કોરોના પછી બદલાયેલા સ્વાસ્થ્ય સમિકરણો વચ્ચે યુવાનોને હ્રદય રોગના હુમલાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે ઇન્ડીયન મેડીકલ એશો. દ્વારા સમાજ જાગૃતિ માટેનું અભિયાન રાજકોટથી શરુ કરવાનો નિધાર વ્યકત કર્યો છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા ગુજરાત પ્રમુખ ડો. ભરભાઇ કાકડીયા, પૂર્વ પ્રમુખ ડો. અતુલભાઇ પંડયા, ઉપપ્રમુખ ડો. ભાવેશભાઇ સચદે, ડો. પારસભાઇ શાહ, ડો. સંજયભાઇ ટીલાળાએ વિગતો આપી હતી કેેઆઈ દિલથી યુવા હૃદય સુધી કાર્યક્રમ દ્વારા તબીબો લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવાના છે અને આગામી તા . 10 ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે અને વસ દરમિયાન સંયુક્ત યાદીમાં જણાવાયું ગુજરાતના તમામ નાના – મોટા સેન્ટરોમાં કરવામાં આવશે એમ ઇન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના પ્રમુખ ડો . પારર શાહ અને શક્રેટરી ડો . રજપ ટીલાળાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.
‘અબતક’ની મુલાકાતમાં આઇ.એમ.એ.ના સુકાનીઓએ હૃદયરોગ અંગે સચોટ માર્ગદર્શન આપી ‘ભય’નું વાતાવરણ દુર કરવાના કાર્યક્રમની આપી વિગતો
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન હંમેશા તંદુરસ્ત સમાજની રચના માટે પ્રયત્નશીલ રહ્યું છે . તબીબોના આ સંગઠન દ્વારા લોકો બિમાર પડે ત્યારે સારવાર તો થાય જ છે પણ લોકો બિમાર જ ન પડે અને તંદુરસ્ત સમાજની રચના થાય એવા પ્રપાસો કરવામાં આવે છે . સમાજમાં વિવિધ રોગ વિશે અવાઓ ફેલાય , કોઈ ગેરસમજના કારણો લોકો ભયભીત થાય એવા સમયે ખાસ સમીનારો પોજી સમાજને જાગૃત કરવા પહેલ કરવામાં આવે છે. સમાજમાં નાની ઉંમરના લોકોના હૃદય રોગના બનાવો વધ્યા છે ત્યારે સમાજમાં આ બાબતે ભયનો માહોલ છે અને લોકોમાં વિવિધ અવાઓ ફેલાયેલ જોવા મળે છે . ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – ગુજરાતના પ્રમુખ તરીકે રાજકોટના ડો ભરત કાકડીયાની વરણી થતાં તેમણે આ બાબતે ગંભીરતાથી લઈ સમાજને હૃદય રોગ વિશે માહિતગાર કરવા ભયમુક્ત જીવન જીવે એવા પ્રયાસોના ભાગ રૂપે આઈ.એમ.એ. દિલથી યુવા હૃદય સુધી ’ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે . તા . 10 ડિસેમ્બર રવિવારે સવારે 10 થી 1 સુધી રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આ સેમીનારનો પ્રારંભ કરવામાં આવશે . હ્રદય રોગ વિશે માહિતીગાર કરવામાં આવશે.
રોગ કરતાં રોગનો ભય માણસને વધુ મારે છે અને અત્યારે નાની ઉંમરના લોકોમાં અચાનક હાર્ટ એટેક આવ્યાના અને મૃત્યુના સમાચારો મિડિયા દ્વારા મોટા સમુહ સુધી પહોંચતા હોય લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે . તેમના મતે અગાઉ પણ હાર્ટ એટેકના બનાવ બનતા જ હતાં પણ ત્યારે વિવિધ મિડિયાનો પ્રસાર નહોવાથી આપણા સુધી આ વાત પહોંચતી નહોતી પણ હવે સોહ્યલ મિડિયા અને અન્ય મિડિયાનો પ્રભાવ વદી છે એટલે આપણે ઝપડથી આ બધી માહિતી સરળતાથી મળે છે અને ભય વધુ ફેલાય છે .
સેમીનાર અંતર્ગત રાજકોટના નામાંકિત હૃદય રોગ નિષ્ણાતોની ટીમ દ્વારા લોકોના વિવિધ સવાલોના જવાબ આપવામાં આવશે . અમદાવાદના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડો. તેજા પટેલની આગેવાની હેઠળ રાજકોટના સિનિયર હૃદય રોગ નિષ્ણાત ડો. ધર્મેશ સોલંકી, ડો. જયદિપ દેસાઇ, ઈન્ટેન્સીવીસ્ટ ડો. ચિરાગ માત્રાવાડીયા, ડો. મયંક ઠક્કર, ડો. વિશાલ પોપટાણી, ડો. નિલેશ દેત્રોજા, ડો. મિહિર તા, ડો. શ્રેણીક દોશી સહિતની ટીમ દ્વારા હૃદય રોગ વિશેના લોકોના સવાલોના યોગ્ય જવાબ સરળભાષામાં આપવામાં આવશે . જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો ધર્મેશ સોલંકી દ્વારા હૃદય રોગ અને તેની સારવાર, બચવાના ઉપાયો વિષય પર લોકભોગ્ય સરળ ભાષામાં પાવર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યુ છે તેનું લોન્ચીંગ કરવામાં આવશે. ગુજરાતભરમાં નાના મોટા દરેક સેન્ટરોમાં આ સેમીનાર યોજાવાના છે
તેમાં દરેક જગ્યાએ એક સરખુ માર્ગદર્શન મળી રહે એવુ આયોજન કરવામાં આવ્યુ છે. તબીબોના આ પરિસંવાદનું સંચાલન સિનીયર ફિઝીયન ડો . સંજય ભટ્ટ અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના પ્રમુખ ડો. પારસ શાહ દ્વારા કરવામાં આવશે સેમીનાર દરમિયાન એનેસ્થેસીયા સોસાયટી ઓફ રાજકોટનો સહયોગ મળ્યો છે પ્રમુખ ડો. પ્રતીક દોશી, મંત્રી ડો. પ્રતિક હૃદેવ, સંયોજક ડો. હેતલ વડેરા, ડો. રાજેષ સાકરીયા ગતિની ટીમ સેમીનારમા તેડાથે . એનેસ્થેસીયા ચોગરી દ્વારા થઇરાથી કોને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવશે . હૃદય ની રચના , કાર્યપધ્ધતિ તથા વિવિધ રોગોની વિડિયો દ્વારા રાષ્ટ્ર સમજ આપવામાં આવશે તેમજ તે રીતે સંબંધી હિન્ચ ઉપલબ્ધ કરાવવામાં આવશે .
જાણીતા કેળવણીકાર , સાક્ષર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે દ્વારા મેળવી શૈલીમાં સ્ટ્રેસ રીલીઝીંગ વિષય પર વક્તવ્ય આપવામાં આવશે . હળવી શૈલીમાં સાંઇરામ વે જીવન જીવવાની પધ્ધતિ શિખવશે. આ પ્રસંગે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાતના ચહેટરી ડો . મેળા , ટ્રેઝરર ડો. ત્યાર પટેલ, ડો. કિરીટ ગવી, ડો. કલમ શેની, ડો. નવનિત પટેલ, ડો. આશીપભોજક ખાસ ઉપસ્થિત રહેશે .
સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પ્રેસીડેન્ટ છે. પારસ શાહ, ડો. ગંજય ટીલાળા, ડો. સંજય ભટ્ટ, ડો. કાંત જોગાણી, ડો. મયંક ઠક્કર , ડો . તેજસ કરમટા , ડો. અમીત અગ્રાવત, ડો. પિયુષ ઉનડકટ, ડો દર્શન સુરેજા, ડો, પરીને કંટેસરીયા, ડો. ઝલક ઉપાધ્યાય, ડો. અમીષ મહેતા, કમલેશ કાલરીયા, ડો. રૂપેશ મહેતા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. મનિષાબેન પટેલ, ડો. સંજય દેસાઈ, ડો. જયેશ ડોબરીયા , ડો. દુષ્કૃત ગોંડલીયા, ડો. તુષાર પટેલ, ડો. વિશાલ પોપટણી, ડો દીપો ગાંડલીયા, ડો. ઓપ્ટ મેમ્બરો, ભાવેશ વેશ્ર્નાની, ડો. રાજેશ ચાકરીયા, ડો. નિષાંત ઘરસંડીયા, ડો. ચિંતન દલવાડી, ડો. ઋષિત ભટ્ટ , ડો, ઘુવ કોટેચા તથા સાયન્ટીફીક બોર્ડનાં ડો. વિમલ હેમાણી, ડો. અતુલ રાયચુરા, ડો. નિલેશ દેત્રોજા, ડો ધર્મશ શાહ, ડો વિમલ સરાડવા, ડો. કાર્તિક સુતરીયા, યંગ એકઝીકયુટીવ કમીટીના ડો. વૃન્દા અગ્રાવત, ડો . રાજન રામાણી, ડો . ચિંતન કણસાગરા, ડો , બીરજુ મોરી, ડો. ઉવી સંઘવી, ડો. કૃપાલ પુજારા, ડો. ચિરાગ બરોચીયા, ડો , પ્રતાપ ડોડીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. રાજેશ રામ અને ડો અંકુર વરસાણી સહિતની ટીમ કાર્યરત છે
આઈ.એમ.એ. – ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાંકડીયા, ડો. ભાવેશ સચદે, ડો . દિલીપ ગઢવી ( અમદાવાદ ), ડો . મણીલાલ પટેલ, ડો બિજલ કાપડીયા, ડો. નિતીન ગર્ગ, ડો. નુતન શાહ, ડો. અલ્પેશ ચાવડ, ઝોનલ ડો. દિપેશ ભાલાણી, ડો. અતુલ પંડ્યા, ડો. ભાવિન કોઠારી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. એમ, ડે . કોરવાડીયા, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલસેતા, ડો. જય ઘીરવાણી, ડો. પ્રફૂલ કામાણી, ડો અમિત પંડયા, ડો. વસંત કાસુન્દ્રા, ડો. કુમુદ પટેલ, પેટ્રન ડો . ડી કે, શાહ , ડો. પ્રકાશ મોઢા, ડો. વલ્લભ કથીરીયા, ડો. સુશિલ કારીયા, ડો. કીર્તિ પટેલ, ડો . જીતેન્દ્ર અમલાણી, ડો . રશ્મી ઉપાધ્યાય, ડો દર્શિતાબેન શાહ , ડો. દર્શનાબેન પંડયા , ડો. સ્વાતિબેન પોપટ, ડો. કિરીટ દેવાણી, ડો. નિતીન લાલ, ડો. ગૌરવી ધ્રુવ સહિત તબીબોની ટીમ દ્વારા લોક ઉપયોગી સેમીનાર માટેસતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા સ્વાસ્થય પ્રિય નાગરીકોને અનુરોધ કરાયો છે.