ઉચ્ચ અધિકારીઓ બેફામ પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો બંધ કરાવે તેવી લોક માંગ
જેતપૂરમાં ઘણા સમયથી પ્રદુષણના પ્રશ્ર્ને વારંવાર ફરિયાદ થવા છતા જેતપૂરની જીપીસીબીની કચેરી દ્વારા કોઈ જાતના પગલા ન લેવાત લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ૧૩૪ યુનીટો કલોઝર હોવા છતાં જીપીસીબીની મીઠી નજર નીચે ધમધમી રહ્યા છે. આ યુનીટો રાત દિવસ ચાલુ હોય છતા જીપીસીબી પોતાના લાભ માટે કોઈ જાતના પગલા લેતી નથી.
જીપીસીબીની કોઈ પણ જાતની મંજુરી ન હોય છતા અમુક કારખાનાઓ બેફામ પ્રદુષણ ફેલાવી ર્યા છે. અને ગેરકાયદેસર ચાલી રહ્યા છે. તેમજ જેતપૂરનાં ઘણા નાગરીકોએ આ અંગે વારંવાર લેખીત મૌખીક ફરિયાદ કરી હોવા છતાં જેતપૂરનાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા કયારેક વિઝીટ કરવામાં આવતી નથી તેઓ પોતાના અંગત લાભ માટે આવા યુનીટો ચાલવા દયે છે તેમજ કોઈ યુનીટોમાં ચેકીંગ કરવામાં આવે તો પણ યુનીટો ચાલુ હોય છતા તેઓ કાગળ ઉપર બંધ બતાવી પોતાનો અંગત લાભ ઉઠાવે છે.
આગામી દિવસોમાં જેતપૂરનાં અધિકારી તેમજ ગાંધીનગરના અધિકારીઓ રૂબરૂ મુલાકાત કરી કાર્યવાહી કરરે તેવુંલોકો ઈચ્છી રહ્યા છે. અવાર નવાર પ્રદુષણની ફરિયાદ થતી હોય છતા અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી થોડાદિવસ પહેલા જેતપૂર તાલુકાના પેઢલા ગામના ખેડુતોએ પોતાની જમીનમાં તેમજ કુવાઓમાં લાલ પાણીના પ્રદુષણ ને લઈ ઉપવાસ આંદોલનની ચીમકી આપી હોવા છતા કોઈ જાતના પગલા લેવાયા નથી. ત્યારે તાત્કાલીક ઉચ્ચ અધિકારીઓ આ કારખાના બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.