ડાર્ક એનર્જી કેમેરાએ સર્પાકાર આકાશગંગા તરફ આગળ વધી રહેલા ભૂતિયા હાથની ઘણી તસવીરો કેપ્ચર કરી છે. આ અવકાશી રચનાઓને “ભગવાનનો હાથ” નામ આપવામાં આવ્યું છે અને તે વાયુ અને ધૂળના વાદળો છે. આ ડાર્ક એનર્જી કેમેરા, જે ડીઈકેમ તરીકે ઓળખાય છે, તે ચિલીમાં વિક્ટર એમ. બ્લેન્કો ટેલિસ્કોપ પર સ્થાપિત થયેલ છે. આ દુર્લભ ઘટનાને ધૂમકેતુ ગ્લોબ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે આપણને બ્રહ્માંડ અને તેની ઉત્પત્તિ વિશે ઊંડી સમજ આપે છે. હાલ જે ઘટીત થયેલી ઘટનાને પગલે જે ચિત્ર ઉદ્ભવીત થયું તેનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું ભગવાન છે ?
ધૂમકેતુ ગ્લોબ્યુલ્સનો બ્રહ્માંડમાં હાજર ધૂમકેતુઓ સાથે કોઈ સંબંધ નથી. તેઓ આકારમાં ધૂમકેતુ જેવા હોય છે અને તે વાયુ અને ધૂળથી બનેલા હોય છે, જેમાં ચમકતી પૂંછડીઓ હોય છે. નવા તારાઓ તેમના કેન્દ્રમાં હાજર હોય છે અને તેઓ તેમની આસપાસના તારાઓમાંથી નીકળતા ભારે કિરણોત્સર્ગમાંથી બને છે. ધૂમકેતુ ગ્લોબ્યુલ્સ ગેલેક્સીમાં નવા તારાના જન્મ અને ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચિલીમાં લેવામાં આવેલી તાજેતરની ’ગોડઝ હેન્ડ’ની તસવીરો સી.જી 4 દર્શાવે છે, જે 1300 પ્રકાશવર્ષ દૂર મિલ્કી વે ગેલેક્સીમાં ’પપ્પિસ’ નક્ષત્રમાં જોવા મળેલો ધૂમકેતુ જેવો ગોળો છે. સી.જી 4 ધૂળ હોય છે અને તે વળતા હાથ જેવો દેખાય છે. આ ’ઈશ્વરના હાથ’ની દિશા ઈ.એસ.ઓ257-19 (પીજીસી 21338) નામની સર્પાકાર આકાશગંગા તરફ ઈશારો કરે છે, જે 100 મિલિયન પ્રકાશવર્ષ દૂર હોવાનું માનવામાં આવે છે.