ડુપ્લેસીસ અને અમલાની અર્ધ સદીની મદદે શ્રીલંકા સામે ૯ વિકેટે વિજય

વર્લ્ડકપની ૩૫મી મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે દક્ષિણ આફ્રિકાનાં સુકાની ફાફ ડુ પ્લેસીસે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં થોડા ફેરબદલ પણ કરવામાં આવ્યા હતા. જેમાં ડવેન પ્રિટોરિયસ અને જેપી ડુમિની ડેવિડ મિલર અને લૂંગી ગિડીની જગ્યાએ રમી રહ્યા છે. જયારે શ્રીલંકાની ટીમમાં સુરંગા લકમલ પ્રદિપની જગ્યાએ રમ્યો હતો. પ્રથમ દાવમાં શ્રીલંકાએ ૨૦૩ રન નોંધાવ્યા હતા ત્યારે ૨૦૪ રનનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે માત્ર ૧ વિકેટ ગુમાવી ૨૦૪ રન કરી જીત હાંસલ કરી હતી. જીત મળતાની સાથે જ જાણે આફ્રિકાએ કટી પતંગની જેમ લંકાને સેમીફાઈનલમાંથી બહાર કર્યું છે.

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની ૩૫મી મેચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને ૯ વિકેટથી હરાવ્યું છે. આ હાર સાથે જ શ્રીલંકાની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો છે. હવે તેને સેમિફાઈનલમાં પહોંચવા માટે પોતાના બે મેચને ફરજિયાત જીતવા પડશે. આ ઉપરાંત તેને અન્ય ટીમના પ્રદર્શન પર પણ આધાર રાખવો પડશે. શ્રીલંકાનું બેટિંગ અને બોલિંગ બન્ને મોરચે ખરાબ પ્રદર્શન રહ્યું હતું. શ્રીલંકાના લસિથ મલિંગાએ એકમાત્ર ક્વિન્ટન ડી કોકની વિકેટ (૧૫) ઝડપી હતી. જે પછી હાશિમ અમલા અને ફાફ ડુ પ્લેસિસે બીજી વિકેટ માટે ૧૭૫ની ભાગીદારી કરતા ૯ વિકેટથી મોટી જીત મેળવવા માટે પાયો નાખ્યો હતો. હાશિમ અમલાએ ૮૦ અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૯૬ રનની ઈનિંગ રમી હતી.

શ્રીલંકાએ ૪૯.૩ ઓવરમાં ૨૦૩ રન જ બનાવ્યા હતાં. પ્રીટોરિયસે દસ ઓવરમાં ૨૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે ૩ અને કગિસો રબાડાએ બે વિકેટ ઝડપી હતી. એન્ડિલ ફેહલુકવાયો અને જેપી ડુમિનીને એક-એક વિકેટ મળી હતી. શ્રીલંકાના મોટાભાગના બેટ્સમેનોએ સારી શરુઆત કરી હતી. જોકે, તેઓ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. દક્ષિણ આફ્રિકા પહેલાથી જ બહાર થયું છે. જોકે, શ્રીલંકા માટે આ મેચ અતિમહત્વપૂર્ણ હતી. શ્રીલંકા માટે આજની શરુઆત જ ખરાબ રહી હતી. પહેલા તે ટોસ હારી ગયું અને પછી પહેલા જ બોલમાં કેપ્ટન દિમુથ કરુણારત્નેની વિકેટ ગુમાવી હતી. ગત અઠવાડિયે ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપની સેમિફાઈનલની રેસને રોમાંચક બનાવનાર શ્રીલંકા હારી જતાં હવે તેના માટે સેમિફાઈનલનો રાહ કપરો થયો છે.

મધમાખીએ ખેલાડીઓ સહિત અમ્પાયરોને પણ ચતાપાટ સુવડાવી દીધા

im-dead-like-afridi-katich-says-im-sorry
im-dead-like-afridi-katich-says-im-sorry

ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાઈ રહેલા વિશ્ર્વકપમાં એવી અનેકો ઘટના ઘટી છે જે લોકોની આંખે પણ એટલી જ વળગી છે. આ વિશ્ર્વકપમાં અનેકવિધ મેચો વરસાદનાં કારણે રદ પણ થતાં જોવા મળ્યા છે જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનાં મેચનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે આ વિશ્ર્વકપમાં એક હાસ્યસ્પદ ઘટના ઘટી હતી. જેમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની મેચમાં રમૂજી ઘટના જોવા મળી હતી. આ મેચની ૪૮મી ઓવરમાં ખેલાડીઓ અને અમ્પાયર અચાનક મેદાન પર સૂઈ ગયા. આ મેચમાં ખેલાડીઓ અચાનક ક્રિકેટના મેદાન પર સૂઈ ગયા કારણકે ત્યાં મધમાખીનું ટોળું આવી ગયું જેના કારણે મેચ રમી રહેલા ખેલાડીઓ પરેશાન થઈ ગયા અને પોતાને બચાવવા માટે મેદાનમાં સૂઈ ગયા. આ કારણે મેચ થોડો સમય માટે રોકવામાં આવી અને ત્યારબાદ મેચ ફરી વખત શરૂ કરવામાં આવી. આ જોઈને ત્યાં સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો પણ ખડખડાટ હસવા લાગ્યા. આ પહેલા પણ આવી એક ઘટના બની હતી કે જ્યારે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની મેચમાં મધમાખીઓએ ખલેલ પહોંચાડી હતી. આ ઘટના ૪ ફેબ્રુઆરી ૨૦૧૭ની છે કે જ્યારે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.