નવનિયુકત પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા સહિતના હોદેદારોનો શપથ
વિધિ સમારંભ યોજવાના બદલે ઓર્ગન ડોનેશન અંગે જાગૃત્તિ લાવવા ઝૂંબેશ છેડવાનો નિર્ણય
દેશના એલોપેથિક ડોકટરોના ૯૨ વર્ષ જૂના સંગઠ્ઠન ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની શાખાઓ દેશભરમાં આવેલી છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની રાજકોટ શાખાનો ચાલુ વર્ષે ૭૫ વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આઈએમએના પ્લેટીનમ જયુબેલી વર્ષના નવા હોદેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી છે. જેમાં પ્રેસીડેન્ટ તરીકે શહેરનાં જાણીતા સીનીયર બાળરોગ નિષ્ણાંત ડો. જય ધીરવાણી અને સેક્રેટરી તરીકે સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રૂકેશ ઘોડાસરાની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ડો. તેજસ કરમટા, ડો. અમિત અગ્રાવાત પ્રોજેકટ ચેરમેન તરીકે ડો. સંકલ્પ વણજારા સહિતના હોદેદારોની વરણીકરવામાં આવી છે.
વર્તમાન સમયમાં દેશભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાય રહી છે. ત્યારે આઈએમએ રાજકોટના પ્લેટીનમ જયુબેલી વર્ષનાં નવા હોદેદારોએ શપથવિધિ સમારંભ નહી યોજવાનો નિર્ણય કર્યો છે. શપથવિધિ સમારંભના બદલે નવનિયુકત હોદેદારો આ વર્ષે સામાજીક પ્રવૃત્તિઓ હાથ ધરનારા છે. ભારતમાં આજે કીડની, લીવર, હૃદયના અનેક દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈરહ્યા છે અને અનેક દર્દીઓને દ્રષ્ટીહીન દશામાં જીવી રહ્યા છે. ત્યારે લોકોને અંગદાનનું મહત્વ સમજાવવા આઈએમએના હોદેદારોએ ઓર્ગન ડોનેશન અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ભગવાનના સ્વરૂપ સમાન મનાતા ડોકટર અને સમાજ વચ્ચે સેતુરૂપ બનવાના આઈએમએનાં હોદેદરારોના આ પ્રયાસ કાબેલીદાદ મનાય રહ્યો છે.
ઓર્ગન ડોનેશનથી આઠ લોકોને નવજીવન મળી શકે છે: ડો.જય ધીરવાણી
આઈએમએ રાજકોટના નવનિયુકત પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણીએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે પ્લેટીનમ જયુબેલી વર્ષમાં પ્રેસીડેન્ટ તરીકે કામ કરવાની તક મળી છે. તે બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું આઈએમએએ દેશના સમગ્ર ડોકટરોને એક કડીએ બાંધતી સંસ્થા છે. જેની સ્થાપના વર્ષ ૧૯૨૮માં કરવામાં આવી છે. આ સંસ્થા સમાજ અને ડોકટરને જોડતી અકે કડીનું કામ કરે છષ. આઈએમએનાં માધ્યમથી ઘણા બધા કાર્યક્રમો સમાજને આપી એ છીએ.
જેનાથી સમાજને પણ બહુ મોટો ફાયદો થતો હોય છે. રાજકોટમાં આઈએમએની સ્થાપના ૧૯૪૫માં થઈ હતી. તેની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે તેમની ઉજવણીની અમારી થીમ સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવાની છે. એક બ્રેઈન ડેડ માણસમાંથક્ષ બીજા ૮ લોકોને જીવન મળી શકે છે. પરંતુ ભારતમાં હજુ અંગદાનની એટલી જાગૃતતા નથી રોજના હજારો લોકોની અંતિમ વિધિ કરી નાખવામાં આવે છે. પરંતુ તેનો ફાયદો સમાજને મળી શકતો નથી. જેથી દેશમાં ઓર્ગન ડોનેશન અંગેની જાગૃતિવે તે સમયની જરૂરીયાત છે. આ વર્ષમાં અમે સમાજમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ લાવવા ઝુંબેશ છેડીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું.
રાજકોટ સૌથી વધુ ઓર્ગન ડોનેશન કરતુ શહેર બને તેવી આશા: ડો. રૂકેશ ઘોડાસરા
આઈએમએના નવનિયુકત સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે સૌ પ્રથમ હું મારા આઈએમએનાં તમામ ડોકટરો મિત્રોનો આભાર માનુ છું કે સેક્રેટરી તરીકે મારી નિમણુંક કરી આઈએમએએ ભારતનું ડોકટરોનું સૌથી મોટુ એસોસીએશન છે અને તે ફકત ડોકટરોનું જ નહી સમાજ માટે પણ આ કાર્યકર છે.જેમને અમા આ વર્ષની થીમ ઓર્ગન ડોનેશનની છે. લોકોને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહન
મળે તેવા પ્રયાસો અમારા છે. આઈએમએ ડોકટરોની પણ જરૂરીયાત સમજે છે.જેમકે હાલના કોરોનાના સંક્રમણનાં સમયમાં અમને વિચાર આવ્યો કે ડોકટરોને પીપીઈ કીટ અને સેનેટાઈઝની વધારે જરૂર પડશે. તો અમારી ટીમ દ્વારા સાથે મળીને સૌ પ્રથમ રાજકોટમાં સેનેટાઈઝર અને પીપીઈ કીટનું પ્રોડકશન શરૂ કર્યું છે. દર વર્ષે આઈએમએ રાજકોટ દ્વારા સામાજીક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને મેમ્બરોને એક તાંતણે બાંધી રાખવામાં આવે છે. ડોકટરોનું નોલેજ વધે તે માટે સમયાંતરે વેબીનાર સેમિનાર વગેરેનં આયોજન કરવામાં આવે છે. અમારૂ વિઝન છેકે આવનારા સમયમાં રાજકોટએ સૌથી વધુ ઓર્ગન ડોનેટ કરતું શહેર બને તેવી આશા છે.