો જેટલા મેમ્બર છે અને અમારી ટીમમાં બધાનો સહકાર મળી રહે છે લોકોની તંદુરસ્તી બાબતે સતત જાગૃત રહી કાર્ય કરી રહેલ આ સંસ્થા દેશ માટે ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા બાબતે વહેલાં જાગૃત બની લોકોને પણ જાગૃત કરવા પ્રયાસ હાથ ધરશે અને સમાજને પણ આ ઝુંબેશમાં જોડી ભાવી સમસ્યા બાબતે યોગ્ય માર્ગદર્શન આપશે. વધુમાં જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે ક્યારેક ડોક્ટર પોતાના વ્યવસાયથી નાસીપાસ થાય છે તો તેમણે ક્યારે પણ પોતાના વ્યવસાયથી નાસીપાસ થવું નહીં.