- 12 માર્ચ પહેલા ક્લિનિક એસ્ટ્રાબ્લીશ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરી લેવાની તાતી જરૂરીયાત
- આયુર્વેદમાં અભ્યાસ કરી બનેલા તબીબોને જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તે માટે વિચારણા થવાના સંદર્ભમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આગામી ત્રીજી જાન્યુઆરીના એક બેઠકનું આયોજન
આયુર્વેદમાં અભ્યાસ કરીને બનેલા તબીબો જરૂરિયાત અનુસાર આયુર્વેૂદ એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તેના માટે થયેલી રજૂઆતાન સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે વિચારણ કરવા બેઠકનું આયોજન કરાયું છે.નાના માણસોની ચિકિત્સા જળવાઈ રહે તે માટે આઇએમએ-આયુર્વૈદ હાલ મેદાને છે ત્યારે તાજેતરમાં અમદાવાદના એક અરજદાર દ્વારા આરોગ્ય વિભાગ સમક્ષ એવી અરજી કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદમાં અભ્યાસ કરી બનેલા તબીબોને જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તે માટે વિચારણા થવી જોઈએ. જેના સંદર્ભમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આગામી ત્રીજી જાન્યુઆરીના એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અરજદારને પણ ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી છે. જો કે, આ રીતે આયુર્વેદના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. આરોગ્ય સચિવને સંબોધીને લખેલા પત્રમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે, ’નોન- એલોપેથીના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી જોઈએ જ નહીં. આ છૂટ અપાશે તો ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય-સલામતી ઉપર અસર પડી શકે છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં એલોપેથીની પૂરતી તાલીમ વિના તેની દવા આપનારા ડોક્ટરોથી જે જોખમ સર્જાયું છે અને ઘણાં કિસ્સામાં દર્દીઓના જીવન પર પણ સંકટ ઊભું થયું છે. આયુર્વેૂદબીજીબાજુ એમ પણ કહેવાનું છે કે, એટલું જ નહીં તબીબી વ્યવસ્થા સામે પણ લોકોનો વિશ્વાસ તૂટી શકે છે. એલોપેથીની ક્વોલિફિકેશન નહીં ધરાવનારાને એલોપેથીની પ્રેક્ટિસ નહીં કરવા દેવા સામે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અનેક ચૂકાદા આપેલા છે.આયુર્વેૂદ
દર્દીઓને સારામાં સારી સારવારનો જ અમારો મુખ્ય હેતુ: ડો.કાંત જોગાણી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.કાંત જોગાણીએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આયુર્વૈદ અને એલોપેથી એ આખી વસ્તુ અને તેની સારવાર ખુબ જ અલગ હોય છે. અમારો મુખ્ય હેતુ તો છેવટે દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે અને દર્દી હેરાન ના થાય તે જ છે.એલોપેથીની ડિગ્રી ના હોય તેવા તબીબને એલોપેથીની પ્રેક્ટિસની છૂટ આપવાથી ખોટા નિદાન-અયોગ્ય સારવારથી દર્દીઓને ભારે આડઅસર સહિતના જોખમની સંભાવના રહેલી છ
આયુર્વેૂદ તબીબોને બંધારણ મુજબ એલોપથીની છૂટ આપવામાં આવે: ડો. સંજય જીવરાજાની
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનનાં પ્રમુખ ડો.સંજય જીવરાજાનીએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજ્યના લગભગ 65 હજાર જેટલા આયુર્વૈદ-હોમયોપેથીના ડોકટરો સરકારી પીએસસી, સીએસસી અને 108માં સેવા આપી રહ્યા છે.નાના અને મધ્યમ વર્ગીય લોકો માટે આયુર્વૈદ-હોમપયોપેથી સારવાર મસીહા સમાન છે અને આયુર્વૈદ-હોમ્યોપેથીમાં દર્દીઓની ફરિયાદ પણ નહિવત પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે બંધારણ મુજબ આયુર્વૈદ-હોમ્યોપેથીના તબીબોને એલોપેથી સારવારની છૂટ આપવામાં આવે તો દર્દીઓને ઘણો ફાયદો થઇ શકે તેમ છે.