તારા પ્રેમનો એ પહેલો વરસાદ, નીતરતી આંખો અને ધ્રૂજતા અધરો.
મળ્યા તારા અધરોથી મારા અધરો, વિસરાઈ ગયો સંસાર આખો
ગુલાબ નથી છે છતાં ગુલાબી એ, ગોળ નથી છે છતાં મધુર એ
જ્યારે પણ થાય એ અધરોનો સ્પર્શ, મન મારૂ રહેતુ નથી મારૂ…
ગાઢ આલિંગનથી પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. જ્યારે વ્યક્તિ પાસે પોતાની લાગણી જતાવવાના શબ્દો ખૂટી જાય છે ત્યારે તે સ્પર્શનો સહારો લ્યે છે. એ સ્પર્શનું પહેલું ચરણ એટ્લે જ આલિંગન. પરંતુ જ્યારે લાગણીઓનો પ્રવાહ જીવન રૂપી નદીમાં આગળ વધે છે ત્યારે એ પ્રવાહ બે જીવને એટલા વેગથી એકબીજાની નજીક લાવે છે જેમાં પ્રેમીઓ એ પ્રેમ રૂપી પ્રવાહમાં તણાઈને હોઠથી હોઠને મિલાવી એક બંધ બાંધે છે અને એ બંધ પર નિરાતે જીવન વિતાવે છે. આશા છે કે તમારો કિસ ડે પણ આ રીતે જ પ્રેમભર્યો એને યાદગાર બની રહે.