આજકાલ લોકોને જાતજાતની અર્લજીઓ થતી હોય છે કોઇને ફુલોથી એલર્જી હોય તો કોઇને પરફ્યુમની પરંતુ મધ્યપ્રદેશમાં રહેતી સરસ્વતી બાઇને અજીબ પ્રકારની બિમારી છે. તેની જમવાની એલર્જીને લઇને ૬૦ વર્ષોથી અનાજનો એક દાણો પણ તેણે ચાખ્યો નથી. તેમ થતા સ્વસ્થ છે. તેમજ જમ્યા વગર જ તેણે ૫ બાળકોને જન્મ આપ્યો છે. સરસ્વતીના લગ્ન ખુબ જ નાની ઉમ્રમાં થઇ ગયા હતા જ્યારે તેણે પહેલી બાળકીને જન્મ આપ્યો ત્યારે તેને ટાઇફોઇડ થઇ ગયો હતો જેના લીધે તેના આતંરડા સુકાઇ ગયા અને ભોજન પચવાનું બંધ થઇ ગયું.
બાદમાં તેણે થોડુ થોડુ પાણી પીવાનું શરુ કર્યુ તેમજ ક્યારેક તે ચા પણ પીતી ત્યારથી આજ સુધી ૬૦ વર્ષ થઇ ચુક્યા છે. સરસ્વતી બાઇએ સામાન્ય ભોજન જમ્યુ નથી. તે ફક્ત ચા પીવે છે તેમજ વધી વધીને અઠવાડીયામાં એક કેળું ખાય છે. આ ઉપરાંત તે કોઇ પ્રકારનું અન્ન લેતી નથી. અને તે સ્વસ્થ પણ છે. તે ઘર કામની સાથે ૮ કલાક ખેતરમાં કામ કરે છે. કોઇના લગ્ન પ્રસંગમાં પણ જાય તો કશુ ખાતી નથી.