ખાણખનીજ વિભાગ તેની શીથીલ કામગીરીને કારણે અવાર નવાર વગોવાય ચૂકયું છે. ધ્રોલ જોડીયામાં જયાં કાયમી રેતીચોરીના રેકટ ચાલે છે તેનાથી ત્રસ્ત લોકો કહે છે કેશું ગાંધીનગર સુધી કોઈ બોલનારૂ જ નથી તેવામાં આજે ખાણખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ સહિતના તંત્ર ઉંધતુ ઝડપાયું છે. અને આર.આર.સેલની ટીમે પાસ પરમીટ વગર ભરેલા વાહનો ઝડપી પાડયા છે.
આર.આર.સેલની ટીમ જોડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બજરંગ પેટ્રોલ પંપ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને આવન જાવન કરતા હોય તેને રોકી પાસ, પરમીટ, રોયલ્ટી વગરના હોય ત્રણ ડમ્પર જેમાંથી એકમા ૨૦ ટન રેતી, બીજામાંથી ૧૮ ટન રેતી, જયારે ત્રીજા ડમ્પરમાંથી ૨૦ ટન રેતીનો જથ્થો મળી આવતા ત્રણેય ડ્રાઈવરોને ઝડપી પાડી ૨૪ લાખના ત્રણ ડમ્પર ૧૭૦૦૦ની રેતીનો જથ્થો કબ્જે કરી જોડીયા પોલીસ સ્ટેશનમાં હેડ સંદીપસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા અને કમલેશભાઈ રબારીએ ફરિયાદ આપતા જોડીયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી.