નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે એટમી હથિયારો મુદ્દે ટૂંક સમયમાં વાતચીત થશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મુજબ, નોર્થ કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન હથિયાર ખતમ કરવા ચર્ચા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટી રવિવારે વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કરી. ટ્રમ્પ અને કિમની મુલાકાત મેના અંતિમ મહિનામાં થઈ શકે છે. થોડા દિવસો અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ પણ તેના માટે સહમતિ જાહેર કરી ચૂક્યા છે.
તાનાશાહ કિમ જોંગ પહેલા કહી ચૂક્યા છે કે તે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છે. સાથોસાથ કોરિયાઇ સબકોન્ટિનન્ટમાં પરમાણુ હથિયાર ખતમ કરવા માટે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે, તેની પર નોર્થ કોરિયા તરફતી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું. જોકે, કિમ થોડા દિવસો અગાઉ ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાત થઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com