દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બુધવારે ઇન્ડિયન મુજાહૂદ્દીન એટલે કે, IMના એક આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના જામિયા વિસ્તારમાં 2008માં થયેલા બાટલા એન્કાઉન્ટર બાદ આ આતંકી ફરાર થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં તેનું નામ આરિજ જુનૈદ હોવાનો ઉલ્લેખ છે. બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહન લાલ શર્મા શહીદ થઇ ગયા હતા. આ દરમિયાન કેટલાંક આતંકી પણ ફરાર થઇ ગયા હતા. જુનૈદ આમાંથી જ એક હોવાનું માનવામાં આવે છે.
– ન્યૂઝ એજન્સીએ દિલ્હી પોલીસના હવાલાથી જણાવ્યું કે, આ આતંકવાદીનું આખુ નામ આરિજ ખાન ઉર્ફ જુનૈદ છે. જુનૈદ પાંચ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હોવાના આરોપ છે.
– હાલ તેની ધરપકડ વિશે કોઇ વધુ જાણકારી સામે નથી આવી.